________________
૩૭૬]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર મુનિસુવ્રત પ્રભુ થયાં છે, તેઓ વિવાહ કરી પુત્ર ઉત્પન્ન થયા પછી તીર્થકર થયા હતા. તે સિવાય જિનશાસનમાં બીજા ઘણું મહાત્માઓ વિવાહ કર્યા પછી મુક્ત થયેલા અને થવાના સંભળાય છે, તે પણ તમે જાણે છે, છતાં તમે કઈ નવીન મુમુક્ષુ થયેલા છે કે જે મુક્તજનને માર્ગ છેડી જન્મથીજ આપરા મુખ રહે છે. પછી સત્યભામા પ્રણયકેપ કરીને બેલી કે “હે સખિ! તું શા માટે એને સામવચને કહે છે? એ સામવચનથી સાથ નથી. પિતાએ, જયેષ્ઠ ભ્રાતાએ અને બીજાઓએ પણ વિવાહ માટે પ્રાર્થના કરી, તે પણ તેમણે તેઓનું પણ માન રાખ્યું નથી, માટે આપણે બધી એકત્ર થઈ તેને અહીં રોકી રાખે. જે તે આપણું વચન માને તે તેને છેડવા, નહીં તો છેડવાજ નહીં.” પછી લક્ષમણ વિગેરે બીજી સ્ત્રીઓ બેલી-“બહેન! એમ ન થાય, એ આપણું દિયર છે, તેથી આપણે આરાધવા
ગ્ય છે, માટે એમને કેપ કરીને તમારે કાંઈ કહેવું નહીં, તેમને તે ગમે તે રીતે પ્રસન્ન કરવા એજ ઉપાય છે. તેઓએ એમ કહ્યું એટલે પછી રૂફમિણી વિગેરે કૃષ્ણની સર્વ ીઓ વિવાહને માટે આગ્રહપૂર્વક પ્રાર્થના કરતી સતી નેમિકુમારના ચરણમાં પડી. આવી રીતે સ્ત્રીઓ પ્રાર્થના કરતી હતી તે જોઈ કૃષ્ણ પણ સમીપ આવી વિવાહ માટે નેમિકુમારને પ્રાર્થના કરવા લાગ્યા. તે વખતે બીજા યાદ પણ ત્યાં આવીને બેલ્યા કે “હે કુમાર! આ ભાઈનું વચન માને અને શિવાદેવી, સમુદ્રવિજય અને બીજા સ્વજનેને પણ આનંદ આપો.'
જ્યારે આ પ્રમાણે બધા મળીને આગ્રહથી તેમને દબાણ કરવા લાગ્યા એટલે નેમિનાથ વિચારવા લાગ્યા કે “અહો! આ સર્વેની કેવી અજ્ઞાનતા છે? આ સમયે મારી દાક્ષિણ્યતાને પણ ધિક્કાર છે! કેવળ આ લેકે પિતેજ સંસાર સમુદ્રમાં પડતા નથી, પણ તેઓ નેહશિલા બાંધીને બીજાઓને પણ સંસાર સમુદ્રમાં પાડે છે, માટે હમણાં તે આ સર્વનું વચન માત્ર વાણીથી માની લેવું. પછી જ્યારે સમય આવે ત્યારે તે અવશ્ય આત્મહિતજ કરવું. પૂર્વે શ્રી કષભદેવ પ્રભુએ જે વિવાહ કર્યો હતો તે માત્ર પિતાનાં તેવાં ભાગ્યકર્મને લીધેજ, કારણ કે કર્મની ગતિ વિચિત્ર છે. આ પ્રમાણે વિચાર કરીને શ્રી નેમિએ તે સર્વનું વચન સ્વીકાર્યું, તે સાંભળી સમુદ્રવિજય વિગેરે સર્વે ઘણે હર્ષ પામ્યા.
પછી કૃષ્ણ ગ્રીષ્મઋતુને ત્યાંજ નિર્ગમન કરીને પરિવાર સાથે નેમિને યોગ્ય કન્યા જેવાને ઉત્સુક થઈ દ્વારકામાં આવ્યા. ત્યાં સત્યભામાએ કહ્યું કે “હે નાથ! મારી રામતી નામે એક નાની બહેન છે, તે અરિષ્ટનેમિને બરાબર યોગ્ય છે. તે સાંભળી કૃષ્ણ બેલ્યા–“હે સત્યભામા! તમે ખરેખર મારા હિતકારી છે, કારણ કે નેમિનાથને ગ્ય સ્ત્રીની ચિંતારૂપે સાગરમાંથી તમે મારો ઉદ્ધાર કર્યો છે. પછી કૃષ્ણ પોતેજ તત્કાળ ઉગ્રસેનને ઘેર ગયા. માર્ગમાં યાદવેએ અને નગરજનેએ સંભ્રમથી તેમને જતા જોયા. ઉગ્રસેને અર્થપાઈ વિગેરેથી કૃષ્ણને સત્કાર કરી સિંહાસન પર બેસાડીને આગમનનું કારણ પૂછ્યું. કૃષ્ણ બોલ્યા-”હે રાજન! તમારે
૧ મીઠે વચને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org