________________
દરમી સદી
[૪૭]
જયશેખરસૂરિ અને તેના મહેદ્રપ્રભસૂરિ. જયશેખરસૂરિએ સં.૧૪૩૬માં નૃસમુદ્ર નગરમાં “ઉપદેશચિંતામણિ ૧૨૦૦૦ શ્લોકને ગ્રંથ, સં.૧૪૬૨માં ખંભાતમાં પ્રબંધચિન્તામણિ (કે જેને ભાવાનુવાદ આ ગુજરાતી પ્રબંધ છે), તથા “ધમિલ મહાચરિત' મહાકાવ્ય ગુજરાતમાં જ પૂર્ણ કરેલ છે. તેમજ ત્યાર પછી “જૈન કુમારસંભવ” રચેલ છે તેમાં પોતાને વાણીદત્તવરઃ” ઓળખાવે છે. આ ઉપરાંત નાના ગ્રંથ નામે શત્રુંજય ગિરનાર, મહાવીરજિન એ ત્રણ પર સં. બત્રીશ શ્લોકની કાત્રિશિકા, આત્મબેધકુલક (પ્રાકૃત), “ધર્મસર્વસ્વ” (ઉત), રચેલ છે, અને પિતાના ઉક્ત “ઉપદેશચિંતામણિ પર અવસૃરિ અને ઉપદેશમાલા” તથા “પુષ્પમાલા” પર અવચૂરિ (નાની ટીકા) “ક્રિયા ગુપ્તસ્તોત્ર રચેલ છે. વિશેષ માટે જ સાક્ષર શ્રી લાલચંદ પંડિતની આ પ્રબંધ પરની પ્રસ્તાવના. આ પ્રબંધની પ્રાચીન શુદ્ધ ગુજરાતી ભાષા જોતાં ૧૫મા સૈકામાં થયેલ માનવામાં આવતા નરસિંહ મહેતા, ભાલણું, મીરાંબાઈ આદિની ગુજરાતી ભાષા અર્વાચીન જણાઈ આવે છે. આમાં જૂની ગુજરાતી છે અને અનેક જેવા કે દુહા, ધૂપદ, એકતાલી, ચોપાઈ, વસ્તુ, સરસ્વતી ધઉલ, પય, ગૂજરી વગેરે છે. આ પરથી જેમ પ્ર. મણિલાલ નભુભાઈ દિવેદીને જણાયું કે “ગૂજરાતી ભાષાને પ્રથમ ગુજરાતીનું રૂપ આપનાર જેને જ હોય એમ માનવાને બહુ કારણ છે તેમ સ્પષ્ટ સમજાય તેવું છે.
જયશેખરસૂરિએ ૧૭ લેકમાં “અજિતશાંતિસ્તવ' પણ રચ્યું છે. (રચિત સંસ્કૃતબંધેન શ્રી અજિત. – નં.૩૧૬ સને ૧૮૮૨-૮૩ ભાં. ઈ.) અને “નવતત્વપ્રકરણું ગાથામાં રચ્યું, જેની પ્રત વિવેકવિજય ભં. ઉદયપુરમાં છે – વે.નં.૪૦૯. (૩૩) + ત્રિભુવનદીપક પ્રબંધ અથવા પરમહંસ પ્રબંધ અથવા
પ્રબોધચિંતામણિ ચાપાઈ [ અથવા અંતરંગ પાઈ ] આદિ
રાગ ધન્યાસી પહિલું પરમેસર નમી, અવિગતુ અવિચલ ચિત્તિ; સમરિસ સમરસિ ઝીલતી, હંસાસણિ સરસત્તિ. માનસ સરિ જ નિર્મલ, કરઈ કતૂહલુ હંસુ તાં સરસતિ રંગિ રહઈ, જેસી જાણઈ ડંસુ.
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org