________________
સગ ૩ એ.
અંજનાસુંદરીના તેની સાસુએ કરેલ તિરસ્કાર
[ ૪૫
ઓલેા નહિ; હું તમારી સદાની દાસી છું, તેથી મારી ક્ષમા માગવી તે અનુચિત છે.' પછી પ્રહેસિત અને વસંતતિલકા બહાર આવ્યાં. કારણ કે જ્યારે દ ંપતિ એકાંતમાં મળે ત્યારે ચતુર પાસવાના' ત્યાં રહેતા નથી.” પછી અંજના અને પવન જય સ્વેચ્છાએ રમવા લાગ્યા, અને રસના આવેશમાં આખી રાત્રી એક પહેારની જેમ વીતી ગઈ. રાત્રિ વીતીને પ્રભાત થયેલ જોઈ પવન'જયે કહ્યું કે− હૈ કાંતા! હું વિજય કરવા માટે જઈશ, નહિ તે ગુરૂજનને ખબર પડશે. હે સુંદરી! હવે પછી ખેદ કરશેા નહિ, અને હુ' રાવણનું કાર્ય કરીને આવું ત્યાં સુધી સખીઓની સાથે સુખે કાળ નિગČમન કરો.' અંજના ખાલી–“તમારા જેવા બળવાન વીરને તે કાય્ તા સિદ્ધજ થયેલું છે; પરંતુ જે મને જીવતી જેવા ઈચ્છતા હૈ। તેા અથ સાધીને સત્વર પાછા પધારો. વળી હુ આજે ઋતુસ્નાતા હતી; તેથી કદિ જો મને ગ રહેશે તેા દુજ ન લેાકેા તમારી ગેરહાજરીમાં મારી નિંદા કરશે. ” પવન જયે કહ્યું– હે માતિની ! હું... સત્વર પાછા આવીશ. મારા આવવાથી નીચ લેાકેાને તારા અપવાદ ખોલવાના અવકાશજ મળશે નહિ, અથવા મારા સમાગમને સૂચવનારી આ મારા નામથી અ`કિત મુદ્રિકા લે, તેવા સમય આવે તે તે પ્રકાશિત કરજે.' એવી રીતે કહી મુદ્રિકા આપીને પત્રનંજય ત્યાંથી ઉડી માનસ સરાવરના તટ ઉપર રહેલી પેાતાની છાવણીમાં આન્ગે. પછી દેવતાની જેમ સૈન્યની સાથે આકાશમાર્ગે ચાલી તે લંકાપુરીમાં આવ્યા, અને રાવણુને પ્રણામ કર્યા. ત્યારપછી કાંતિવર્ડ તરૂણ સૂર્યની જેમ પ્રકાશતા રાવણુ પશુ સેનાની સાથે પાતાળમાં વરૂણુની સામે યુદ્ધ કરવા ગયા.
_"c
અહી તે દિવસથી અંજનાસુ દરીએ ગર્ભ ધારણ કર્યાં; તેથી તેનાં સર્વ અવયવે વિશેષ સૌંદર્યાંથી ચાલવા લાગ્યાં. સુખપર ગાલની ચાભા પાંડુવણી થઈ, સ્તનનાં મુખ શ્યામ થયાં, ગતિ અત્યંત મંદ થઈ, અને નેત્ર વિશાળ ને ઉજજ્વળ થયાં. તે સિવાય ખીજા પણ ગનાં લક્ષણા તેના શરીર ઉપર સ્પષ્ટ જણાવા લાગ્યાં. તે જોઈને કેતુમતી નામે તેની સાસુ તિરસ્કારથી ખોલી અરે પાપિણી ! અને કુળને કલંક આપનારૂ' આ કા" તેં શું કર્યું ? પતિ દેશાંતર છતાં તુ ગર્ભિણી કેમ થઈ ? મારા પુત્ર તારી અવજ્ઞા કરતા, ત્યારે હું જાણતી કે તે અજ્ઞાનથી તને કૃષિત ગણે છે, પણ તુ’વ્યભિચારિણી છે તે આજ સુધી મારા જાણવામાં નહાતું. ” આવી રીતે જ્યારે સાસુએ તેના તિરસ્કાર કર્યાં, ત્યારે અંજનાસુ દરીએ નેત્રમાં અશ્રુ લાવીને પતિસમાગમના ચિન્હરૂપ મુદ્રિકા તેને બતાવી. તે છતાં પણ લજ્જાથી નમ્ર મુખ કરી રહેલી અંજનાને તેની સાસુએ ફરીવાર તિરસ્કારથી કહ્યુ કે “ અરે દુષ્ટા ! જે તારા પતિ તારૂ નામ લેતે નહિ તેની સાથે તારા સૌંગમ શી રીતે થાય ? માટે માત્ર મુદ્રિકા બતાવી અમને શા માટે છેતરે છે ? વ્યભિચારિણી સ્ત્રીઓ એવા છેતરવાના પ્રકારેા ઘણા જાણે છે. હું સ્વચ્છંદચારિણી! તું આજેજ મારા ઘરમાંથી નીકળીને તારા પિતાને ઘેર જા, અહી
૧ પાસે રહેનારા મિત્ર, સુખી, દાસ દાસી વિગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org