SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું દીવાલની એથે ઊભા રહી બે કાંકરા ફેંકીને હાથી પર બેસીને રાજમાર્ગે ચાલ્યા જતા બ્રહાદત્ત રાજાનાં બે નેત્ર ફાડી નાખ્યાં. “વિધિની આજ્ઞા ખરેખરી દુલધ્ય છે.” તત્કાળ પક્ષીને સિંચાણે પકડે તેમ રાજાના અંગરક્ષકએ આવીને તે ભરવાડને પકડી લીધે. પછી તેને બહુ માર મારવાથી તેણે આ દુષ્કૃત્ય કરાવનાર કેઈ બ્રાહ્મણ છે એમ જણાવ્યું. તે સાંભળી બ્રહ્મદત્ત રાજા બે કે- “બ્રાહ્મણ જાતિને ધિક્કાર છે! કેમ કે જયાં તેઓ ભેજન કરે છે, ત્યાં જ પાત્રને ફેડે છે.” જે પિતાના અક્ષદાતારને સ્વામીતુલ્ય ગણે છે એવા શ્વાનને આપવું સારું, પણ કૃતજ્ઞ એવા બ્રાહ્મણને આપવું ઉચિત નથી. વંચકનું, નિર્દયનું, હિંસક જનાવરનું, માંસભક્ષકેનું અને બ્રાહ્મણનું જે પોષણ કરે તેને પ્રથમ શિક્ષા કરવી જોઈએ.” આ પ્રમાણે અનલ્પ ભાષણ કરતા બ્રહ્મદત્ત રાજાએ તે બ્રાહ્મણને પુત્ર, બંધુ અને મિત્ર સહિત મચ્છરની મુષ્ટિની જેમ મરાવી નખાવ્યું. પછી દષ્ટિએ અંધ થવા સાથે ક્રોધવડે હૃદયમાં પણ અંધ થયેલા બ્રાદતે પુહિત વિગેરે સર્વ બ્રાહ્મણનો ઘાત કર્યો. ત્યાર પછી તેણે મંત્રીને આજ્ઞા કરી કે “સર્વ બ્રાહ્મણે નાં નેત્રનો વિશાળ થાળ ભરીને મારી આગળ લાવે.” રાજાનો આવો ભયંકર અધ્યવસાય જાણીને મંત્રીએ શ્લેષ્માતક ફળવડે થાળ પૂરીને તેની આગળ મૂળે. બ્રહ્મદત્ત હાથવડે તેને વારંવાર પશું કરતો સતો “બ્રાહ્મણોનાં નેત્રનો આ થાળ મેં બહુ ઠીક ભરા” એમ બોલતો ઘણે હર્ષિત થવા લાગ્યું. તે થાળનો સ્પર્શ કરવામાં જેવી બ્રહ્મદત્તની પ્રીતિ હતી, તેવી પિતાના રત્ન પુષ્પવતીને સ્પર્શ કરવામાં પણ પ્રીતિ નહતી. જેમાં દુર્મતિ પુરૂષ મદિરાપાત્રને છોડે નહીં, તેમ બ્રહ્મદર કદિ પણ દુર્ગતિના કારણરૂપ તે થાળને જરા માત્ર છેડતો નહીં. બ્રાહ્મણનાં નેત્રની બુદ્ધિઓ કલેષ્માતકના ફળને વારંવાર ચળતો બહાદત્ત ફળાભિમુખ થયેલા પાપરૂપ વૃક્ષના દેહદને પૂરતો હતો આવી રીતે બહાદત્તને અનિવાર્ય એ રૌદ્ર અધ્યવસાય અત્યંત વૃદ્ધિ પામ્યા. “મોટા લોકોના શુભ કે અશુભ બને મોટાજ હોય છે.” આ પ્રમાણે રૌદ્રધ્યાનના અનુબંધવાળા અને પાપરૂપ કાદવમાં વરાહ જેવા એ બ્રહ્મદર રાજાને સેળ વર્ષ વીતી ગયાં. બ્રહ્મદત્ત ચક્રવતીને અઠયાવીશ વર્ષ કુમારવયમાં, છ૧૫ના વર્ષ માંડલિકપણુમાં, સોલ વર્ષ ભરતક્ષેત્રને સાધવામાં અને છસો વર્ષ ચક્રવતી પણુમાં વ્યતીત થયાં. એવી રીતે જન્મથી માંડીને સાતસો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વારંવાર “કુરૂમતી, કુરૂમતી” એમ બોલતો બ્રાદત્ત ચક્રવતી હિંસાનુબંધી પરિણામના ફળને યેગ્ય એવી સાતમી નરકભૂમિમાં ઉત્પન્ન થયે. ॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽनवमे पर्वणि ब्रह्मदत्तचक्रवर्तिचरित्रवर्णा नाम प्रथमः सर्गः ॥ ॥ इति ब्रह्मदत्तचक्रवर्तिचरित समाप्तम् ।। ૧. જેમાંથી ચીકણું ઠળીયા નીકળે તેવાં ફળ-રાતાં ગંદની જેવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy