SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ ૫૧ ૮ સુ' કરી. તેમાંથી સેાળ હજાર કન્યા કૃષ્ણ પરણ્યા, આઠ હજાર કન્યા બળરામ પરણ્યા અને આ હજાર કન્યાએ તેમના કુમારે પરણ્યા. પછી કૃષ્ણ, રામ અને ખીજા કુમારા ક્રીડાઘાન તથા ક્રીડાપવ ત વિગેરેમાં રમ્ય રમણીઓથી વીંટાઈને સ્વચ્છંદે વિહાર કરવા લાગ્યા.. એક વખતે તેઓને ક્રીડા કરતાોઈ શ્રી નેમિનાથ પ્રત્યે રાજા સમુદ્રવિજય અને શિવા દેવી પ્રેમભરેલી વાણીવડે કહેવા લાગ્યાં કે ‘હે પુત્ર! તમને જોતાં અમેાને સદા નેત્રોત્સવ થાય છે, તેને કાઈ ચાગ્ય વધૂનું પાણિગ્રહણ કરીને વૃદ્ધિ પમાડા.' આવાં માતાપિતાનાં વચન સાંભળીને જન્મથીજ સસારપર વિરક્ત અને ત્રણ જ્ઞાનને ધરનાર શ્રી નેમિપ્રભુ મેલ્યા“ પિતાજી ! હું કાઈ ઠેકાણે ચેાગ્ય સ્ત્રી જોતા નથી, કારણ કે આ સ્રીએ તે નિરંતર દુઃખમાં પાડનારીજ થાય છે, તેથી મારે એવી સ્ત્રીની જરૂર નથી. જ્યારે મને અનુપમ સ્ત્રી મળશે ત્યારે પાણિગ્રહણ કરીશ.” આ પ્રમાણે શ્રી નેમીશ્વરકુમારે ગભીર વાણીથી પેાતાનાં સરલ પ્રકૃતિવાળાં માતાપિતાને વિવાહના ઉપક્રમ સ`બ'ધી આગ્રહથી નિવાર્યાં. ઉગ્રસેન રાજાની રાણી ધારિણીને ચેાગ્ય સમયે રાજીમતી નામે એક પુત્રી થઈ, તે અદ્વૈત રૂપ લાવણ્ય સહિત અનુક્રમે વૃદ્ધિ પામવા લાગી. અહીં દ્વારકામાં ધનસેન નામે એક ગૃહસ્થ રહેતા હતા. તેણે ઉગ્રસેનના પુત્ર નભસેનને પેાતાની કમલામેલા નામની પુત્રી આપી. એક વખતે નારદ ફરતા ફરતા નલ:સેનને ઘેર આવ્યા. તે વખતે નભસેનનુ` ચિત્ત વિવાહકાય માં વ્યગ્ર હતું, તેથી તેણે નારદની પૂજા કરી નહી; તેથી ક્રોધ પામીને નારદ તેને અનર્થ કરવાને માટે રામના પુત્ર નિષષના પુત્ર સાગરચંદ્ર કે જે શાંખ વિગેરેને અતિ પ્રિય હતા, તેની પાસે આવ્યા. નારદને આવતા જોઈ તેણે સામા ઊભા થઈ સત્કાર કરીને પૂછ્યું કે-‘દેવર્ષ ! તમે સČત્ર ભમ્યા કરી છે!, તે કાંઈ પણ આશ્ચય' કોઈ સ્થાનકે જોયું હોય તે કહા; કેમકે તમે આશ્ચય જોવામાંજ પ્રીતિવાળા છે.' નારદ એલ્યા‘ આ જગતમાં આશ્ચર્ય રૂપ ક્રમલામેલા નામે એક ધનસેનની કન્યા મારા જોવામાં આવી છે, પણ તેણે તે કન્યા હમણાંજ નભઃસેનને આપી દીધી છે.' આ પ્રમાણે કહી નારદ ઉડીને બીજે ચાલ્યા ગયા, પરંતુ તે સાંભળીને સાગરચંદ્ર તેમાં રક્ત થઈ ગયા, તેથી પીત્તથી ઉન્મત્ત થયેલા જેમ બધે સુવણુ જુએ તેમ તે સાગરચંદ્ર તેનું જ ધ્યાન ધરી તેનેજ જોવા લાગ્યા. પછી નારદ ક્રમલામેલાને ઘેર ગયા. તે રાજકુમારીએ આશ્ચય પૂછ્યું;, એટલે ફૂટ બુદ્ધિવાળા નારદે કહ્યું કે ‘ આ જગતમાં એ આશ્ચય જોયાં છે, એક તેા રૂપ સપત્તિમાં શ્રેષ્ઠ કુમાર સાગરચંદ્ર અને ખીજો કુરૂપીમાં શ્રેષ્ઠ કુમાર નભઃસેન.' આ પ્રમાણે સાંભળી કમલામેલા નભસેનને છેડી સાગરચંદ્રમાં આસક્ત થઈ. પછી નારદે સાગરચદ્ર પાસે જઇને તેને રાગ જણાત્મ્ય, સાગરચંદ્ર ક્રમલામેલાના વિરહરૂપ સાગરમાં પડી ગયા છે એમ જાણી તેની માતા અને બીજા કુમાર પણ વિધુર થઈ ગયા. તેવામાં શાંખ ત્યાં આન્યા. તેણે એવી રીતે સાગરચદ્રને બેઠેલા જોઈ પછવાડે જઈને તેની આંખાને એ હાથવડે ઢાંકી દીધી. સાગર એક્ષ્ચા કે-‘શુ' અહી' કમલામેલા આવી છે?” ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy