________________
૩૪૬ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું કે સ્ત્રીરત્નને વારંવાર પ્રસવ થતું નથી. પ્રધુને કહ્યું “ત્યારે તમારી બધી સપત્નીઓમાં તમને કઈ સપત્ની પ્રિય છે તે કહે, જેથી હું તેને તે પુત્ર થાય તેમ કરૂં.' રૂફમિણી બેલી “વત્સ! જ્યારે હું તારા વિયેગથી દુઃખી હતી, તે વખતે મારી સપત્ની જાંબવતી મારી સમાન દુઃખી થઈને મારા દુઃખમાં ભાગ લેનારી થઈ હતી, તેથી તેને તારા જે પુત્ર થાઓ.” એમ કહી પ્રદ્યુમ્નની આજ્ઞાથી રૂકુમિણીએ જાંબવતીને બોલાવી, એટલે પ્રદ્યુમ્ન વિદ્યાથી તેનું રૂપ સત્યભામાના જેવું કરી દીધું. પછી રૂકમિણીએ તેને સમજાવીને હરિના મંદિરમાં મોકલી. સાયંકાળે કૃષ્ણ આવી તેને હાર આપીને ભેગવી. તે વખતે જ મહાશુક્ર દેવકમાંથી ચ્યવીને કૈટભને જીવ સિંહના સ્વપ્નથી સૂચિત થઈ જાંબવતીના ઉદરમાં ઉત્પન્ન થ. જાંબવતી હર્ષ પામીને પિતાને સ્થાનકે ગઈ એટલામાં ખરી સત્યભામાં પિતાને વારા લેવાને માટે કૃષ્ણના મંદિરમાં આવી. તેને જોઈને કૃષ્ણ ચિંતવ્યું કે “અહો ! સ્ત્રીઓને કેવી ભેગની અતૃપ્તિ હોય છે ! આ સત્યભામા હમણાંજ અહીંથી ગઈ હતી અને પાછી સત્વરે અહીં આવી છે. અથવા શું કોઈ બીજી સ્ત્રીએ સત્યભામાનું રૂપ લઈ ને મને છળ્યો હશે? માટે તે તે જે બન્યું હોય તે ખરૂં, પણ આ સ્ત્રીને વિલખી ન કરવી.” એમ વિચારી કૃષ્ણ તેની સાથે ક્રીડા કરી. આ ખબર પ્રદ્યુમ્નને પડી એટલે તેણે કૃષ્ણની કીડાને જ વખતે વિશ્વને #ભ કરે તેવી કૃષ્ણની ભેરી વગાડી, જેથી આ ભેરી કેણે વગાડી?” એમ ક્ષેમ પામીને કૃષ્ણ પૂછ્યું, એટલે સેવકજને કહ્યું કે રૂકમિણીના કુમાર પ્રદ્યુમ્ન વગાડી છે, એટલે કૃષ્ણ હાસ્ય કરી બેલ્યા, “જરૂર એણે જ હમણું સત્યભામાને છળી છે, કારણ કે શકયને પુત્ર દશ શકયના જેવો હોય છે. આ ભેરીના નાદથી કિંચિત ભયયુક્ત મારા સેવનથી સત્યભામાને ભીરૂ પુત્ર થશે, પરંતુ ભવિતવ્યતા અન્યથા થતી જ નથી.”
બીજે દિવસે પ્રાતઃકાળે કૃષ્ણ રૂફમિણને ઘેર ગયા, ત્યાં જાંબવતીને પેલા દિવ્ય હારથી ભૂષિત જોઈ કૃણ અનિમેષ નેત્રે તેની સામું જોવા લાગ્યા. એટલે જાંબવતી બેલી “સ્વામિન'! શું જુએ છે? હું તે જ તમારી પત્ની છું. હરિ બોલ્યા “દેવી ! આ દિવ્ય હાર ક્યાંથી? જાંબવતી બોલી “તમારા પ્રસાદથી, આપે જ આપે છે, તે શું તમારા કાર્યને તમે ભૂલી ગયા?” તે જ વખતે જાંબવતીએ પિતાને આવેલા સિંહના સ્વપ્નની વાત જણાવી, એટલે કૃષ્ણ બેલ્યા, “દેવી તમારે પ્રદ્યુમ્ન જે પુત્ર થશે.” આ પ્રમાણે કહીને કૃષ્ણ સ્વસ્થાને ગયા.
સમય આવતાં સિંહણની જેમ જાંબવતીએ શાંબ નામના અતુલ્ય પરાક્રમી પુત્રને જન્મ આ. શાબની સાથે જ સારથિને દારૂક અને સુબુદ્ધિ મંત્રીને જયસેન નામે પુત્ર થયા. સત્યભામાને એક ભાવુક નામે પુત્ર હતું અને બીજે ગર્ભાધાનને અનુસાર ભીરૂ નામે પુત્ર થયે. બીજી પણ કૃષ્ણની સ્ત્રીઓને હાથીનાં બચ્ચાંની જેવાં ઘણા પરાક્રમી પુત્રો થયા. શાંબ મંત્રી અને સારથિના પુત્રોની સાથે અનુક્રમે મોટે થયે, અને બુદ્ધિવંત હોવાથી તેણે લીલામાત્રમાં બધી કળાઓ ગ્રહણ કરી.
અન્યદા રૂકમિણીએ પોતાના ભાઈ રૂમિની વેદશી નામની પુત્રીને પોતાના પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org