SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું જયંત નામના પુત્રને શુભ દિવસે રાજ્યપર બેસાર્યો, અને પિતે ધનવતીની સાથે વસુંધર મુનિની પાસે દીક્ષા લીધી. તેમની સાથે તેમના ભાઈ ધનદત્ત અને ધનદેવે પણ દીક્ષા લીધી. ધનમુનિ ગુરૂની સાથે રહી હુસ્તર તપ કરવા લાગ્યા. ગુરૂએ અનુક્રમે ગીતાર્થ થયેલા તે મુનિને આચાર્યપદ આપ્યું. ઘણા રાજાઓને પ્રતિબોધ આપી, તેમના પર દીક્ષાને અનુગ્રહ કરી, છેવટે સદ્બુદ્ધિવાળા ધનર્ષિએ ધનવતી સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે મૃત્યુ પામીને તેઓ બંને સૌધર્મ દેવલેકમાં શકના સામાનિક મહદ્ધિક દેવતા થયા. ધનકુમારના બંધુ ધનદેવ અને ધનદત્ત તથા બીજા પણ અખંડિત વ્રત પાળી મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. આ ભરતક્ષેત્રને વિષે વૈતાઢયગિરિની ઉત્તરશ્રેણીના આભૂષણરૂપ સૂરતેજ નામના નગરમાં સૂર નામે એક ખેચરનો ચક્રવર્તી રાજા થયે. મેઘને વિઘતની જેમ તેને વિદ્યુત્પતિ નામે એક અતિ પ્રેમપાત્ર , પતી હતી. ધનકુમારને જીવ આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલેકમાંથી અવીને એ સૂર રાજાની પત્ની વિન્મતિના ઉદરમાં અવતર્યો. પૂર્ણ સમયે ચંદ્રને પૂર્ણિમા પ્રસવે તેમ વિન્મતિએ સર્વ શુભલક્ષણસંપૂર્ણ પુત્રને જન્મ આપ્યો. શુભ દિવસે પિતાએ આનંદદાયક માટે ઉત્સવ કરી તેનું ચિત્રગતિ એવું નામ પાડયું. અનુક્રમે મેટે થઈ તેણે કળાચાર્યની પાસેથી સર્વ કળાઓ પ્રાપ્ત કરી અને બીજો કામદેવ હોય તેમ યૌવનવયને પ્રાપ્ત થયે. એ અરસામાં તે જ વૈતાઢયગિરિની દક્ષિણ શ્રેણી ઉપર આવેલા શિવમંદિર નામના નગરમાં અસંગસિંહ નામે રાજા થયે. તેને શશિપ્રભા નામે એક ચંદ્રમુખી રાણી હતી. તેના ઉદરમાં ધનવતીને જીવ સૌધર્મ દેવકમાંથી ચ્યવને અવતર્યો. સમય આવતાં શશિકલાએ એક પવિત્ર અંગવાળી પુત્રીને જન્મ આપ્યો. ઘણા પુત્રોની પછવાડે તે અવતરી હતી તેથી તે પુત્રી અતિ પ્રિય થઈ પડી. પિતાએ શુભ દિવસે તેનું રસવતી એવું નામ પાડ્યું. સજળ સ્થાનમાં વલ્લી વૃદ્ધિ પામે તેમ તે પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. થોડા કાળમાં સ્ત્રીજનને ગ્ય એવી સર્વ કળા તેણે ગ્રહણ કરી લીધી, અને શરીરના મંડનારૂપ પવિત્ર યૌવનવયને પ્રાપ્ત થઈ. એક વખતે તેના પિતાએ કઈ નિમિત્તિને પૂછયું કે, “આ કન્યાને વર કોણ થશે?' નિમિત્તિઓએ કાંઈક વિચારીને કહ્યું, “જે તમારી પાસેથી ખગરત્ન લઈ લેશે અને સિદ્ધાયતનમાં વંદના કરતાં જેની ઉપર દેવતાએ પુષ્પવૃષ્ટિ કરશે, તે નરકમાં મુગટરૂપ પુરૂષ, ગ્ય સમાગમથી આ તમારી દુહિતા રત્નાવતીને પરણશે.” જે મારી પાસેથી પણ ખગરનને અંચકાવી લઈ શકશે, એવો અદ્ભુત પરાક્રમી મારો જામાતા થશે, એમ જાણી પ્રસન્ન થયેલા રાજાએ તે નિમિત્તિઓને ખુશી કરીને વિસર્જન કર્યો. એ સમયમાં ભરતક્ષેત્રને વિષે ચકપુર નામના નગરમાં ગુણવડે નારાયણ જેવો સુગ્રીવ નામે રાજા થશે. યશસ્વતી નામની રાણીથી સુમિત્ર નામે પુત્ર થયે અને બીજી ભદ્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy