SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ] શ્રી વસુદેવ ચરિત્ર [ પ ૮ સુધ થઈ ગયો, પરંતુ પછી તેનુ વચન યાદ આવવાથી જાણ્યું કે આ શબ્દ ઘેને હશે, અને જરૂર તે અહીં આવતી હશે. ક્ષણવારમાં તો ઘે! રસ પીવાને આવી, રસ પીને જ્યારે તે પાછી વળી ત્યારે એ પરાક્રમી ઘાના પુંછડા સાથે હું બે હાથે વળગી પડયો. ગાયના પુંછ સાથે વળગેલા ગેાપાળ જેમ નદીમાંથી નીકળે તેમ હું તેને પુંછડે વળગવાથી કુવામાંથી બહાર નીકળ્યો. બહાર નીકળ્યા પછી મેં તે દ્યાનું પુચ્છ છેાડી દીધું; એટલે મૂર્છા ખાઈને પૃથ્વી ઉપર પડી ગયો, ઘેાડીવારે સંજ્ઞા મેળવીને હું આમતેમ ફરવા લાગ્યો, તેવામાં એક અરણ્ય મહિષ ત્યાં આવ્યો, તેને જોઈને હુ એક શિલા ઉપર ચઢી ગયો, તે મહિષે પેાતાના ઉગ્ર શીગડાથી શિલાને તાડન કરવા માંડયું, એટલામાં યમરાજના બાહુ જેવા એક સપ નીકળ્યો; તેણે મહિષને પકડડ્યો, પછી તેએ યુદ્ધ કરવામાં વ્યગ્ર થયા; એટલે હું શિલા ઉપરથી ઉતરીને ભાગ્યો ને ઉતાવળે ચાલતો અટવીના પ્રાંત ભાગમાં આવેલા એક ગામમાં આવ્યો. ત્યાં મારા મામાના મિત્ર રૂદ્રદત્તે મને જોયો, તેણે મને પાળ્યો જેથી હું પાછે નવીન શરીરવાળા થઈ ગયો. : પછી ત્યાંથી થાડુ દ્રવ્ય લઈ તે દ્રવ્યવડે અલતા જેવું તુચ્છ કરિયાણુ' લઈને હું માતુલના મિત્રની સાથે સુવણુ ભૂમિ તરફ ચાલ્યો. માર્ગોમાં ઇયુવેગવતી નામે એક નદી આવી તને ઉતરીને અમે બંને ગિકૂિટ ગયા અને ત્યાંથી ખરૂના વનમાં આવ્યા. ત્યાંથી ટંકણુ દેશમાં આવીને અમે એ મેંઢા લીધા. તેનાપર બેસીને અમેએ અજમાને ઉલ્લંઘન કર્યાં. પછી મને રૂદ્રદત્તે કહ્યું કે ‘હવે અહીથી પગે ચાલીને જઈ શકાય તેવા પ્રદેશ નથી, તેથી આ એ મેઢાને મારી તેના અંતરભાગ બહાર લાવી ઉથલાવીને તેની એ ધમણ કરીએ, તે આઢીને આપણે આ પ્રદેશમાં એસશુ એટલે માંસના ભ્રમથી ભાર'ડ પક્ષીએ આપણને ઉપાડીને લઈ જશે. જેથી તત્કાળ આપણે સુત્ર ભૂમિમાં પહેાંચી જઈશું.' તે સાંભળીને મે' કહ્યું જેની સહાયથી આપણે આટલી મહા કઠીન ભૂમિને ઉતરી ગયા તેવા ખંધુ જેવા આ મેંઢાને કેમ મરાય ?’ તે સાંભળી ઇંદ્રદત્ત કહ્યું કે ‘આ બંને મેંઢા કાંઈ તારા નથી તે મને તુ' તેને મારતાં શા માટે અટકાવે છે ?' એમ કહી તેણે ક્રોધવડે તરતજ પેાતાના એક મેઢાને મારી નાખ્યું. એટલે ખીજે મેઢ ભય ભરેલી વિશાળ દૃષ્ટિએ મારા સામું જોયું. ત્યારે મે તેને મારતાં તેને કહ્યું કે ‘તારી રક્ષા કરવાને હું સમથ નથી, તેથી શું કરૂ ?” તથાપિ મહા ફળ આપનાર જૈનધમ તારે શરણરૂપ થાઓ, કારણકે વિધુર સ્થિતિમાં એ ધમ પિતા, માતા અને સ્વામી તુલ્ય છે.' તે મેંઢાએ મારૂ કહેવુ. મસ્તકની સંજ્ઞાથી કબુલ કર્યું અને મેં આપેલે નવકાર મંત્ર સમાહિત મને તેણે સાંભળ્યેા. પછી રૂદ્રદત્તે તેને મારી નાખ્યા, એટલે તે દેવપણાને પ્રાપ્ત થયા. પછી અમે બંને છરી લઈને તેના ચમની ખેાળમાં પેઠા, ત્યાંથી એ ભાર’ડ પક્ષીઓએ માંસની ઇચ્છાથી અમને ઉપાડવા. માર્ગમાં બંને ભારડ પક્ષીઓને એ ૧ બકરાથી ચાલી શકાય તેવા મા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy