SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ. ૫. કૃતિના રચનાસવત દર્શાવવાની જૈન ગૂર્જર કવિઓ'ની રીત લાક્ષણિક છે. કૃતિના રચનાસંવત ન મળતા હાય ને લેખનસંવત મળતા હાય ત્યારે એ કૃતિની ખાજુમાં ‘લ.સ.૧૮૬૯ પહેલાં' એમ લખે છે. આને અથ એવા ન કરવા જોઈએ કે કૃતિના લેખનસંવત ૧૮૬૯ પહેલાંના છે, એના અર્થ એ છે કે કૃતિની પ્રતના લ.સ.૧૮૬૯ છે તેની પહેલાં એ રચાયેલી છે. ૬. સંવતવાર અનુક્રમણિકામાં લેખનસંવતને પણ સમાવેશ છે (‘લ.' સંજ્ઞા સાથે) અને એને અનુષંગે નામનિર્દેશ છે તે લહિયાના છે (‘લે.’ સંજ્ઞા સાથે) એ લક્ષમાં ન રહેતા લહિયાઓને આપણે ઘટાવી દઈએ અને લેખનસંવતને રચનાસ વત. જૈન ગૂર્જર કવિઓ' વિનિયોગ ધણું અવધાન ને ધણી ચેાકસાઈ માગે છે, ૭. જૈન ગૂર્જર કવિઓ' એ ગુજરાતી સાહિત્યની સૂચિ છે પણ એમાં કેટલીક હિ‘દી-રાજસ્થાની કૃતિ પણ સમાવેશ થયા છે. ત્યાં સામાન્ય રીતે ભાષાના નિર્દેશ કર્યાં છે, તેમ છતાં કવચિત રહી ગયા ઢાય એવી પણ સંભાવના છે. ૮. શ્રી દેશાઈએ પેાતાની સ` સજ્જતા કામે લગાડીને ને ચેકસાઈથી પે।તે રજૂ કરેલી સામગ્રીનું અર્થઘટન કર્યું છે. આમ છતાં વિભિન્ન કારણેાથી એમની કેટલીક ભૂલે થઈ ગઈ છે. એ ભૂલેા પકડવાની ચાવી એમની સામગ્રીમાં જ પડેલી હાય છે. અભ્યાસીએ આ ભૂલે પકડવાની સજાગતા ને સતર્કતા બતાવવી જોઈએ, આ નવી આવૃત્તિ: શુદ્ધિ અને વૃદ્ધિ આ નૂતન આવૃત્તિમાં પહેલી આવૃત્તિની મર્યાદાએ નિવારી લેવામાં આવી છે, કેટલીક વ્યવસ્થાને વધારે વિશદ મનાવવામાં આવી છે અને અન્ય આધારાની મદદથી કેટલીક શુદ્ધિવૃદ્ધિ કરવામાં આવી છે. આ અંગેના ખ્યાલ વાચાને આપવા જરૂરી છેઃ ૧. પૂર્તિએમાં વહેંચાયેલી સઘળી સામગ્રીને સોંકલિત કરી લીધી છે અને ગદ્યકૃતિઓ ને કર્તાઓની સામગ્રી પણ અલગ ન રાખતાં મુખ્ય સામગ્રીની સાથે લઈ લીધી છે. આથી એક કર્તા તે એક કૃતિ હવે એક જ સ્થાને આવી જાય છે. ૨. સઘળી સામગ્રીને સૈકાવાર સમયના નવા ક્રમમાં ગેાડવી દીધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy