SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮] શ્રી વસુદેવ ચરિત્ર [ પર્વ ૮ મું ક્ષમા કરે. હવે હું તમને સજજ કરીશ. આ તમારે યોગ્ય એવું શુદ્ધ પાણી હું લાવ્યો છું.' પછી તેનું પાન કરાવી તેમણે કહ્યું કે “જરા બેઠા થાઓ એટલે ગ્લાન મુનિ બેલ્યા :-“અરે મુંડા ! હે કે અશક્ત છું, તે શું તું નથી તો?” આવાં તેનાં વચન સાંભળી તે માયામુનિને પિતાના સકંધ ઉપર ચડાવી તે નંદિષેણ મુનિ ચાલ્યા, તથાપિ તે મુનિ પગલે પગલે આ પ્રમાણે તેના ઉપર આક્રોશ કરતો હતો. “અરે અધમ ! ઉતાવળથી ચાલીને મારા શરીરને ઘણું ડેલાવવા વડે મને શા માટે પીડે છે? જે ખરેખર સાધુની વૈયાવૃત્ય કરનાર હોય તો હળવે હળવે ચાલ.” આ પ્રમાણે કહેવાથી તે હળવે હળવે ચાલ્યા એટલે દેવતાએ તેની ઉપર વિષ્ટા કરી અને કહ્યું કે “તું વેગભંગ શા માટે કરે છે?” “આ મહષિ પીડા રહિત ક્યારે થાય, એવું ચિંતવન કરતા નદિ મુનિ તેનાં કટુ વચનને જરા પણ ગણતા નહીં. તેની આવી દઢતા જોઈને તે દેવે વિષ્ટાનું હરણ કર્યું અને દિવ્યરૂપે તેને ત્રણ પ્રદક્ષિણા દઈને નમસ્કાર કર્યો. પછી તેણે ઇંદ્રે કરેલી પ્રશંસાની વાર્તા કહી અને ખમાવીને કહ્યું કે “હે મહાભાગ! હું તમને શું આપું? તે કહે.” મુનિ બોલ્યા-અમે મહા દુર્લભ ધર્મ પ્રાપ્ત કર્યો છે, તેના કરતાં વિશેષ સારરૂપ આ જગતમાં બીજું કાંઈ નથી કે જેની હું તમારી પાસે માગણી કરૂં.' આ પ્રમાણે તેમને ઉત્તર સાંભળીને તે દેવતા સ્વર્ગમાં ગયો અને મુનિ પિતાના ઉપાશ્રયમાં આવ્યા બીજા મુનિઓએ પૂછ્યું એટલે તેમણે ગર્વ રહિતપણે સર્વ જણાવી દીધું. પછી તેમણે બાર હજાર વર્ષ સુધી દસ્તર તપ કર્યું અને છેવટે અનશન કર્યું. તે અવસરે તેને પિતાનું દુર્ભાગ્ય સાંભર્યું. તેથી તેણે એવું નિયાણું કર્યું કે “આ તપના પ્રભાવથી આવતે ભવે હું રમણીજનને ઘણે વલ્લભ થાઉં.' આવું નિયાણું કરી મૃત્યુ પામીને તે મહાશુક દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી વીને તે તમારા પુત્ર વસુદેવ થયા છે. પૂર્વ ભવના નિયાણાથી તે રમણીજનને અતિ વલ્લભ થયેલ છે.” પછી અંધકવૃષ્ણિ રાજાએ સમુદ્રવિજયને રાજ્ય ઉપર બેસાર્યા અને તે સુપ્રતિષ મુનિની પાસે દીક્ષા લઈને મેક્ષે ગયા. અહીં રાજા ભેજવૃષ્ણુિએ પણ દીક્ષા લીધી, એટલે મથુરામાં ઉગ્રસેન રાજા થયા. તેને ધારિણી નામે પટ્ટરાણી હતી. એક વખતે ઉગ્રસેન રાજા બહાર જતા હતા, તેવામાં માર્ગમાં એકાતિ બેઠેલા કેઈ માસોપવાસી તાપસને તેણે દીઠે, તે તાપસને એ અભિગ્રહ હતો કે માપવાસને પારણે પહેલાં ઘરમાંથી જ ભિક્ષા મળે તો તેનાથી માપવાસનું પારણું કરવું, ત્યાં ન મળે તો બીજે ઘેરથી ભિક્ષા લઈને કરવું નહીં.” એવી રીતે માસે માસે એક ઘરની શિક્ષાથી પારણું કરીને તે એકાંત પ્રદેશમાં આવીને રહેતો હતો, કેઈના ગૃહમાં રહેતો નહીં. આવી હકીકત સાંભળી ઉગ્રસેન રાજા તેને પારણાનું નિમંત્રણ કરી પિતાને ઘેર ગયા. તાપસ મુનિ તેની પછવાડે ગયા, પણ ઘેર ગયા પછી રાજા તે વાત ભૂલી ગયા. એટલે તે તાપસને ભિક્ષા ન મળવાથી પારણું કર્યા વગર તે પાછા પોતાના આશ્રમમાં આવ્યા અને બીજે દિવસે ફરી માસક્ષમણ અંગીકાર કર્યું. અન્યદા રાજા પાછા તે સ્થાન તરફ આવી ચઢયા, ત્યાં તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy