SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૫૭ સર્ગ ૩ ] શ્રી વિશ્વષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર એક વખતે શાસનદેવી વીરમતીને ધર્મમાં સ્થિર કરવાને માટે અષ્ટાપદ ગિરિ ઉપર લઈ ગઈ “ધર્મિષ જનેને શા શા લાભ ન થાય? અર્થાત સર્વ લાભ થાય. ત્યાં સુરાસુરે પૂજેલી અહંતની પ્રતિમાને જોઈને વીરમતી આ જન્મમાં જ મુક્ત થઈ હોય તેવા આનંદને પ્રાપ્ત થઈ, અને તે અષ્ટાપદ ઉપર વીશે અરિહંતનાં બિંબને વાંદીને વિદ્યાધરીની જેમ પાછી પિતાને નગરે આવી. પછી એ મહાન તીર્થના અવલોકનથી ધર્મમાં સ્થિર બુદ્ધિ ધારણ કરીને તેણે પ્રત્યેક તીર્થકરને ઉદ્દેશીને વશ વીશ આચાર્મ્સ (બેલ) કર્યા, અને ભક્તિવાળી તે રમણીએ વીશે પ્રભુનાં રાજડિત સુવર્ણમય તિલકે કરાવ્યાં. અન્યદા તે વીરમતી પરિવાર સાથે અષ્ટાપદ ઉપર આવી. ત્યાં તેણે એવી તીર્થકરોનું સ્નાત્રપૂર્વક અર્ચન કર્યું અને પછી તે અહંતની પ્રતિમાઓનાં લલાટ ઉપર લક્ષમીરૂપ લતાનાં પુષ્પ હોય તેવાં પ્રથમ કરાવેલાં સુવર્ણનાં તિલકો સ્થાપન કર્યા (ચાડ્યા), તેમજ તે તીથે પધારેલ ચારણશ્રમણ વિગેરેને યથાયોગ્ય દાન આપી તેણે પૂર્વે કરેલી તપસ્યાને ઉજવી. (તેનું ઉજમણું કર્યું.) પછી જાણે કૃતાર્થ થઈ હોય તેમ ચિત્તમાં નૃત્ય કરતી બુદ્ધિમતી વીરમતી ત્યાંથી પોતાને નગરે આવી. તે દંપતી છે કે શરીર જુદાં હતાં તથાપિ એક મનથી ધર્મકર્મમાં ઉઘત થઈ તેમણે કેટલેક કાળ નિગમન કર્યો. અનુક્રમે આયુસ્થિતિ પૂર્ણ થયે સમાધિથી મરણ પામી તે વિવેકી દંપતી દેવલેકમાં દેવદંપતિ (દેવદેવી) તરીકે ઉત્પન્ન થયાં. મમ્મણ રાજાને જીવ દેવકમાંથી ઍવીને આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં બહલી નામના દેશમાં પિતનપુર નામના નગરને વિષે ઇમ્મિલ નામના આહેરની સ્ત્રી રેણુકાના ઉદરથી ધન્ય નામે પુત્રપણે ઉત્પન્ન થયે, તે ઘણા પુણ્યનું પાત્ર હતો. ત્યારપછી વીરમતી રાણીને જીવ દેવલેકમાંથી ચ્યવીને તે ધન્યની ધૂસરી નામે સ્ત્રી થયે. ધન્ય હંમેશાં અરણ્યમાં જઈને મહિલી (ભેંશે) ને ચારતો, કારણકે મહિષી ચારવી તે આહીર લેકેનું પ્રથમ કુલવત છે. અન્યદા પ્રવાસીઓને વૈરીરુપ વર્ષાઋતુ આવી. જે દુઃખે જવાય તેવા દિનથી દિવસે પણ અમાવાસ્યાની રાત્રીને બતાવતી હતી. ઉત્કટ વૃષ્ટિવડે જેણે આકાશને યંત્રધારાગૃહ જેવું કરી દીધું હતું, જેમાં ઉદ્યત થયેલા દેડકાઓના શબ્દોથી દર્દર જાતિના વાઘને ભાસ થતો હતો, જે લીલા ઘાસથી પૃથ્વીને કેશપાશવાળી હોય તેવી કરતી હતી, વૃષ્ટિથી થયેલી મેટી સેવાળવડે જેમાં બધી પૃથ્વી લપસણી થઈ ગઈ હતી, જેમાં સંચાર કરતા પાંથજનના ચરણ જાનુ સુધી કાદવવડે ભરાતા હતા, અને વિદ્યુતના વારંવારના આવર્તનથી અંતરીક્ષમાં ઉકાપાતને દેખાવ થતો હતો. આ પ્રમાણેની વર્ષાઋતુમાં મેઘ વરસતો હતો તેવે વખતે કાદવના સંપર્કથી હર્ષના નાદ કરતી ભેંશને ચારવા માટે ધન્ય અરણ્યમાં ગયે. વર્ષાદના જળને નિવારે તેવું છત્ર માથે ધરી ભેંશના યૂથને અનુસરતો ધન્ય અટવીમાં પર્યટન કરવા લાગ્યા. એ પ્રમાણે પરિભ્રમણ કરતાં એક પગે ઊભા રહીને કાઉસગ્નધ્યાનમાં નિશ્ચળ રહેલા એક મુનિ ધન્યના ૧ યંત્રધારાગૃહમંત્રવડે જેમાં અવિચ્છિન જળધારા થયા કરે તેવું માન (સ્થાન). c - 33 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy