SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧૦ મો ] રામનું પ્રતિમાજર થઈને રહેવું. [ ૧૭૫ હેતુઓ તેણે બતાવ્યા, તેથી રામને ચેતના પ્રાપ્ત થઈ એટલે તત્કાળ તેણે વિચાર્યું કે ખરેખર આ મારો અનુજ બંધુ લક્ષમણ જીવતે નથી, મરણ જ પામ્ય જણાય છે. જ્યારે રામને આ પ્રમાણે બંધ થશે ત્યારે જટાયુ અને કૃતાંતદેવ પિતાને ઓળખાવીને પિતાના સ્થાનકે ગયા. પછી રામે અનુજ બંધુ લક્ષ્મણનું મૃતકાર્ય કર્યું, અને દીક્ષા લેવાની ઈચ્છાથી શત્રુઘને રાજ્ય લેવાની આજ્ઞા કરી. પરંતુ “હું પણ તમારી સાથે જ દીક્ષા લઈશ” એમ બોલતા શત્રુને રાજ્યથી અને સંસારથી વિમુખ થઈને રાજ્ય લેવાની ના પાડી. એટલે રામે લવણના પુત્ર અનંગદેવને રાજ્ય આપ્યું અને તે ચોથા પુરૂષાર્થ (મોક્ષ) ને સાધવા માટે તત્પર થયા. પછી અર્હદાસ શ્રાવકે બતાવેલા અને મુનિસુવ્રતસ્વામીની અવિચ્છિન્ન પરંપરામાં થયેલા સુવ્રત નામના મહામુનિની પાસે તેઓ ગયા. તેમની સમીપે શત્રુઘ, સુગ્રીવ, વિભીષણ અને વિરાધ વિગેરે અનેક રાજાઓની સાથે રામે દીક્ષા લીધી, જ્યારે રામભદ્ર સંસારમાંથી નીકળ્યા, ત્યારે તેમની સાથે સળહજાર રાજાએ વૈરાગ્ય પામીને સંસારમાંથી નીકળ્યા, તેમજ સાડત્રીસ હજાર સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી, તે સર્વે શ્રીમતી સાધ્વીના પરિવારમાં રહી. ગુરૂના ચરણ પાસે ચૌદપૂર્વ અને દ્વાદશાંગીરૂપ મૃતને અભ્યાસ કરતા રામભદ્ર મુનિએ વિવિધ પ્રકારના અભિગ્રહ સહિત સાઠ વર્ષ સુધી તપસ્યા કરી; પછી ગુરૂની આજ્ઞાથી રામે એકલવિહારીપણું અંગીકાર કર્યું, અને નિર્ભયપણે કોઈ અટવીમાં રહેલી ગિરિગુહામાં જઈને રહ્યા. તેજ રાત્રિએ ધ્યાનમાં સ્થિત રહેલા રામભદ્ર મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેઓ ચોદ રાજકપ્રમાણુ બધું વિશ્વ કરસ્થવત્ જેવા લાગ્યા. એ પ્રમાણે જોતાં બે દેવતાઓના માયાકપટવડે હણાયેલા પોતાના અનુજ બંધુ લમણને નરકમાં પડેલે દીઠે. તે જોઈ રામમુનિ આ પ્રમાણે ચિંતવન કરવા લાગ્યા કે-“હું પૂર્વ જન્મમાં ધનદત્ત નામે વણિકપુત્ર હતું અને આ લક્ષ્મણ તે ભાવમાં પણ મારે અનુજ બંધુ વસુદત્ત નામે હતો. તે ભવમાં તે વસુદત્ત કાંઈ પણ સુકૃત્ય કર્યા વગર મૃત્યુ પામ્યું હતું અને અનેક ભવમાં પરિભ્રમણ કરીને મારે અનુજ બંધુ લમણ થયો હતો. અહીં પણ તેના સે વર્ષ કુમારવયમાં વૃથા ચાલ્યાં ગયાં. બાકી ત્રણ વર્ષ માંડળિકપણામાં, ચાલીશ વર્ષ દિગ્વિજયમાં અને અગિયાર હજાર પાંચશે ને સાઠ વર્ષ રાજ્યમાં-એમ બાર હજાર વર્ષનું સર્વ આયુષ્ય અનુક્રમે કાંઈપણું સત્કર્મ કર્યા વગર છેવટે નરકને આપનારૂં થઈ પડયું.. માયા વિકુવનારા પેલા બે દેવતાઓને એમાં કાંઈપણ દેષ નથી, કેમકે પ્રાણીઓને કર્મને વિપાક એ જ હોય છે.” આવું ચિંતવતાં રામ કર્મને ઉચ્છેદ કરવામાં અધિક ઉદ્યમી થઈ વિશેષ કરીને તપસમાધિનિષ્ઠ અને મમતા રહિત થયા. એક વખતે છઠ્ઠા ઉપવાસને અંતે યુગમાત્ર દ્રષ્ટિ નાખતાં રામ ચંદનસ્થળ નામના નગરમાં પારણું કરવા પિઠા. ચંદ્રના જેવા નયનોત્સવરૂપ રામને પૃથ્વી પર ચાલીને આવતા જોઈ નગરજને અતિ હર્ષથી તેમની સન્મુખ આવ્યા. નગરની સ્ત્રીઓ તેમને ભિક્ષા આપવા માટે પિતાના ગૃહદ્વારે વિચિત્ર ભેજનથી પૂર્ણ એવાં પાત્રો હાથમાં લઈને ઊભી રહી. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy