SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૯ મ] લવણ અને અંકુશનું અધ્યા નગરીએ આવી પહોંચવું [૧૫૯ લઈને તે સર્વ રાજાઓની સાથે તેઓ પાછા ફરીને પુંડરીકપુરમાં આવ્યા. ત્યાં “અહે ! વજવંધને ધન્ય છે કે જેના ભાણેજે આવા પરાક્રમી છે” એમ બોલતા નગરજનોએ જોયેલા અને વરરાજાઓથી વીંટાયેલા તે બનને વીર પિતાને ઘેર આવ્યા, અને વિશ્વપાવની સીતાના ચરણમાં પ્રણામ કર્યો. સીતાએ હર્ષાશ્રુથી ત્વવરાવી તેમના મસ્તક પર ચુંબન કર્યું, અને “તમે રામલક્ષમણના જેવા થાઓ” એવી આશીષ આપી. પછી બન્ને ભાઈઓએ વાઘને કહ્યું – હે માતુલ! તમે પ્રથમ અને અધ્યા જવાની સંમતિ આપી છે, તો હવે તે અમલમાં લાવે; આ લંપાક, રૂષ, કાલાંબુ, કુંતલ, શલભ, અનલ, ફૂલ અને બીજા દેશના રાજાઓને સાથે આવવા આજ્ઞા કરો, પ્રયાણભંભા વગડા અને સેનાઓથી દિશાઓને ઢાંકી દે કે જેથી અમારી માતાને જેણે ત્યાગ કર્યો છે તે રામનું પરાક્રમ આપણે જોઈએ.” તે સાંભળી સીતા રૂદન કરતાં ગગદુ અક્ષરે બેલ્યો-“હે વત્સ! આ વિચાર કરવાવડે તમે અનર્થની ઈચ્છા કેમ કરે છે? તમારા પિતા અને કાકા દેવતાઓને પણ દુર્જાય છે, તેઓએ ત્રણ લેકના કંટકરૂપ રાક્ષસપતિ રાવણને પણ મારી નાખ્યો છે. તે બાળકો! જે તમારા પિતાને જોવાની તમને ઉત્કંઠા હોય તે નગ્ન થઈને ત્યાં જાઓ” “પૂજ્ય જનની પાસે વિનય કરો ગ્ય છે.” કુમારે બોલ્યા- “હે માતા! તમારે ત્યાગ કરનાર તે પિતા શત્રુપદને પ્રાપ્ત થયેલ છે, તો તેને અમારે શી રીતે વિનય કરવો? અમો બંને તમારા પુત્રો અહી આવ્યા છીએ એવું વચન તેમની પાસે જઈને અમારાથી શી રીતે કહેવાય? કે જે વચન તેમને પણ લજજાકારી લાગે. તે અમારા પરાક્રમી પિતાને યુદ્ધ કરવા માટે કરેલું આહ્વાન આનંદજનક થઈ પડશે; કારણકે તે વચન બંને કુળને યશકારક છે.” આ પ્રમાણે કહીને સીતા રૂદન કરતાં રહ્યાં, છતાં તે બંને કુમાર મોટા ઉત્સાહથી મોટું સૈન્ય લઈને અધ્યા તરફ ચાલ્યા. કુઠાર અને કેદાળીને ધારણ કરનારા દશહજાર મનુષ્યો તેમની આગળ ચાલવા લાગ્યા કે જેઓએ માર્ગમાંથી વૃક્ષાદિક છેદી નાખ્યાં અને પૃથ્વીને સરખી કરી દીધી. યુદ્ધની ઈરછાવાળા તે બંને વીર અનુક્રમે સેનાવડે સર્વ દિશાઓને રૂંધતાં અયોધ્યાની નજીક આવી પહોંચ્યા. પિતાની નગરીની બહાર શત્રુનું ઘણું સૈન્ય આવેલું સાંભળી રામલક્ષ્મણ વિસ્મય પામ્યા અને હાસ્ય કરવા લાગ્યા. લક્ષ્મણ બેલ્યા “આર્યબંધુ રામના પરાક્રમરૂપી અગ્નિમાં પતંગિયાની જેમ પડીને મરવા માટે આ કોણ આવેલા હશે?” આ પ્રમાણે કહી શત્રરૂપ અંધકારમાં સૂર્ય જેવા લક્ષમણ, રામ અને સુગ્રીવાદિકથી પરવારીને યુદ્ધ કરવા ચાલ્યા. આ સમયમાં ભામંડલ રાજા નારદ પાસેથી સીતા સંબંધી સર્વ ખબર સાંભળી સંમ સહિત તત્કાળ પુંડરીકપુરમાં સીતાની પાસે આવ્યા. સીતાએ રૂદન કરતાં કહ્યું-“હે ભ્રાતા ! રમે મારે ત્યાગ કર્યો છે, અને મારે ત્યાગને નહિ સહન કરવાથી તારા બંને ભાણેજ તેમની સાથે યુદ્ધ કરવા ગયા છે.” ભામંડલ બે -“રામે રસભવૃત્તિથી તમારે ત્યાગ કરીને એક સાહસ તે કર્યું છે. હવે પુત્રોને વધ કરીને બીજું સાહસ કરે નહિ! રામ આ પિતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy