SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી . સગ ૩ ] શ્રી વસુદેવ ચરિત્ર [૨૮૧ ચવીને પ્રસન્નચંદ્રનામે મિથિલાપુરીને રાજા થઈશ. ત્યાં ઓગણીશમા તીર્થંકર શ્રી મલ્લિનાથનાં દર્શનથી કેવળજ્ઞાન પામીને તું નિર્વાણપદને પ્રાપ્ત થઈશ.” હે ધર્મજ્ઞ બહેન! ત્યારથી મને શ્રી મલિલનાથ ઉપર અત્યંત ભક્તિ ઉત્પન થઈ છે, તેથી આ વસ્ત્ર ઉપર તેમનું બિંબ આલેખીને હું હંમેશાં તેને પૂછું છું.” આ પ્રમાણે પોતાને વૃત્તાંત જણાવીને પછી તે શ્રાવકે કહ્યું કે-“હે પવિત્ર દર્શનવાળા બહેન! હવે તમે કોણ છે? તે પણ આ તમારા ધર્મબંધુને જણાવશે. આવા તેના પ્રશ્નથી નેત્રમાં અશ્ર લાવીને ધનદેવ સાર્થવાહે દવદંતીને કહેલે પતિવિયોગ વિગેરેને બધે વૃત્તાંત એ ઉત્તમ શ્રાવકને કહી સંભળાવ્યું. તે સાંભળી શ્રાવકના નેત્રમાં પણ અશ્રુ આવી ગયાં, અને હાથ ઉપર હડપચી મૂકી તે વિચારમાં પડયો. દવદંતીનું દુઃખ તેના હૃદયમાં ન સમાતું હોય તેમ દુઃખથી વ્યાપ્ત થઈને તે બે કે-“હે બહેન! તમે શેક કરશે નહીં. આવા દુઃખનું કારણભૂત તમારૂં કમજ ઉદિત થયું છે, પરંતુ આ સાર્થવાહ તમારા પિતારૂપ છે અને હું બ્રાતા છું, માટે અહીં સુખે રહો.” પ્રાત:કાળે સાર્થવાહ અચલપુરે આવ્યા, ત્યાં વૈદભીને મૂકીને પછી તે બીજી તરફ ગયો. અહીં તૃષાતુર થયેલી વૈદભીએ તે નગરદ્વારની સમીપે રહેલી વાપિકામાં જળ પીવા માટે પ્રવેશ કર્યો. તે વખતે ત્યાં જળ ભરતી નગરસ્ત્રીઓને મૂર્તિમાન જળદેવતા જેવી તે દેખાવા લાગી. એવામાં જળના કાંઠા ઉપર તે ઊભી હતી તેવામાં ત્યાં ચંદનઘેએ આવીને તેના વામ ચરણને પકડશે, કેમકે “દુઃખી ઉપર સૌહદપણાની જેમ દુઃખજ આવીને પડે છે.” દવદંતીએ ત્રણવાર નવકાર મંત્રને પાઠ કર્યો એટલે તેના પ્રભાવથી ઇંદ્રજાળિક જેમ ગળામાં રાખેલી વસ્તુને છોડી દે તેમ ચંદનઘોએ તેને ચરણ છેડી દીધું. પછી તે વાવમાં હાથ, પગ અને સુખ જોઈ તેના સુંદર જળનું પાન કરી વિદભી હંસીની જેમ મંદ મંદ ગતિએ ચાલતી વાપિકાની બહાર નીકળી. પછી શીળરત્નના કરંડિયારૂપ દવદંતી ખેદયુક્ત ચિત્તે વાપિકાના કાંઠા ઉપર બેઠી અને દૃષ્ટિવડે નગરને પવિત્ર કરવા લાગી. એ નગરીમાં ગરૂડ જે પરાક્રમી ત્રસ્તુપણું નામે રાજા હતો. તેને ચંદ્રના જેવા ઉજજવળ યશવાળી ચંદ્રયશા નામે રાણી હતી. તે ચંદ્રયશાની દાસીએ માથે જળકુંભ લઈ પરસ્પર મશ્કરી કરતી એ વાપિકામાં પાણી ભરવાને આવી. તે દાસીઓએ દુર્દશાને પામેલી પણ દેવીના જેવી દવદંતીને જોઈ “પવિની કદિ કાદવમાં મગ્ન થઈ હોય તો પણ તે પશ્વિની જ છે.” વૈદભીના રૂપને જોઈને વિરમય પામેલી તેઓ તેણીની પ્રશંસા કરતી વાપિકામાં મંદ મંદ પડી અને પછી મંદ મંદ બહાર નીકળી. તેઓએ રાજમહેલમાં જઈને એ રમણીના રૂપની વાર્તા ધનના ભંડારની જેમ પોતાની સ્વામિની ચંદ્રયશા રાણીને કહી. રાણીએ દાસીઓને કહ્યું કે “તેને અહીં સત્વર તેડી લાવે; તે મારી પુત્રી ચંદ્રવતીની બહેન જેવી થશે.” તત્કાળ હાસીઓ તે વાપિકા ઉપર આવી, ત્યાં નગરાભિમુખ થયેલી લમીની જેવી દવદંતી ત્યાંજ C - 36. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy