________________
૨૩૦] શ્રી વસુદેવ ચરિત્ર
[ પ ૮ મું તે હમેશાં તેણની સાથે ક્રીડા કરવા લાગ્યો, કેટલેક દિવસે યાજ્ઞવક્ય ત્રિદંડીથી તેણીને એક પુત્ર ઉત્પન્ન થા. લેકેના ઉપહાસ્યથી ભય પામીને યાજ્ઞવલ્કય અને સુલસા તે પુત્રને એક પિપળાના વૃક્ષ નીચે મૂકીને ચાલ્યા ગયા. તે ખબર જાણી સુભદ્રાએ ત્યાં આવી અનાયાસે પડેલા પીપળાના ફળને મુખમાં લઈને સવયમેવ ખાતા એવા તે બાળકને લઈ લીધો અને તે ચેષ્ટા ઉપરથી તેનું પિપ્પલાદ એવું યથાર્થ નામ પાડ્યું, પછી તેને યત્નથી માટે કર્યો અને વેદવિદ્યા ભણાવી. મોટી બુદ્ધિવાળો તે અતિ વિદ્વાન અને વાદીના ગર્વને તાડનારો થયો. તેની
ખ્યાતિ સાંભળી તુલસા અને યાજ્ઞવલ્કય તેની સાથે વાત કરવાને આવ્યાં. તેણે બંનેને વાદમાં જીતી લીધાં. પછી તેને ખબર પડી કે આ મારાં માતાપિતા છે અને તેઓએ જ મને જન્મતાં તજી દીધો હતો, તેથી તેને ઘણે ક્રોધ ચઢ્યો, એટલે માતૃમેધ અને પિતૃમેધ વિગેરે યજ્ઞોની સમ્યક્ પ્રકારની સ્થાપના કરી. પછી પિતૃમેધ અને માતૃમેધ યજ્ઞમાં તેણે તેનાં માતાપિતાને મારી નાંખ્યા. તે વખતે તે પિપ્પલાદને વામ્બલિ નામે હું શિષ્ય હતો, તેથી પશુમેધ વિગેરે યોને આચરીને હું ઘેર નરકમાં ગયે. નરકમાંથી નીકળીને હું પાંચ વાર પશુ થયો, અને ક્રૂર બ્રાહ્મણોએ મને વારંવાર યજ્ઞમાંજ મારી નાખ્યો. પછી હું ટંકણુ દેશમાં મેં થયો, ત્યાં મને રૂદ્રદત્તે માર્યો. તે વખતે આ ચારૂદત્તે ધર્મ સંભળાવ્યો, જેથી હું સૌધર્મ દેવલેકમાં દેવતા થયો માટે આ કૃપાનિધિ ચારૂદત્ત મારા ધર્માચાર્યું છે. તે કારણથી જ મેં તેમને પ્રથમ નમસ્કાર કર્યો છે મેં, કાંઈ પણ કમનું ઉલ્લંઘન કર્યું નથી.”
આ પ્રમાણે તે દેવે કહ્યું, એટલે તે બંને ખેચર પણ બેલ્યા કે “અમારા પિતાને જીવિત આપવાથી તમારી જેમ એ અમારા પણ ઉપકારી છે. પછી તે દેવે મને કહ્યું કે હે નિર્દોષ ચારૂદત્ત! કહે, હું તમારે ઈહલૌકિક શું પ્રત્યુપકાર કરૂં?' મેં તેને કહ્યું કે તમે યોગ્ય સમયે આવજે.” એટલે તે દેવ અંતર્ધાન થઈ ગયો. પછી તે બંને ખેચર મને શિવમંદિર નગરે લઈ ગયા. તેઓએ અને તેમની માતાએ જેનું ગૌરવ વધારેલું છે એ અને તેમના બંધુઓથી અને ખેચરોથી અધિક પૂજાતો હું ઘણા કાળ પર્યત ત્યાં જ રહ્યો. અન્યદા તેની બહેન ગંધર્વસેનાને મને બતાવીને તેમણે કહ્યું કે “દીક્ષા લેતી વખતે અમારા પિતાએ અમને કહ્યું છે કે, “કેઈજ્ઞાનીએ મને કહ્યું છે કે, કળાએથી જીતીને આ ગંધર્વસેનાને વસુદેવકુમાર પરણશે. માટે મારા ભૂચરબંધુ ચારૂદત્તને તમે આ તમારી બહેનને સેંપી દેજે કે જેથી ભૂચર વસુદેવકુમાર તેને સુખે પરણે.” માટે આ પુત્રીને તમારી જ પુત્રી ગણીને તમે લઈ જાઓ.” આ પ્રમાણેનાં તેમનાં વચનને અંગીકાર કરી ગંધર્વસેનાને લઈને હું મારે સ્થાનકે જવા તૈયાર થયો, તેવામાં ત્યાં પેલે દેવ આવી પહોંચ્યા, પછી તે દેવ, પેલા બે બેચર અને તેના પક્ષના બીજા ખેચરે ઉતાવળા કુશળક્ષેમે લીલાવડે મને આકાશમાર્ગે અહીં લાવ્યા, અને તે દેવ તથા વિદ્યાધરો મને કેટીગમે સુવર્ણ, માણેક અને મોતી આપીને પિતપોતાના સ્થાનકે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org