SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ મગ ૩ જો ] શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર [ ૨૭૯ ** ** ઉપરથી ઉતર્યાં અને પેાતાના ચરણુથી તાપસપુરને પવિત્ર કર્યું. કરૂણાનિધિ અને અહં ધમ ના ઉપદેશક તે સૂરિએ ત્યાં ચૈત્યને નમસ્કાર કરીને નગરલેાકેામાં સમક્તિનું આરેાપણુ કર્યું. ધધ્યાનપરાયણ વૈજ્ઞભી મલિન વસ્ત્ર ધારણ કરી તે ગુહાગૃહમાં ભિક્ષુકીની જેમ સાત વર્ષ રહી. એક વખતે કાઈ પાંથે આવીને કહ્યુ કે હું દવદ'તિ! અમુક પ્રદેશમાં મે' તમારા પતિને જોયા છે.' તેનાં વચનામૃતનું પાન કરતાં દેવદંતીના અંગમાં રેશમાંચ પ્રગટ થઈ ગયા. “ પ્રેમનું લક્ષણુ એવુ' જ હાય છે.” ‘આવાં વચનથી મને આ કાણુ તૃપ્ત કરે છે?' એમ જાણવાને શબ્દવેધી ખાણની જેમ તે પાંથના શબ્દને અનુસારે તે ફ્રોડી ગઈ, પરંતુ દવદંતી ગુહામાંથી ખેંચવાના જામીનની જેમ તે પાંથ તેને ખહાર લાવીને કાઈક ઠેકાણે અંતર્ધાન થઈ ગયા. તેણીએ ચાતરફ જોયુ પણ કોઇ ઠેકાણે માણસ જોવામાં આવ્યું નહીં, અને પેાતાની ગુફ્ાના ત્યાગ થઈ ગયા (જડી નહી') તેથી તે ઉભયભ્રષ્ટ થઈ. “અહા! દૈવ દુબળનેાજ ઘાતક છે.” પછી તે મહારણ્યમાં પડી. ક્ષણમાં ચાલે છે, ક્ષણમાં ઊભી રહે છે, એસે છે, આળેાટે છે, વિલાપ કરે છે અને અશ્રાંત રૂદન કરે છે. આ પ્રમાણે વારવાર કરતી અને ‘હવે હું શું કરૂ? કયાં જાઉં ?' એમ વિચારતી વિચારવાન દવદંતી આદરપૂર્વક પેલી ગુહામાં જવા માટે પાછી ચાલી. ત્યાં મામાં એક રાક્ષસીએ તેને મેઢીને વાઘણુ દેખે તેમ દીઠી. તત્કાળ પેાતાના મુખરૂપ ગુહાને પ્રસારીને તે “ ખાઉ” ખાઉ” એમ કહેવા લાગી. તે વખતે વૈદલી ખેલી–“ અરે રાક્ષસી! જો મારા મનને વિષે પણ મારા પતિ નળ સિવાય બીજો કાઈ પુરૂષ ન હાય તા તે સતીત્વનાં પ્રભાવથી તું હતાશ થઈ જા. અષ્ટાદશ દોષરહિત સર્વજ્ઞ ભગવાનજ જો મારા ઇષ્ટદેવ હોય તે તું હતાશ થઈ જા. અઢાર પ્રકારના બ્રહ્મચર્યોંમાં તત્પર, વિરત અને દયાળુ સાધુએ જે મારા ગુરૂ હોય તે તું હતાશ થઈ જા. વળી અરે રાક્ષસી! જન્મથી માંડીને મારા હૃદયમાં વજ્રલેપની જેમ જો આર્હત્ ધમજ રહ્યો હાય તે। તું હતાશ થઈ જા.” આ પ્રમાણે તેનાં વચના સાંભળતાં જ તે રાક્ષસીએ તેને ભક્ષણ કરવાની ઈચ્છા છેડી દીધી. “ પતિવ્રતાએ પણ મહિષૅની જેમ અમેઘવચના હોય છે.” પછી ‘આ કાઈ સામાન્ય સ્ત્રી નથી, પણ પૂર્ણ પ્રભાવવાળી સ્ત્રી છે' એમ વિચારી તેને પ્રણામ કરીને સ્વપ્નમાં આવી હોય તેમ તે રાક્ષસી તત્કાળ અંતર્યાંન થઈ ગઈ. ત્યાંથી વઢતી આગળ ચાલી. ત્યાં રેતીનાજ તર`ગવાળી પર્વતમાંથી નીકળેલી એક નિર્જળ નદી તેના જોવામાં આવી. શૂન્ય ઉપવનની નીક જેવી નિળ નદીની પાસે આવીને તૃષાથી જેનું તાળુ સુકાઈ ગયું હતુ. એવી દવદતીએ આ પ્રમાણે કહ્યુ કે ‘જો મારૂ મન સમ્યગ્દર્શનથી અધિવાસિત હોય તો આ નદીમાં ગ’ગાની જેમ ઉત્કલ્રોલ જળ થઈ જાઓ.' આ પ્રમાણે કહી તેણીએ પગની પાનીથી ભૂતલપર પ્રહાર કર્યાં, એટલે તત્કાળ ઇંદ્રજાળની નદીની જેમ તે નદી સજળા થઈ ગઈ. પછી જાણે ક્ષીરસાગરની સિરામાંથી ઉત્પન્ન થયુ હોય તેવુ' સ્વાદિષ્ટ અને ક્ષીરના જેવુ' ઉજજવળ તેનુ' સ્વચ્છ જળ દવદંતીએ હાથિણીની જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy