SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પવ ૮ મું કરડે છે” આવી રીતે નળરાજા કહે છે તેવામાં તેના શરીરમાં વિષ પ્રસરવા લાગ્યું, અને તેથી તેનું બધું શરીર અધિન્ય કરેલા (પણએ ચઢાવેલા) ધનુષ્યની જેવું કુબડું થઈ ગયું. તે વખતે નળરાજાના કેશ પ્રેતની જેમ પીળા થઈ ગયા, ઊંટની જેમ હેઠ લાંબા થયા અને વાંકની જેમ હાથ પગ દુબળા અને ઉદર સ્થૂળ થઈ ગયું. સર્ષના વિષથી ગ્રસ્ત થયેલે નળ ક્ષણવારમાં નટની જેમ સર્વ અંગે બીભત્સ અને વિકૃત આકૃતિવાળો થઈ ગયો, તેથી તેણે ચિંતવ્યું કે “આવા રૂપથી મારે જીવવું વૃથા છે, માટે પરલોકમાં ઉપકારી એવી દીક્ષાને ગ્રહણ કરૂં.' નળ આ પ્રમાણે ચિંતવતો હતો તેવામાં પેલા સર્વે સપનું રૂપ છોડી દઈને દિવ્ય અલંકાર અને વરને ધારણ કરનાર તેજસ્વી દેવરૂપે પ્રગટ કર્યું. પછી તે બે -“હે વત્સ ! તું ખેદ પામીશ નહીં', હું તારો પિતા નિષધ છું. મેં તને રાજ્ય આપીને દીક્ષા લીધી હતી, તે દીક્ષાના ફળથી હું બ્રહ્મદેવલેકમાં દેવતા થયો છું. ત્યાં અવધિજ્ઞાનવડે મેં તને આવી દશાને પ્રાપ્ત થયેલ છે. પછી માયાથી સર્ષરૂપે થઈ દુર્દશામાં પડેલા તારા અંગની મોટા ગુમડા ઉપર જેમ ફેલો થાય તેમ મેં એવી વિરૂપતા કરેલી છે, પણ મારી કરેલી આ વિરૂપતા કડવા ઔષધના પાનની જેમ તને ઉપકારને માટેજ છે એમ માનજે, કારણ કે તે પ્રથમ જે રાજાને જીતીને દાસ કરેલા છે, તે બધા તારા શત્રુ થયેલા છે, તેઓ આવા વિરૂ૫૫ણુથી તને ઓળખશે નહીં, એટલે તને કાંઈ પણ ઉપદ્રવ કરશે નહીં. વળી હમણાં દીક્ષા લેવાને મને રથ પણ કરીશ નહીં, કારણ કે અદ્યાપિ તારે તેટલી જ ભૂમિ ચિરકાળ ભેગવવાની છે. જ્યારે તારે દીક્ષાનો સમય આવશે ત્યારે ઉત્તમ મુહુર્ત કહેનાર જોતિષીની જેમ હું આવીને તને જણાવીશ, માટે હવે સ્વસ્થ થા. હે પુત્ર! આ શ્રીફળ અને રત્નને કરંડક ગ્રહણ કર, અને યતથી ક્ષાત્રવ્રતની જેમ તેની રક્ષા કરજે, જ્યારે તને તારા સ્વરૂપની ઈચ્છા થાય ત્યારે આ શ્રીફળ ફડજે, તેમાં તું અદૃષ્ય દેવદૂષ્ય વસ્ત્રો જોઈશ અને આ રતને કરંડક ઉઘાડીશ તે તેમાં મનહર હાર વિગેરે આભૂષણે જોઈશ. પછી જ્યારે એ વસ્ત્ર અને આભરણે તું ધારણ કરીશ ત્યારે તું તારા પ્રથમ પ્રમાણેના દેવાકૃતિતુલ્ય રૂપને પ્રાપ્ત થઈશ.” નળે પૂછયું-“પિતાજી! તમારી વધુ દવદં તીને જ્યાં મેં છેડી દીધી છે ત્યાં જ રહી છે કે બીજા સ્થાને ગઈ છે તે કહો.” પછી તે દેવે જે સ્થાને તજી હતી તે સ્થાનથી માંડીને દવદંતી વિદર્ભ દેશમાં પિતાના પિતાને ત્યાં ગઈ ત્યાંસુધી બધે વૃત્તાંત તેના સતીત્વપણની ખ્યાતિપૂર્વક કહી સંભળાવ્યો. પછી તેણે નળને કહ્યું “હે વત્સ! તું અરણ્યમાં શા માટે ભમે છે? તારી જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં હું તને પહોંચાડું' નળ કહ્યું-“હે દેવ! મને સુસુમાર નગરે પહોંચાડે. એટલે તે દેવ તેમ કરીને પિતાને સ્થાનકે ગયે. નળરાજા તે નગરની પાસે આવેલા નંદનવનમાં રહ્યો, ત્યાં એક સિદ્ધાયતન જેવું ચિત્ર તેના જોવામાં આવ્યું. તે ચૈત્યમાં કુન્જ થયેલા નળે પ્રવેશ કર્યો. તેની અંદર નમિનાથની પ્રતિમા ઈિ, એટલે તેણે પુલક્તિ અને તેને વંદના કરી. પછી નળ સુસુમાર નગરના દ્વાર પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy