SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧૦ ] સીતા તથા રાવણ આદિના પૂર્વ ભવ [૧૬૯ પેલા શ્રીકાંતને જીવ ભવભ્રમણ કરી મૃણાલકંદ નગરમાં શંભુ રાજા અને હેમવતી રાણીને વજકંઠ નામે પુત્ર થયે. વસુદત્ત ભવમાં ભમી તે શંભુ રાજાના પુહિત વિજય અને તેની સ્ત્રી રત્નચુડાને શ્રીભૂતિ નામે પુત્ર થયે. પેલી ગુણવતી ભવભ્રમણ કરી તે શ્રીભૂતિની સરસ્વતી નામની સ્ત્રીથી વેગવતી નામે પુત્રી થઈ. તે યૌવનવતી થતાં એક વખતે એક સુદર્શન નામના પ્રતિભાધારી મુનિને લેકે વંદન કરતા હતા તે જઈ તેણે હાસ્યથી કહ્યું કે-“હેલેકે ! આ સાધુને મેં પૂર્વે સ્ત્રીની સાથે ક્રીડા કરતાં જોયા છે, તે અને તેણે હમણું બીજે ઠેકાણે મોકલી દીધી છે, માટે તેવા સાધુને તમે કેમ વંદના કરે છે !' તે સાંભળીને તત્કાળ સર્વ લેકે વિષમ પરિણામી થઈ જઈ તે કલંકની ઉદ્ઘેષણ કરતા સતા તે મુનિને ઉપદ્રવ કરવા લાગ્યા. એટલે “જ્યાં સુધી આ કલંક મારા ઉપરથી ઉતરશે નહિ ત્યાં સુધી હું કાઉસગ પાળીશ નહિ.” એ તે મુનિએ અભિગ્રહ કર્યો. પછી શાસનદેવતાના રોષથી વેગવતીનું મુખ તત્કાળ વ્યાધિગ્રસ્ત થઈ ગયું, અને સાધુ ઉપર તેણે મૂકેલા કલંકનું વૃત્તાંત સાંભળી તેના પિતાએ વેગવતીને ઘણે તિરસ્કાર કર્યો. પિતાના રોષથી અને રોગથી ભય પામીને વેગવતીએ સુદર્શન મુનિ પાસે આવી સર્વ લોકોની સમક્ષ ઊંચે સ્વરે આ પ્રમાણે કહ્યું છે-“હે સ્વામી! તમે સર્વથા નિર્દોષ છે, મેં તમારી ઉપર આ ખેટે દેષ આરોપણ કરે છે, માટે ક્ષમાનિધિ ! મારે એ અપરાધ ક્ષમા કરે.” તે વચન સાંભળી લેકો પાછા ફરીથી તે મુનિને પૂજવા લાગ્યા. ત્યારથી તે વેગવતી પરમ શ્રદ્ધાળુ શ્રાવિકા થઈ તેને રૂપવતી જોઈને શંભુરાજાએ તેની માગણી કરી. શ્રીભૂતિએ પ્રત્યુત્તર દીધો કે-“મારી કન્યા હું કોઈ મિથ્યાષ્ટિને આપીશ નહિ.” તે સાંભળી શંભુરાજાએ શ્રીભૂતિને મારી નાખીને વેગવતીની સાથે બળાત્કારે ભોગ કર્યો. તે સમયે વેગવતીએ શાપ આપ્યો કે “હું ભવાંતરે તારા વધને માટે થઈશ.” પછી શંભુરાજાએ તેને છોડી દીધી, એટલે હરિકાંતા આર્યાની પાસે દીક્ષા લઈ આયુષ્ય પૂર્ણ કરીને તે વેગવતી બ્રહ્મદેવલેકમાં ગઈ. ત્યાંથી વીને તે જનકરાજાની પુત્રી સીતા થઈ અને પૂર્વના શાપના વશથી શંભુરાજાના જીવ રાક્ષસપતિ રાવણના મૃત્યુને માટે તે થઈ પડી. પૂર્વે સુદર્શન મુનિ પર છેટે દોષ આરે પણ કરવાથી આ ભવમાં તેના ઉપર લેકે એ ખોટું કલંક મૂકયું. શંભુરાજાને જીવ ભવભ્રમણ કરી કુશધ્વજ નામના બ્રાહ્મણની સાવિત્રી નામની સ્ત્રીથી પ્રભાસ નામે પુત્રપણે ઉત્પન્ન થયે. અન્યદા તેણે વિજયસેન નામના મુનિની પાસે દીક્ષા લીધી, અને પરિષહ સહન કરતા સતા તેણે મેટું તપ આચર્યું. એક સમયે કનકપ્રભ નામના ઇંદ્રની જેવી મોટી સમૃદ્ધિવાળા વિદ્યાધરના રાજાને સમેતશિખર યાત્રા કરવા જતાં પ્રભાસ મુનિએ દીઠો, એટલે તેણે “આ તપના ફળવડે હું આ વિદ્યાધરના રાજા જેવી સમૃદ્ધિવાળો થાઉં' એવું નિયાણું બાંધ્યું. ત્યાંથી મૃત્યુ પામીને તે ત્રીજા દેવલેકમાં ઉત્પન્ન C - 22 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy