SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૬૧ સર્ગ ૨ જે] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર તેમણે તે સ્વપ્નનાં ફળની વ્યાખ્યા કહી બતાવી, તે સાંભળી દેવી. અત્યંત હર્ષ પામ્યાં. સમય આવતાં સૂર્યને પૂર્વ દિશા પ્રસવે તેમ તેણીએ એક પુત્રને જન્મ આપે. રાજાએ તેને જન્મોત્સવ કરીને મોટા ઉત્સવથી તેનું “સુવર્ણબાહુ એવું નામ પાડયું. ધાત્રીઓએ અને રાજાઓએ એક ઉત્કંગથી બીજા ઉસંગમાં લીધેલ તે કુંવર વટેમાર્ગુ નદીનું ઉલ્લંઘન કરે તેમ હળવે હળવે બાલ્યવયને ઉલ્લંઘન કરી ગયે. પૂર્વ જન્મના સંસ્કારથી તેણે સર્વ કળાએ સુખે સંપાદન કરી અને કામદેવના સદનરૂપ યૌવનવયને પ્રાપ્ત થયે. તે સુવર્ણ બાહુ કુમાર રૂપથી અને પરાક્રમથી જગતમાં અસામાન્ય થયે. તેમજ વિનયલક્ષમીથી સૌમ્ય અને પરાક્રમથી અધષ્ય 'થ. કુલિશાહ રાજાએ પુત્રને યોગ્ય થયેલે જાણ આગ્રહથી રાજય ઉપર બેસાડ અને પિતે ભાવવૈરાગ્યવડે દીક્ષા લીધી. સૌધર્મ દેવલોકમાં ઇંદ્રની જેમ પૃથ્વીમાં અખંડ આજ્ઞા પ્રવર્તાવીને અનેક પ્રકારના ભેગને ભેગવતે તે કુમાર સુખરૂપ અમૃતરસમાં મગ્ન રહેવા લાગે. એક વખતે હજાર હાથીઓથી વીંટાયેલો કુમાર સૂર્યના અશ્વોમાં આઠમો હોય તેવા એક અપૂર્વ અશ્વ ઉપર આરૂઢ થઈને ક્રીડા કરવાને નીકળી પડયો. અશ્વને વેગ જોવાને માટે રાજાએ તેને ચાબુક મારી; એટલે તત્કાળ પવનવેગી મૃગની જેમ તે સત્વર દેડ્યો. તેને ઊભે રાખવા માટે જેમ જેમ રાજા તેની લગામ ખેંચે તેમ તેમ તે વિપરીત શિક્ષિત અશ્વ અધિક અધિક દેડવા લાગે. માનનીય ગુરૂજનને દુર્જન ત્યજી દે તેમ મૂર્તિમાન પવન જેવા અવે ક્ષણવારમાં સર્વ સૈનિકેને દૂર છેડી દીધા. અતિ વેગને લીધે તે અશ્વ “ભૂમિ પર ચાલે છે કે આકાશમાં ચાલે છે” તે પણ કઈ જાણી શકાયું નહીં, અને રાજા પણ જાણે તેની ઉપર ઉદ્ગત થયેલા હોય તેમ લેકે તર્ક કરવા લાગ્યા. ક્ષણવારમાં તે તે અશ્વ સહિત રાજા વિચિત્ર વૃક્ષાથી સંકીર્ણ અને વિવિધ પ્રાણીઓથી આકુળ એવા હરના વનમાં આવી પહોંચ્યા. ત્યાં પિતાના આશય જેવું નિર્મળ એક સરોવર રાજાના જોવામાં આવ્યું. તેને જોતાંજ તૃષાતુર અને શ્વાસપૂર્ણ થયેલ અશ્વ પિતાની મેળે ઊભો રહ્યો. પછી અશ્વ ઉપરથી પર્યાણ ઉતારી તેણે અશ્વને ન્હવરાવ્યો અને જળ પાયું. પછી પોતે સ્નાન કરીને જળપાન કર્યું. સરોવરમાંથી નીકળીને ક્ષણવાર તેના તીર ઉપર વિસામે લઈ રાજા આગળ ચાલ્યો, ત્યાં એક રમણિક તપવન જોવામાં આવ્યું. તેમાં તાપસનાં નાનાં નાનાં બાળકો ઉત્સંગમાં મૃગનાં બચ્ચાંઓ લઈને કયારામાં રહેલાં વૃક્ષનાં મૂળને જળ વડે પૂરતાં હતાં, તે જોઈને રાજા ઘણે ખુશી થયો. તે તપવનમાં પ્રવેશ કરતાં વિચારમાં પડેલા તે રાજાનું જાણે નવીન કલ્યાણ સૂચવતું હોય તેમ દક્ષિણ નેત્ર ફરકયું. પછી હર્ષયુક્ત ચિત્તે આગળ ચાલતાં દક્ષિણ તરફ સખીઓની સાથે જળના ઘડાથી વૃક્ષોનું સિંચન કરતી એક મુનિકન્યા તેમના જેવામાં આવી. તેને જોઈને રાજા વિચારવા લાગ્યું કે “અહે! આવું રૂપ અપ્સરાઓમાં, નાગપત્નીમાં કે મનુષ્યની સ્ત્રીઓમાં ૧ કઈ ધારણ ન કરી શકે તેવો. ૨ સૂર્યના રથને સાત અશ્વો જોડેલા છે એવી લોકોક્તિ છે, તેની સમાન આ અશ્વ હેવાથી આઠમે કહો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy