SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬] શ્રી વસુદેવ ચરિત્ર [૫ ૮ મું તેથી હું અહીંથી પલાયન કરીને વ્રત ગ્રહણ કરૂં” “જે પરિણામ નિર્મળ આવતું હોય તે પલાયન કરવું પણ શ્રેષ્ઠ છે.” મનમાં આ વિચાર કરી કદંબે ત્યાંથી પલાયન કરીને વિરક્ત થઈ તત્કાળ વ્રત ગ્રહણ કર્યું, અને પ્રતિમાઓ ( કોત્સર્ગ ધ્યાને) રહ્યો. કદંબને વ્રતધારી જોઈને કહ્યું કે, “અહીં તો હું તમને જીતી ગ છું, પણ હવે બીજી પૃથ્વીમાં (મુનિપણમાં) આસક્ત થઈને તમે ક્ષમાને છોડશે નહીં, કેમકે તમે વિજયને ઈચ્છનારા છે.” મહાવ્રતધારી અને ધીર એવા તે કદંબ મુનિએ નળરાજાને કાંઈપણ ઉત્તર આપે નહીં, કેમકે નિઃસ્પૃહને રાજાનું પણ શું કામ છે?” આથી નળ કદંબમુનિની પ્રશંસા કરી, તેના સત્વથી પ્રસન્ન થઈને શિર કપાવ્યું, અને પુત્ર જયશક્તિને તેને રાજ્ય ઉપર બેસાડ્યો. પછી બધા રાજાઓએ મળી વસુદેવની જેમ સર્વ રાજાઓને જિતનાર નળરાજાને ભરતાધપતિપણાને અભિષેક કર્યો. ત્યાંથી કેશલદેશના અધિપતિ કેશલ નગરીમાં આવ્યા, ત્યાં ભક્તિકુશળ સર્વ રાજાઓએ આવી તેને ભેટ ધરી. બેચરની સ્ત્રીઓએ પણ જેનું બળ ગાયેલું છે એ નળરાજા દવતી સાથે ક્રીડા કરતો ચિરકાળ પૃથ્વી પર શાસન કરવા લાગ્યો. તેને અનુજ બંધુ કુબર કે જે કુળમાં અંગારા જેવો અને રાજયલુબ્ધ હતું, તે સત્પાત્રના છિદ્રને જેમ ડાકણ જુવે તેમ નળરાજાનાં છિદ્રને શોધવા લાગે. નળરાજા સદા ન્યાયવાન હતું તથાપિ તેને ધૂત રમવા ઉપર વિશેષ આસક્તિ હતી. “ચંદ્રમાં પણ કલંક છે. કેઈ ઠેકાણે રત નિષ્કલંક હતાજ નથી.હું આ નળ પાસેથી સર્વ પૃથ્વી ઘત રમીને જીતી લઉં” એવા નઠારા આશયથી તે કુબર હમેશાં પાસાથી નળને રમાડતો હતો. તેઓ બંને પાસબૂતથી બહુ કાળ રમ્યા, તેમાં ડમરૂક મણિની જેમ એક બીજાને વિજય થયા કરતા હતા. એક વખતે નળરાજા કે જે વ્રતકીડામાં બંધ મિક્ષ કરવામાં ચતુર હતું, તે પણ દૈવદેશથી કુબરને જીતવાને સમર્થ થઈ શક્યો નહીં. નળે પિતાનો પાસે જે અનુકૂલ પડે ધારેલે તે પણ વિપરીત પડવા લાગ્યું, અને કુબર વારંવાર તેની સોગઠીઓ મારવા લાગે. નળરાજા ધીમે ધીમે ગામડાં, કબૂટ અને ખેડુતી કસબા વિગેરે ધૃતમાં હારી ગયે; અને ગ્રીષ્મ કાળમાં જળવડે સરોવરની જેમ તે લક્ષમીવડે હીણ થવા લાગે. જ્યારે આટલી હાનિ થયા છતાં પણ નળે ઘતકીડા છોડી નહીં ત્યારે બધા લેકે ખેદ પામવા લાગ્યા અને કુબર પિતાની ઈચ્છા પૂરાવાથી ઘણે હર્ષ પામવા લાગ્યો. સર્વ લેક નળના અનુરાગી હતા, તેથી તેઓ હાહાકાર કરવા લાગ્યા. એ હાહાકાર સાંભળીને દવદંતી પણ ત્યાં આવી. તેણે નળને કહ્યું, “હે નાથ! હું તમને પ્રાર્થના કરી કહું છું કે મારી ઉપર પ્રસન્ન થાઓ અને ઘુતક્રીડા છોડી ઘો. એ પાસા તમારા વૈરીની જેમ દ્રોહ કરનારા છે. બુદ્ધિમાનને વેશ્યાગમનની જેમ ધૂત ક્રીડામાત્ર હેય છે પણ પિતાના આત્માને અંધકાર આપનારી તે ઘતકીડાનું તેઓ આમ અતિ સેવન કરતા નથી. આ રાજ્ય અનુજ બંધુ કુબેરને સ્વયમેવ આપી દેવું તે સારું છે, પણ “મેં તે તેની પાસેથી બળાત્કારે રાજ્યલક્ષ્મી લઈ લીધી છે એ એ અપવાદ બેલે તેમ કરશે નહીં. હે દેવ! જે આ પૃથ્વી સેંકડો યુદ્ધ કરીને મેળવેલી છે, તે એક તક્રીડામાં ફુટેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy