________________
[ ૩૨૫
સગ ૬ ઢો]
રામકૃષ્ણ પાંડવાદિને વિવાહ કન્યાને જોઈને હું તમને કહેવા માટેજ આવ્યો છું.” તે સાંભળી કૃષ્ણ તરતજ બળવાહન સહિત ગંગાકીનારે ગયા. ત્યાં સખીઓથી પરવરેલી અને ક્રીડા કરતી જાંબવતી તેમના જેવામાં આવી. “જેવી નારદે કહી હતી તેવીજ આ છે” એમ બોલતાં હરિએ તેનું હરણ કર્યું, એટલે તત્કાળ માટે કોલાહળ થઈ રહ્યો. તે સાંભળી તેને પિતા જાંબવાન ક્રોધ કરતે ખગ લઈને ત્યાં આવ્યું. તેને અનાધણિએ જીતી લીધા અને કૃષ્ણની પાસે લાવીને મૂક્યો. જાંબવાને પિતાની પુત્રી જાંબવતી કૃષ્ણને આપી અને પોતે અપમાન થવાથી વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી. જાંબવાનના પુત્ર વિશ્વસેનની સાથે જાંબવતીને લઈ કૃષ્ણ દ્વારકામાં આવ્યા, ત્યાં કૃષ્ણ રૂફણિીના મહેલની પાસે જાંબવતીને પણ મહેલ આપે, અને તેને યોગ્ય બીજું પણ આપ્યું. તેને રૂમિણીની સાથે સખીપણું થયું.
એક વખતે સિંહલપતિ શ્લોમાની પાસે જઈને પાછા ફરેલા તે કૃષ્ણ પાસે આવીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામિન્ ! ક્ષણોમાં રાજા તમારો હુકમ માનતા નથી. તેને લક્ષ્મણે નામે એક કન્યા છે, તે લક્ષણેથી તમારેજ લાયક છે. તે કૂમસેન સેનાપતિના રક્ષણ નીચે હમણાં સમુદ્રમાં સ્નાન કરવાને આવી છે. ત્યાં સાત દિવસ સુધી રહીને તે સ્નાન કરશે.” આ પ્રમાણે સાંભળી કૃષ્ણ રામની સાથે ત્યાં ગયા, અને તે સેનાપતિને મારીને લક્ષમણુને લઈ આવ્યા. પછી લક્ષમણાને પરણી જાંબવતીના મહેલ પાસેજ તેને એક રત્નમય મંદિર રહેવા આપ્યું અને બીજે પરિવાર આપે.
આયુઅરી નામની નગરીમાં સૌરાષ્ટ્ર દેશને રાજા રાષ્ટ્રવર્ધન રાજ્ય કરતે હતે. તેને વિજયા નામે રાણી હતી. તેમને નમુચિ નામે એક મહાબળવાન યુવરાજ પુત્ર હતું, અને સુસીમા નામે રૂપસંપત્તિની સીમારૂપ પુત્રી હતી. નમુચિએ અસ્ત્રવિદ્યા સિદ્ધ કરી હતી તેથી તે કૃષ્ણની આજ્ઞા માનતે નહે. એક વખતે તે સુસીમા સાથે પ્રભાસ તીર્થમાં સનાન કરવાને ગયે. ત્યાં છાવણી નાખીને પડેલા નમુચિને જાણીને કૃષ્ણ રામની સાથે ત્યાં ગયા, અને તેને સેના સહિત મારી અસીમાને લઈ આવ્યા. પછી તેને વિધિથી પરણી લક્ષમણાના મંદિર પાસે મંદિર આપીને તેમાં રાખી અને તેને મોટી સામગ્રી આપી. રાજા રાષ્ટ્રવર્ધને સુસીમાને માટે દાસીએ વિગેરે પરિવાર અને કૃષ્ણને માટે હાથી વિગેરે વિવાહને દાયજો મોકલ્યો. પછી મરૂ દેશના વીતભય રાજાની ગૌરી નામની કન્યાને કૃષ્ણ પરણ્યા, અને તેને સુસમાના મંદિર પાસે એક મંદિરમાં રાખી. એક વખતે હિરણ્યનાભ રાજાની પુત્રી પદ્માવતીના સ્વયંવરમાં કૃષ્ણ રામને લઈને અરિષ્ટપુરે ગયા. ત્યાં રોહિણીના સહેદર હિરણ્યનાભે પિતાના ભાણેજ જાણીને બંનેની વિધિ સહિત હર્ષથી પૂજા કરી. તે હિરણ્યનાભ રાજાને રેવત નામે એક જયેષ્ઠ બંધુ હતું, તે નમિ ભગવાનના તીર્થમાં પિતાના પિતા સાથે દીક્ષા લઈને ચાલી નીકળ્યો હતે. તેને રેવતી, રામ, સીતા અને બંધુમતી નામે પુત્રીઓ હતી, તે પૂર્વે રાહિણીના પુત્ર રામને
૧ બ૯ભદ્રની માતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org