________________
સગ ૩ જો
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ ૨૫૧
વિમાન છે અને તેમાં બેસીને કુબેર પાતે કોઈ મેાટા કારણથી આ ભૂલેાકમાં આવે છે. તે આ ચૈત્યમાં અહીં તપ્રતિમાની પૂજા કરીને પછી તરત જ કનકવતીને સ્વય’વર જોવાની ઇચ્છાથી ત્યાં જશે.' તે સાંભળી વસુદેવે ચિંતવ્યુ' કે ‘અહા ! આ કનકવતીને પણ ધન્ય છે કે જેના સ્વયંવરમાં દેવતાએ પણુ આવે છે.' પછી કુબેરે વિમાન ઉપરથી ઊતરી શ્રી અહહતની પ્રતિમાને પૂજી વંદના કરી અને પ્રભુ પાસે સંગીત પણ કર્યાં. તે સ જોઇ વસુદેવે ચિરકાળ નિવૃત્તિપૂર્વ ક ચિંતવ્યુ કે અહા ! મહાત્મા અને પરમાત્ એવા આ પુણ્યવાન દેવને ધન્ય છે, અને અહે! આવા મહા પ્રમાવાળા શ્રીમત અંતનાં શાસનને પણ ધન્ય છે. તેમ જ આવુ અદ્ભુત વૃત્તાંત જેને દૃષ્ટિગેાચર થયુ' છે એવા મને ધન્ય છે.' પછી કુબેર અહુ તની પૂજા સમાપ્ત કરી, ચૈત્યની બહાર નીકળીને યથારૂચિ ચાલ્યું, તેવામાં તેણે વસુદેવને દીઠા, તેથી તે વિચારમાં પડ્યો કે ‘આ પુરૂષની કાઈ લેાકેાત્તર આકૃતિ છે કે જેવી આકૃતિ દેવતાએ માં, અસુરામાં અને ખેચરેમાં પણ જોવામાં આવતી નથી.' પછી એવી અનુપમ સુંદર આકૃતિવાળા વસુદેવને કુબેરે સંભ્રમ સહિત વિમાનમાં બેઠા બેઠા અંગુળીની સંજ્ઞાથી ખેલાવ્યા. ‘હું મનુષ્ય છું અને આ પરમ આત્ અને મહદ્ધિક દેવ છે' એવે વિચાર કરતા કરતા અભીરૂ અને કૌતુકી વસુદેવ તેની પાસે ગયા. સ્વાર્થાંમાં તૃષ્ણાવાળા ધનદે વસુદેવને મિત્રની જેમ પ્રિય આલાપ વિગેરેથી સત્કાર કર્યાં, એટલે પ્રકૃતિથીજ વિનીત અને સત્કાર કરાયેલા વસુદેવે અંજલિ જોડીને તેને કહ્યું કે ‘આજ્ઞા આપે, શું કામ કરૂ`?' કુબેરે શ્રવણને સુખ આપે તેવી મધુર વાણીએ કહ્યું “ મહાશય ! ખીજાથી ન સધાય તેવું મારૂં' તપણાનું કાર્ય સાધ્ય કરે. આ નગરમાં હરિશ્ચન્દ્ર રાજાને કનકવતી નામે એક પુત્રી છે, તેની પાસે જઈ મારી વતી કહે કે · દેવરાજ ઇંદ્રના ઉત્તર દિશાના પતિ (લેાકપાળ) કુબેર તને પરણવાને ઇચ્છે છે, તેથી તુ' માનુષી છે, તે છતાં દેવી થા.' મારા મેઘ વચનથી તું પવનની જેમ અસ્ખલિતપણે તે કનકવતીથી વિભૂષિત એવા પ્રદેશમાં જઇ શકીશ.” પછી વસુદેવે પેાતાના આવાસમાં જઇ દિવ્ય અલકાર વિગેરે તજી દઈ એક દૂતને લાયક એવો મિલન વેષ ધારણ કર્યાં. એવા વેષને ધારણ કરીને જતાં વસુદેવને જોઈ કુબેરે કહ્યુ, હે ભદ્ર! તે' સુંદર વેષ કેમ છેાડી દીધા ? સ ઠેકાણે આડંબરજ પૂજાય છે.' વસુદેવે કહ્યુ મિલન કે ઉજ્જવલ વેષનુ શું કામ છે' તપણાનું મંડન તે વાણી છે અને તે વાણી મારામાં છે.' તે સાંભળી કુબેર બેન્ચે ‘જા, તારૂ કલ્યાણ થાઓ.! પછી વસુદેવ નિઃશંકપણે હરિશ્ચન્દ્ર રાજાના ગૃહાંગણમાં આવ્યા અને હાથી, ઘેાડા, રથ અને ચદ્ધાઓએ જેનુ' દ્વાર રૂધેલુ' છે એવા રાજદ્વારમાં પ્રવેશ કર્યાં. પછી કેઈથી પણ નહી દેખાતા અને અસ્ખલિત ગતિવાળે વસુદેવ અંજસિદ્ધ ચૈત્રીની જેમ આગળ ચાલ્યા, અનુક્રમે પરિકર બાંધી હાથમાં છડી લઈને ઊભેલા નાજરાએ રૂધેલી રાજગૃહની પ્રથમ કક્ષામાં તેણે પ્રવેશ કર્યાં. ત્યાં ઇંદ્રનીલ મણિમય પૃથ્વીતળવાળું અને ચલિત ક્રાંતિથી
૧. કક્ષા-ગઢ, ડેલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org