________________
12
(૧) કર્તા કે કૃતિ વિશે કોઈ પૂરક માહિતી અન્યત્રથી મળી હેય તે અહીં ઉમેરી લેવામાં આવી છે. . (૨) કૃતિની હસ્તપ્રત મુદિત હસ્તપ્રતયાદીમાં નોંધાયેલી હોય તો 'તે હસ્તપ્રતયાદીઓને ઉલ્લેખ સમાવી લેવામાં આવ્યું છે.
આ પર એક ખુલાસે કરવો જોઈએ. એક હે જૈતાસૂચિમાં જ પૃષ્ઠક આપવામાં આવ્યા છે, કેમકે એમાં કર્તા કે કૃતિને કઈ વનક્રમ નથી. ગૂહાયાદીમાં કર્તાનામ વર્ણાનુક્રમ છે, મુપુગૃહસૂચીમાં પ્રકારવાર કર્તાનામને વર્ણાનુક્રમ છે ને લીહસૂચી તથા આલિસ્ટઑઈમાં કૃતિનામને વણનુક્રમ છે. અન્ય હસ્તપ્રતયાદીઓમાં અંતે કૃતિ તેમજ કર્તાના વર્ણાનુક્રમ આપવામાં આવ્યા છે. આ વર્ણાનુક્રમથી એમાં જોઈતી કૃતિની નોંધ કયાં છે તે શોધી શકાય તેમ છે.
(૩) કૃતિપ્રકાશનની નવી માહિતી મળી હોય તે તે સમાવી લેવામાં આવી છે.
આ ત્રણે પ્રકારનાં ઉમેરણે [ ] કૌંસમાં મૂક્યાં છે.
૧૧. આ નવી આવૃત્તિમાં એક વિશેષ પૂર્તિ કરવામાં આવી છે. જન ગૂર્જર કવિઓમાં જે કવિઓ નોંધાયા ન હોય તેમની કૃતિઓની તથા જે કવિઓ નોંધાયા હેય તેમની નવી કૃતિઓની નોંધ બીજી હસ્તપ્રતયાદીઓમાં મળે છે. પરંતુ જૈન ગૂર્જર કવિઓની સામગ્રીઆતની વ્યવસ્થા એટલીબધી ચુસ્ત છે કે એમાં આ બધું વચ્ચે ઉમેરવામાં ઘણી અગવડ હતી. એ કામ મોટું પણ થઈ જાય. વળી ઘણી હસ્તપ્રતયાદીઓ કેવળ નામસૂચિ છે એટલેકે વર્ણનાત્મક સૂચિ નથી. આરંભ-અંતના ભાગે ન હોઈ, એના ખરાખોટાપણને ચકાસી ન શકાય અને અનુભવ એવો હતો કે આ યાદીમાં ઠીકઠીક ભૂલે છે. એવી વણચકાસાયેલી સામગ્રી નાખવાથી આ ગ્રંથની અધિકૃતતા ઊલટી ઘટે. છેવટે ત્રણ વર્ણનાત્મક સૂચિઓ – કૅટલોગગુરા, જૈમગૂકરચનાઓં ભા.૧ અને જહાપ્રોસ્ટા – શ્રી દેશાઈને હાથવગી નહતી થયેલી, તેની સામગ્રીને અહીં પૂર્તિ રૂપે સમાવેશ કર્યો છે. એમાં પણ માહિતી સુધારવાના પ્રસંગે આવ્યા છે. એ સુધારાઓને સંપાદકીય નેધમાં સ્પષ્ટ નિર્દેશ કર્યો છે.
૧૨. પ્રથમ આવૃત્તિના ત્રણ ભાગોમાં કર્તા-કૃતિનામની વનફ્રમણિકાઓ અંતે આપવામાં આવેલી અને પહેલા બે ભાગમાં તે સંવત૧. સંક્ષેપાક્ષરોની સમજુતી આગળ આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org