________________
સગ ૧ ] શ્રી નેમિનાથ પૂર્વ ભવ ચરિત્ર
[૨૧૩ આગળ જતાં આધેડ વયની એક અને તેમણે રૂદન કરતી જોઈ, એટલે કુમારે મુદુ સ્વરે તેને કહ્યું કે, “હે ભદ્ર! રો નહી, તારા દુઃખનું જે કારણ હોય તે કહે. કુમારની મૂર્તિ અને વાણીથી આશ્વાસન પામીને તે સ્ત્રી બોલી–“અંગદેશમાં ચંપાનગરીને વિષે જિતારિ નામે રાજા છે. તેને કીમિતી નામે રાણી છે. તે રાણીને ઘણા પુત્ર થયા પછી યશોમતી નામે એક સ્ત્રીજનમાં શિરોમણિ પુત્રી થઈ છે. તે પોતાને યોગ્ય વર કે કઈ સ્થાન નહીં જણાવાથી પુરૂષ ઉપર અરોચકી થયેલી છે, તેથી તેની દષ્ટિ કોઈ પણ પુરૂષમાં રમતી નથી. અન્યદા શ્રીષેણ રાજાને પુત્ર શંખકુમાર તેના શ્રવણમાગે આવતાં તેણે અને કામદેવે એક સાથે તેણીના હૃદયમાં સ્થાન કર્યું. તે વખતે યમતીએ પ્રતિજ્ઞા કરી કે “તે શંખકુમારનેજ મારે પરણવું.” પુત્રીને અનુરાગ યોગ્ય સ્થાને થયું છે એમ જાણીને તેના પિતા પણ તે વાતથી ઘણે હર્ષ પામ્યા. પછી જિતારિ રાજાએ શ્રીષેણ રાજાની પાસે તેના વિવાહને માટે માણસો મોકલ્યા. તેવામાં વિદ્યાધરપતિ મણિશેખરે તે કન્યાની માગણી કરી. જિતારિ રાજાએ તેને કહ્યું કે મારી કન્યા શંખકુમાર સિવાય બીજાને ઈચ્છતી નથી.” તેથી ક્રોધ પામી તે અધમ વિદ્યાધરે બળાત્કારે તેનું હરણ કર્યું છે. હું તે યશોમતી કન્યાની ધાત્રી છું. તેનું હરણ થયું ત્યારે હું તેની ભુજા સાથે વળગી રહી હતી, પણ તે દુષ્ટ ખેચરે બળવડે મને છોડાવી દીધી છે. સંસારમાં સારરૂપ તે રમણને તે દુષ્ટ કે જાણે ક્યાં લઈ ગયો હશે? તેથી હું વિલાપ કરૂં છું કે તે મારા વિના શી રીતે આવશે?”
આ પ્રમાણે તેની હકીકત સાંભળીને “ભદ્ર” ધીરી થા, હું તે દુષ્ટને છતીને ગમે ત્યાંથી તેણીને લઈ આવીશ.” આ પ્રમાણે કહી શંખકુમાર તેને શોધવાને અટવીમાં ભમવા લાગ્યો. એ સમયે સૂર્ય ઉદયાચળ પર આરૂઢ થયો અને શંખકુમાર પણ કેઈ વિશાળશંગવાળા ગિરિપર આરૂઢ થયે. ત્યાં એક ગુહાની અંદર યશેમતી તેના જેવામાં આવી. તે વિવાહને માટે પ્રાર્થના કરતા પેલા ખેચરને આ પ્રમાણે કહેતી હતી-“અરે અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર! તું શા માટે વ્યર્થ છેદ કરે છે? શંખના જેવા ઉજજવળ ગુણવાળે શંખકુમાર જ મારે ભર્તા છે, કદિ પણ બીજે કે મારે ભર્તા થવાને નથી.” તે વખતે તે વિદ્યાધરે અને કુમારીએ શંખકુમારને દીઠો. એટલે તે દુષ્ટ વિદ્યાધર બેલ્યો-“હે મૂખી! આ તારે પ્રિય કાળથી ખેંચાઈને અહીં મારે વશ આવી ગયો છે. હે બાળે! હવે તારી આશાની સાથે તેને મારીને હું તને પરણીશ અને મારે ઘેર લઈ જઈશ,” આ પ્રમાણે કહેતાં તે દુષ્ટને શંખકુમારે કહ્યું, “અરે પરનારીનું હરણ કરનાર પાપી! ઊભે થા. હમણુંજ આ ખડગ વડે હું તારૂં શિર હરી લઉં છું.' પછી તે બંને સામસામા ખર્શ ઉગામીને સુંદર ચાલાકીથી ચાલતા અને પૃવીને કંપાવતા યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે તે વિદ્યાધર ભુજાના બળથી કુમારને જીતી શકશે નહીં, ત્યારે વિદ્યાથી વિકલા તપ્ત લેહમય ગોળા વિગેરે અસ્ત્રોથી યુદ્ધ કરવા
૧ અરુચિવાળી. ૨ મત્યુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org