________________
૨૬૦]
શ્રી વસુદેવ ચરિત્ર
[ પર્વ ૮મું ગતિએ ચાલવા લાગી. જેનું મુખકમળ સુંદર છે એવી એ બાળા એક પુષ્પથી બીજા પુષ્પ પર ભ્રમરી જાય તેમ પોતાની સત્ન (એરિમાન) માતાઓના પણ એક હાથથી બીજા હાથ ઉપર સંચાર કરવા લાગી. અંગુઠે અને મધ્ય આંગળીની ચપટીના નાદથી તાળ આપતી અને મુખનાં વાજા વગાડતી ધાત્રીઓ તેને પગલે પગલે ફરીને રમાડતી હતી, ઝણઝણાટ કરતા નૂપુરવડે મંડિત એ બાળા અનુક્રમે ડગલાં ભરી ભરીને ચાલતી હતી અને મૂર્તિમાન લક્ષ્મી જેવી એ રાજપુત્રી ગૃહાંગણને શોભા આપતી રમતી હતી, તેમજ તેના પ્રભાવથી રાજાને સર્વ નિધિઓ પ્રત્યક્ષપણે પ્રાપ્ત થયા હતા.
જ્યારે તે કન્યાને આઠમું વર્ષ શરૂ થયું, ત્યારે રાજાએ કળા ગ્રહણ કરાવવાને માટે તેને એક ઉત્તમ કળાચાર્યને સંપી. તે ઉત્તમ બુદ્ધિવાન બાળાને ઉપાધ્યાય તો સાક્ષી માત્રજ થયા, બાકી દર્પણમાં પ્રતિબિંબની જેમ તેનામાં સર્વ કળા સ્વતઃ પ્રાપ્ત થઈ. એ બુદ્ધિમતી રાજકન્યા કર્મપ્રકૃત્યાદિકમાં એવી પંડિતા થઈ કે તેની આગળ કોઈ સ્યાદ્વાદને આક્ષેપ કરનાર થયે નહીં, પછી સરસ્વતીની જેમ કળાકલાપરૂપ સાગરના પારને પામનારી એ કન્યાને તેના ગુરૂ રાજા પાસે લઈ આવ્યા. ગુરૂની આજ્ઞાથી સદ્ગુણરૂપ ઉદ્યાનમાં એક નીક જેવી તે કન્યાએ પિતાનું સર્વ કળા કૌશલ્ય પિતાના પિતાને સારી રીતે બતાવ્યું. વળી તેણે તેના પિતાની આગળ પિતાનું મૃતાર્થનું પ્રાવીય એવું બતાવ્યું કે જેથી તે રાજા સભ્ય દર્શનના પ્રથમ ઉદાહરણરૂપ થ. રાજાએ એક લાખ ને એક હજાર સોનામહોર વડે પિતાની પુત્રીના કળાચાર્યની પૂજા કરીને તેમને વિદાય કર્યા. દવદંતીના પુણ્યના અતિશયથી નિર્વત્તિ નામની શાસનદેવીએ સાક્ષાત્ આવીને એક સુવર્ણની અહંત પ્રતિમા તેને અર્પણ કરી. પછી તે શાસનદેવી બોલ્યાં
હે વત્સ! આ ભાવી તીર્થકર શ્રી શાંતિનાથની પ્રતિમા છે. તારે તેની અહર્નિશ પૂજ કરવી.' આ પ્રમાણે કહીને દેવી અંતર્ધાન થયા. પછી દવદંતી પ્રફુલિત નેત્રે પ્રતિમાને વંદન કરીને પોતાના ગૃહમાં લઈ ગઈ
હવે સુંદર દાંતવાળી દવદંતી સમાન વયની સખીઓ સાથે ક્રીડા કરતી લાવણ્ય જળની પરબ જેવા પવિત્ર યૌવનને પ્રાપ્ત થઈ. રાજા અને રાણી દવદંતીને પૂર્ણ યૌવનવતી જોઈ તેને વિવાહત્સવ જેવાને ઉત્સુક થયાં, પણ તેના અનેક સદ્ગુણેને એવા વરની ચિંતાથી હદયમાં શલ્પાતુર એવાં તેઓ અતિ દુખિત દેખાવા લાગ્યાં. અનુક્રમે દવદંતી અઢાર વર્ષની થઈ પણ તેના પિતા તેને યેગ્ય કેઈ શ્રેષ્ઠ વરને મેળવી શક્યા નહીં. પછી તેણે વિચાર્યું કે અતિ પ્રઢ થયેલી વિચક્ષણ કન્યાને સ્વયંવર કરે તેજ યુક્ત છે, તેથી તેણે રાજાઓને આમંત્રણ કરવા માટે તેને આજ્ઞા કરી. તેના આમંત્રણથી અનેક રાજાઓ અને યુવાન રાજપુત્રો મોટી સમૃદ્ધિવડે પરસ્પર સ્પર્ધા કરતા ત્વરાથી ત્યાં આવ્યા.
આવેલા રાજાઓના એકઠા થયેલા ગજેથી કુંઠિનપુરની પ્રાંતબમિ વિંધ્યાદ્રિની તળાટીની મિ જેવી દેખાવા લાગી. કેશલપતિ નિષધ રાજા પણ નળ અને કુબર નામના અને કુમારોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org