SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧૦ મો] દ્રોપદીનું પ્રત્યાહરણ-ગજસુકમાળ વિગેરેનું ચરિત્ર [ ૩૯૯ પૂછ્યું કે, “આ બે વધોની શી ગતિ થશે?” ત્યારે પ્રભુ બોલ્યા કે, “ધવંતરિ વૈદ્ય સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં જશે, અને જે વૈતરણ વૈદ્ય છે તે વિંધ્યાચલમાં એક યુવાન યુથપતિ વાનર થશે. તે વનમાં કોઈ સાર્થની સાથે સાધુઓ આવશે. તેમાંથી એક મુનિના ચરણુમાં કાંટે વાગશે, જેથી ચાલવાને અશક્ત થશે. તેની સાથે બીજા મુનિએ પણ ત્યાં અટકીને ઊભા રહેશે, એટલે તેઓને તે મુનિ કહેશે કે “તમે મને અહિં મૂકીને જાએ, નહીં તે સાર્થકષ્ટ થવાથી સર્વ મૃત્યુ પામશે.” પછી તેના ચરણમાંથી કંટક કાઢવાને અસમર્થ અને જેમનાં હૃદય દીન થયેલાં છે એવા તે મુનિને એક છાયાદાર સ્થંડિલ (જમીન) ઉપર મૂકી ખેદયુક્ત ચિત્તે સાથે સાથે જશે. એવામાં પેલે યુથપતિ વાનર અનેક વાનરે સાથે ત્યાં આવશે. એટલે તે મુનિને જોઈને આગળ ચાલનારા વાનરે કિલકિલારવ કરી મૂકશે. તે નાદથી રેષ પામીને યુથપતિ વાનર આગળ આવશે. ત્યાં તે મુનિને જોઈને તે વિચાર કરશે કે “આવા મુનિને પૂર્વે મેં કઈવાર જોયેલા છે.” એમ ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન થશે, તેથી તે પોતાના પૂર્વ ભવના વૈદ્યપણને સંભારશે. પછી પ્રાપ્ત થયેલા વૈદ્યકજ્ઞાનથી પર્વત ઉપરથી તે વાનર વિશલ્યા અને રેહિ નામે બે ઔષધિઓ લાવશે. તેમાંથી વિશલ્ય ઔષધિને દાંતવતી પીષીને મુનિના ચરણ ઉપર મૂકશે, તેથી તેમને ચરણ શલ્યરહિત થશે, પછી રહિણી ઔષધિ મૂકવાથી તત્કાળ રૂઝાઈ જશે. પછી “હું પૂર્વે દ્વારકામાં વૈતરણી નામે વૈદ્ય હતો ” એવા અક્ષર લખીને તે મુનિને બતાવશે. એટલે મુનિ તેનું ચરિત્ર સંભારીને તેને ધર્મ કહેશે, તેથી તે કપિ ત્રણ દિવસનું અનશન કરી સહસ્ત્રાર નામના આઠમાં દેવલેકમાં જશે. ત્યાં ઉપજતાંજ અવધિજ્ઞાનવડે તે પિતાના કાત્સગ વાનરશરીરને જશે, અને તેની પાસે બેસીને નવકારમંત્ર સંભળાવતા મુનિને દેખશે, એટલે મુનિ ઉપર અતિ ભક્તિવાળો તે દેવતા ત્યાં આવી તે મુનિને નમીને કહેશે કે, “હે સ્વામિન ! તમારા પ્રસાદથી મને આવી દેવસંબંધી મહાકદ્ધિ પ્રાપ્ત થઈ છે. પછી તે મુનિને સાર્થની સાથે ગયેલા બીજા મુનિઓની સાથે મેળવી દેશે. એટલે તે મુનિ તે કપિની કથા બીજા સાધુઓને કહેશે.” ભગવંતે કહેલ આ પ્રમાણેનું કથન સાંભળી ધર્મપર શ્રદ્ધા રાખતા હરિ પ્રભુને નમીને સ્વસ્થાને ગયા. પ્રભુએ પણ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. અન્યદા વર્ષાઋતુના આરંભમાં મેઘની જેમ જગતને તૃપ્ત કરનારા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારકા સમીપે આવીને સમવસર્યા. કૃષ્ણ ભગવંત પાસે આવી સેવા કરતા સતા પ્રભુને પૂછ્યું, “હે નાથ! તમે અને બીજા સાધુઓ વર્ષાઋતુમાં કેમ વિહાર કરતા નથી?” પ્રભુ બેલ્યાવર્ષાઋતુમાં બધી પૃથ્વી વિવિધ જંતુઓથી વ્યાપ્ત થાય છે, તેથી જીવને અભય આપનારા સાધુઓ તે સમયમાં વિહાર કરતા નથી. કૃણે કહ્યું કે, “ત્યારે હું પણ પરિવાર સહિત વારંવાર ગમનાગમન કરીશ તો તેથી ઘણા જીવને ક્ષય થશે, માટે હું પણ વર્ષાકાળમાં રાજમંદિરની બહાર નીકળીશ નહીં.” આ અભિગ્રહ લઈને કૃષ્ણ ત્યાંથી જઈ પિતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy