SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧૦ મા] રામ તથા સુગ્રીવ વિગેરેના પૂર્વભવ [ ૧૨૭ ,, સ્વામીની પણ ત્યાં રહેલાં છે, અને એ નિર્દોષ સાવી શુદ્ધ સતીમાની જેમ હમણા મેાક્ષમાને બતાવે છે. ” લક્ષ્મણનાં આવાં વચન સાંભળી રામ સ્વભાવમાં સ્થિત થઈ ને મેલ્યાહું ખંધુ! તે કેવળીની પાસે મારી પ્રિયાએ વ્રત ધારણ કર્યુ તે બહુ સારૂ કર્યું. ' આ પ્રમાણે કહીને રામચંદ્ર પરિવાર સહિત જયભૂષણ મુનિ પાસે ગયા અને તેમને નમસ્કાર કરીને રામે દેશના સાંભળી. દેશનાને અ`તે રામે મુનિને પૂછ્યું - હૈ સ્વામિન! હું આત્માને જાણતા નથી, તા હું ભવ્ય છું કે અભન્ય છું? તે મને કહે। અને મારી ઉપર પ્રસન્ન થાઓ. ’ કેવળી ખેલ્યારામ! તમે કેવળ ભવ્ય છે. એટલુ જ નહિ પણ આ જન્મમાંજ કેવળજ્ઞાન પામીને સિદ્ધિને પશુ પામનારા છે. ' રામે ફરીવાર પૂછ્યું- હે સ્વામિન્! મેક્ષ તે। દીક્ષા લીધાથી થાય છે; અને દીક્ષા સને। ત્યાગ કરવાથી થાય છે, પણ આ ખંધુ લક્ષ્મણુ મારાથી દુખ્ત્યાજ્ય છે. ' મુનિ એલ્યા‘ તમારે હજુ ખળદેવપણાની સપત્તિ ભાગવવાની છે, તેને અંતે નિ:સંગ થઈ, દીક્ષા લઈને તમે શિવસુખ પામશે.' વિભીષણે નમસ્કાર કરી મુનિને પૂછ્યું- હૈ સ્વામી ! રાવણે પૂર્વ જન્મના કયા કર્માંથી સીતાનું હરણ કર્યું"? અને કયા કથી લક્ષ્મણે તેને યુદ્ધમાં માર્યાં ? વળી આ સુગ્રીવ, ભામડલ, લવણુ, અંકુશ અને હું કયા કથી આ રામના ઉપર અત્યંત રક્ત થયા છીએ ?' મુનિ ખેલ્યા—‘ આ દક્ષિણ ભરતા'માં ક્ષેમપુર નામના નગરમાં નયદત્ત નામે એક વણિક હતા, તેને સુન ંદા નામની સ્ત્રીથી ધનદત્ત અને વસુદત્ત નામે બે પુત્રો થયા, તે બંનેને યાજ્ઞવલ્ક્ય નામના એક બ્રાહ્મણની સાથે મિત્રાઈ થઈ. તે નગરમાં સાગરદત્ત નામે એક વણિક રહેનેા હતેા, તેને ગુણધર નામે પુત્ર અને ગુણવતી નામની કન્યા હતી. સાગરદત્તે નયદત્તના યેાગ્ય ગુણુવાળા પુત્ર ધનદત્તને ગુણવતી કન્યા આપી, અને કન્યાની માતા રત્નપ્રભાએ ધનના લેાભથી શ્રીકાંત નામના એક ત્યાંના ધનાઢ્યને ગુપ્ત રીતે ગુણુવતીને આપી. આ ખખર યાજ્ઞવલ્કયના જાણવામાં આવી, એટલે મિત્રની વચનાને નહિ સહન કરનાર યાજ્ઞવલ્કયે પેાતાના મિત્ર નયદત્તના પુત્રોને ખબર આપ્યા. તે સાંભળી વસુદત્તે રાત્રે જઈને શ્રીકાંતને મારી નાંખ્યા, અને શ્રીકાંતે પણ ખગવડે વસુદત્તને મારી નાંખ્યા. તે બન્ને ત્યાંથી મૃત્યુ પામીને વિધ્યાટવીમાં મૃગલા થયા. ગુણવતી કુંવારીજ મૃત્યુ પામીને તેજ વનમાં મૃગલી થઈ. ત્યાં પણ તેણીને માટે યુદ્ધ કરીને તે બન્ને મૃત્યુ પામ્યા. એવી રીતે પરસ્પર વૈરથી તેઓએ ચિરકાળ ભવભ્રમણુ કર્યું. હવે અહી ધનદત્ત પેાતાના ભાઈના વધથી પીડિત થઈ ધરહિતપણે ભટકવા લાગ્યા. એક વખતે રાત્રે ક્ષુધાતુર થયેલા તેણે કેાઈ સાધુએને જોયા, એટલે તેમની પાસે તેણે ભેાજન માગ્યું. તેમાંથી એક મુનિ એલ્યા−‘હે ભાઈ ! મુનિએ દિવસે પણ ભાતપાણીને સ ́ગ્રહ રાખતા નથી તે રાત્રે તે કન્યાંથી જ હાય? વળી હું ભદ્ર! તારે પણ રાત્રે ભાજન કે પાન કરવુ. ચેાગ્ય નથી, કેમકે આવા અંધકારમાં અન્નાદિકમાં રહેલા જીવાને કાણુ જાણી શકે ? ? આ પ્રમાણે મુનિએ આપેલા એપથી તેના હૃદયમાં જાણે અમૃત સિંચન થયુ... હાય તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy