SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ શગ ૧૨ મે ] બળદેવનું સ્વર્ગગમન અને શ્રી નેમિનાથનું નિર્વાણ ૧૭. અહે! આ વનને છેદનાર રથકારને પણ ધન્ય છે કે જેણે આ ભગવંત મહામુનિને અન્નપાનથી પ્રતિલાભિત કરીને પોતાના મનુષ્યજન્મનું મહાફળ પ્રાપ્ત કર્યું. માત્ર હું જ એક મંદભાગી છું કે જે એ મહાતપ કરવાનું કે આવા મુનિને પ્રતિલાભિત કરવાને સમર્થ નથી, તેથી તિયચપણથી દૂષિત એવા મને ધિક્કાર છે!” આવી રીતે તે ત્રણે જણ જેવામાં ધર્મધ્યાનમાં તત્પર થઈને રહ્યા હતા, તેવામાં તેઓ જે વૃક્ષ નીચે ઊભા હતા તે વૃક્ષને અર્ધ ભાગ છેદે હોવાથી મોટા પવનથી બાકીને ભાગ ભાંગી જઈને તે વૃક્ષ તેમના ઉપર પડયું. તે પડવાથી તે ત્રણે તત્કાળ મૃત્યુ પામ્યા અને પ્રાદેવકને વિષે પદ્યોત્તર નામના વિમાનમાં ત્રણે દેવતા થયા. રામ સે વર્ષ સુધી દીક્ષા પર્યાય પાળીને સ્વર્ગે ગયા. ત્યાં ઉત્પન્ન થતાંજ અવધિજ્ઞાનવડે જેવાથી ત્રીજા નરકમાં રહેલા કૃષ્ણને તેમણે દીઠા, તેથી ભ્રાતૃસનેહથી મોહિત એવા બળરામ દેવ ઉત્તરવૈક્રિય શરીર કરી કૃષ્ણની પાસે આવ્યા, અને કૃષ્ણને આલિંગન કરીને બેલ્યા કે હે ભાઈ! હું તમારા ભાઈ રામ છું, અને તમારી રક્ષા કરવા માટે બ્રહ્મદેવકથી અહીં આ છું, માટે કહે, તમારી પ્રીતિને માટે હું શું કરું?” આ પ્રમાણે કહીને તેણે કરવડે કૃષ્ણને ઉપાડયા, એટલે તે પારાની જેમ વિશીર્ણ થઈ થઈને પૃથ્વી પર પડયા અને પાછા મળી ગયા. પછી કૃષ્ણ પ્રથમ આલિંગનથી જ જાણેલા અને પછી પિતાનું નામ કહેવાથી ને ઉદ્ધાર કરવાથી બરાબર એાળખેલા એવા રામને ઉઠીને સંભ્રમથી નમસ્કાર કર્યો. બળરામ બોલ્યા કે “હે ભ્રાતા! શ્રી નેમિનાથે પૂર્વે કહ્યું હતું કે વિષયસુખ અને દુઃખનેજ આપનાર છે, તે તમારા સંબંધમાં હમણું પ્રત્યક્ષ થયું છે. હે હરિ! કર્મથી નિયંત્રિત થયેલા એવા તમને સ્વર્ગમાં લઈ જવાને તે હું સમર્થ નથી, તેથી તમારા મનની પ્રીતિને માટે હું તમારી પાસે રહેવા ઈચ્છું છું.' કૃણે કહ્યું કે “હે ભ્રાતા ! તમારા અહીં રહેવાથી પણ મને શું લાભ થવાને છે? કેમકે તમે છતાં મારે તે નરકનું આયુષ્ય જેટલું બાંધ્યું છે તેટલું ભેગવવું જ પડશે, માટે આપને અહીં રહેવાની જરૂર નથી. મને નરકમાં ઉપજવાની પીડા કરતાં મારી આવી અવસ્થા જોઈને શત્રુઓને હર્ષ અને સહદને ગ્લાનિ થઈ છે તેજ વધારે દુખ આપે છે; માટે હે ભાઈ! તમે ભરતક્ષેત્રમાં જાઓ અને ત્યાં ચક્ર, શા ધનુષ્ય, શંખ અને ગદાને ધરનાર, પીતાંબર ધારણ કરનાર અને ગરૂડના ચિન્હવાળા મને વિમાનમાં બેઠેલા બતાવે, અને મારી સાથે જ નીલાંબરને ધરનારા, તાલ વૃક્ષના ચિન્હવાળા અને હળ તથા મુશળને હથિયાર તરીકે રાખનારા એવા તમને પણ સ્થાને સ્થાને બતાવો, જેથી “અદ્યાપિ પણ રામ કૃષ્ણ અવિનશ્વરપણે વેચ્છાએ વિહાર કરતા સતા વિદ્યમાન છે” એવી લોકમાં ઘાષણ ફેલાય, અને પૂર્વે થયેલા આપણુ તિરસ્કારને બાધ થાય.” આ પ્રમાણેનાં કૃષ્ણનાં કથનને સ્વીકારીને રામે ભરતક્ષેત્રમાં આવી તેના કહ્યા પ્રમાણેનાં બંને રૂપ સર્વ ઠેકાણે બતાવ્યાં અને ઊંચે સ્વરે C - 53 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy