________________
સગ ૬ છે ? શમ કૃષ્ણ પાંડવાદિનો વિવાહ
[૩ર૭ વિચાર કરી કહ્યું કે “તારે પણ શુભ પુત્ર થશે.” દેવગે સત્યભામાને ગર્ભ રહ્યો, તેથી તેનું ઉદર વૃદ્ધિ પામ્યું. રૂમિણીના ઉદરમાં ઉત્તમ ગર્ભ હતું, તેથી તેનું ઉદર જેવું હતું તેવું જ રહ્યું. ગૂઢ રીતે ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્ય; તેથી એક દિવસ સત્યભામાએ કૃષ્ણને કહ્યું કે “આ તમારી પત્ની રૂકૃમિણીએ તમને પેટે ગર્ભ કહ્યો છે, કારણ કે અમારાં બંનેના ઉદર જુએ.” તે વખતે એક દાસીએ આવીને વધામણી આપી કે “રૂફણિ દેવીએ સુવર્ણ જેવી કાંતિવાળા મહાત્મા પુત્રને જન્મ આપે છે.” તે સાંભળી સત્યભામા વિલખી અને ક્રોધવિહવળ થઈ ગઈ. ત્યાંથી ઘેર આવતાં તેણે પણ ભાનુક નામના પુત્રને જન્મ આપે.
કૃષ્ણ પુત્રજન્મની વધામણીથી હર્ષ પામી રૂકુમિણીના મંદિરમાં ગયા, અને બહાર સિંહાસન પર બેસી પુત્રને મંગાવી જે પુત્રની કાંતિથી સર્વ દિશાઓને ઉદ્યોતવાળી થયેલી જોઈને તેનું પ્રદ્યુમ્ન એવું નામ પાડયું અને કૃષ્ણ તેને હલાવવાને માટે ક્ષણવાર ત્યાં બેઠા. તે વખતે પૂર્વ ભવના વૈરથી ધૂમકેતુ નામે એક દેવ રૂફણિીનો વેષ લઈ કૃષ્ણ પાસે આવ્યો અને કૃષ્ણ પાસેથી બાળકને લઈને વતાઢયગિરિ ઉપર ચલે ગયે. ત્યાં ભૂત રમણ ઉદ્યાનમાં જઈ ટેકશિલા ઉપર બેસી વિચાર કરવા લાગ્યું કે “આ બાળકને અહીં અફળાવીને મારી નાખું? પણ ના, તેથી તે તે બહુ દુઃખી થશે, માટે આ શિલા ઉપર મૂકીને ચાલ્યા જાઉં કે જેથી અહીં નિરાધાર અને સુધાતુર એવે એ એકંદ કરતે કરતે મરી જશે.’ આવે વિચાર કરી તેને ત્યાં છેડી દઈને ચાલ્યા ગયે. તે બાળક ચરમદેહી' હતું અને નિરૂપક્રમ કવિતવાળો હતું તેથી શિલા પરથી ઘણાં પાંદડાવાળા પ્રદેશમાં તે નિરાધાધપણે પડી ગયે. કાળસંવર નામે કઈ બેચર વિમાનમાં બેસીને અગ્નિજવાલ નગરથી પિતાને નગરે જ હતો, તેનું વિમાન ત્યાં ખલિત થઈ ગયું. ખેચરપતિએ વિમાન ખલિત થવાનો હેતુ વિચારતાં નીચે જોયું તે ત્યાં તે તેજસ્વી બાળકને અવલોક્યો. એટલે “મારા વિમાનને ખલિત કરનાર આ કઈ મહાત્મા બાળક છે.” એવું જાણી તેને લઈને તેણે પિતાની કનકમાળા નામની રાણીને પુત્ર તરીકે અર્પણ કર્યો. પછી તેણે પોતાના મેઘકૂટ નગરમાં જઈને એવી વાર્તા ફેલાવી કે “મારી પત્ની ગૂઢગર્ભા હતી. તેણે હમણાં એક પુત્રને જન્મ આપે છે.” પછી તે કાળસંવર ખેચરે પુત્રનો જન્મોત્સવ કર્યો, અને તેના તેજથી દિશાઓમાં પ્રોત થત જેઈને શુભ દિવસે તેનું પ્રદ્યુમ્ન એવું જ નામ પાડયું.
અહીં રકૃમિણીએ કૃષ્ણની પાસે આવીને પૂછ્યું કે “તમારો પુત્ર કયાં છે?' કૃષ્ણ કહ્યું; તમે હમણાજ પુત્રને લઈ ગયા છે.' રૂકમિણી બોલી “અરે નાથ! શું મને છેતરવા માગે છો ? હું લઈ ગઈ નથી.” ત્યારે કૃષ્ણ જાણ્યું કે જરૂર મને કઈ છળી ગયું. પછી તરતજ પુત્રને શેધ કરાવ્યું, પણ કયાંથી પુત્રના ખબર મળ્યા નહીં, એટલે રૂકુમિણી મૂછ પામીને
૧ ચરમદેહી-છેલા શરીરવાળે, તેજ ભવમાં મોક્ષે જનાર. ૨ કોઈપણ પ્રકારનો ઉપક્રમ–ઉપઘાત ન લાગે એવું જીવિત--આયુષ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org