________________
સગ ૩ જે.] અંજનાનું તેના મામા સાથે જવું.
[ ૪૯ સ્વરૂપ ધારણ કરી તેણે એ બન્ને સ્ત્રીઓના હર્ષને માટે પોતાની પ્રિયા સહિત અહંત ગુણની સ્તુતિ કરવા માંડી. પછી તે સ્ત્રીઓએ તેનું સાનિધ્ય છોડયું નહિ. બન્ને જણ તે ગુફામાંજ. રહી, અને ત્યાં મુનિસુવ્રત પ્રભુની પ્રતિમાનું સ્થાપન કરીને નિરંતર તેનું પૂજન કરવા લાગી.
એક દિવસે સિંહણ જેમ સિંહને જન્મ આપે, તેમ અંજનાએ ચરણમાં વજ અંકુશ અને ચક્રના ચિન્હવાળા એક પરાક્રમી પુત્રને જન્મ આપે. વસંતતિલકાએ હર્ષિત થઈ અન્ન જળ વિગેરે લાવીને તેનું પ્રસૂતિકર્મ કર્યું. તે વખતે પુત્રને ઉત્સંગમાં લઈ દુઃખી અંજના મુખપર અશુ લાવીને તે ગુહાને રૂદન કરાવતી સતી વિલાપ કરવા લાગી-“હે મહાત્મા પુત્ર! આવા ઘોર વનમાં તારો જન્મ થવાથી પુણ્ય વગરની હું રાંક સ્ત્રી તારે જન્મોત્સવ શી રીતે કરૂં?” આ પ્રમાણે રૂદન કરતી અંજનાને જેઈ પ્રતિસૂર્ય નામના એક ખેચરે તેની પાસે આવી મધુર વાણીએ તેને દુઃખનું કારણ પૂછયું, એટલે તેની સખીએ આંખમાં આંસુ લાવીને વિવાહથી માંડીને પુત્રના જન્મ સુધીનું અંજનાના દુઃખનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી તેની આંખમાં પણ આંસુ આવ્યાં. પછી તે બે-“હે બાળા! હું હનુપુરને રાજા છું. પિતા ચિત્રભાનુ અને માતા સુંદરીમાળાને હું પુત્ર છું. માનસ વેગા નામની તારી માતાને હું ભાઈ થાઉં છું. સારા ભાગ્યે તને જીવતી જોઈને હું ખુશી થ છું; તે હવે તું આશ્વાસિત થા.” તે પિતાને માતુલ (મામા) છે, એવું જાણું અંજના અધિક અધિક રૂદન કરવા લાગી. “ઇષ્ટજનના અવલોકન સમયે પ્રાયઃ ફરીને દુખ ઉત્પન્ન થાય છે.” તેને રૂદન કરતી નિવારીને પ્રતિસૂર્યો પિતાની સાથે આવેલા કોઈ દૈવજ્ઞ (જોષી)ને તે પુત્રના જન્મ વિષે પૂછયું. દૈવરે કહ્યું-“આ કુમાર શુભ ગ્રહના બળવાળા લગ્નમાં જન્મેલે છે, તેથી પુણ્યવાન છે, તે અવશ્ય માટે રાજા થશે, અને આ ભવમાંજ સિદ્ધિને પામશે. આજે ચૈત્રમાસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે, શ્રવણ નક્ષત્ર છે અને રવિવાર છે. સૂર્ય ઉંચને થઈ મેષ રાશિમાં આવ્યો છે, ચંદ્ર મકરને થઈ મધ્ય ભવનમાં રહે છે, મંગલ મધ્યમ થઈ વૃષભ રાશિમાં છે, બુધ મધ્યપણે મીન રાશિમાં આવ્યો છે, ગુરૂ ઉંચને થઈ કર્ક રાશિમાં રહ્યો છે, શુક્ર ઉંચને થઈ મીન રાશિમાં છે, શનિ પણ મીન રાશિમાં છે, મીનલગ્નને ઉદય છે અને બ્રહ્મ ગ છે, તેથી સર્વ રીતે શુભ છે.”
પછી પ્રતિસૂર્ય પુત્ર અને સખી સહિત પિતાની ભાણેજને ઉત્તમ વિમાનમાં બેસારીને પિતાના નગર તરફ લઈ ચાલે. માર્ગે જતાં વિમાન ઉપર લટકતા ઉંચા રત્નમય ઝુમખાની ઘુઘરીઓને લેવાની ઈચ્છાથી તે બાળક માતાના ઉલ્લંગમાંથી ઉછળે. તેથી આકાશમાંથી વજની જેમ તે નીચેના પર્વત ઉપર પડ્યો. તેના પડવાના આઘાતથી તે ગિરિના ચૂરેચૂરા થઈ ગયા. પુત્રના પડી જવાથી તત્કાળ અંજના પિતાના હાથથી હદયને કુટવા લાગી. પ્રતિસૂર્યે તરતજ બાળકની પછવાડે જઈ તેને અક્ષત અંગે ઉપાડી લીધે. અને નાશ પામેલા નિધાનની જેમ 1c - 7.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org