SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ] વજાંઘ રાજાને ઘેર સીતાએ પ્રસર્વેલ પુત્રયુગલ [ ૫૭ સુ બેસીને સીતા બીજી મિથિલાપુરીમાં જાય તેમ પુંડરીકપુરમાં ગયાં અને ત્યાં અહર્નિશ ધર્મ પરાયણ થઈ વાજ ધે ખતાવેલા એક ઘરમાં નિવાસ કરીને રહ્યાં. હવે કૃતાંતવદન સેનાની પાછા વળીને અચેય્યામાં આળ્યેા. તેણે રામભદ્ર પાસે જઈને કહ્યું કે “હું સિંહનિનાદ નામના વનમાં સીતાને છેાડી આવ્યે છું. ત્યાં વારંવાર મૂર્છા પામતા અને વારંવાર સચેત થતા સીતાએ માંડમાંડ કાંઈક ધૈયનું અવલંબન કરીને તમને આ પ્રમાણે સંદેશા કહેવરાવ્યેા છે કે ‘નીતિશાસ્ત્રમાં, સ્મૃતિમાં કે કેઈ દેશમાં એવા આચાર હશે કે એક પક્ષના કહેલા દોષથી બીજા પક્ષને ( પૂછ્યા સિવાય ) શિક્ષા થાય ? તમે સદા વિચારીને કા કરનારા છે, છતાં આ કાર્યોં વિચાર્યા વગર કર્યું' છે, પણ તેમાં હું મારા ભાગ્યનેાજ દોષ માનું છું. તમે તે સદા નિર્દોષજ છે; પરંતુ હે પ્રભુ ! જેવી રીતે દુનનાં વચનથી નિર્દોષ છતાં પણ તમે મારે। ત્યાગ કર્યાં, તેવી રીતે હવે મિથ્યાર્દષ્ટિનાં વચનથી જૈનધર્મના ત્યાગ કરશે નહિ.' આ પ્રમાણે કહી સીતા મૂર્છા પામી પડી ગયાં. વળી પાછા ક્ષણવારે બેઠા થઈ ને ખાં-‘ અરે ! રામ મારા વિના કેમ જીવશે ? હું મરી ગઈ.' આ પ્રમાણેનાં કૃતાંતવદનના મુખદ્વારા સીતાનાં વચન સાંભળી રામ મૂર્છા ખાઈ પૃથ્વીપર પડી ગયા. તત્કાળ લમણે સંભ્રમથી ત્યાં આવી ચંદનજળનું સિંચન કર્યું. રામ સચેત થઈને ખેલ્યા કે તે મહા સતી સીતા કયાં છે? કે જેને ખળ લેાકેાનાં વચનેથી મે ત્યાગ કર્યાં છે.’ લક્ષ્મણુ મેલ્યા-‘ હે સ્વામિન્ ! હજી એ મહાસતી પેાતાના પ્રભાવથી એ વનમાં રક્ષિત થયાં હશે. માટે જ્યાં સુધીમાં તમારા વિરહવડે તે મૃત્યુ પામે નહિ ત્યાં સુધીમાં તમે સ્વયમેવ જઈ શેાધીને તેને પાછાં લઈ આવે.' લક્ષ્મણનાં આવાં વચન સાંભળી રામ કૃતાંતવન સેનાની અને ખીજા ખેચરેાને સાથે લઈ વિમાનમાં બેસીને તે દારૂણ અરણ્યમાં ગયા. ત્યાં સ્થળે સ્થળે, જળે જળે, તે પતે અને વૃક્ષે વૃક્ષે રામે સીતાને શેાધ્યાં, પણ કાઈ ઠેકાણે જોવામાં આવ્યાં નહિ. રામ અતિ દુઃખી થઈ ખહુવાર સુધી ફરી વિચાર કરવા લાગ્યા કે જરૂર કાઈ વાઘે, સિ ંહે કે બીજા શિકારી પ્રાણીએ સીતાનું ભક્ષણ કર્યુ હશે !' છેવટે સીતાની પ્રાપ્તિ સંબંધી આશા મૂકીને રામ પાછા ફ્રી અચૈાધ્યામાં આવ્યા. પુરજના વારંવાર સીતાના ગુણુ વખાણુતા સતા રામની નિંદા કરવા લાગ્યા. રામે અશ્રવાળા નેત્રથી સ` સીતામય અથવા સર્વ સીતાશૂન્ય ધારી તેનું પ્રતિકાય કર્યુ.. તેમના હૃદયમાં, દ્રષ્ટિની આગળ અને વાણીમાં એક સીતાજ હતાં, સીતા કાઈ ઠેકાણે રહેલાં હતાં, તથાપિ રામના જાણુષામાં તે આવ્યું નહિ. અહી વાઘ રાજાને ઘેર સીતાએ યુગલપુત્રને જન્મ આપ્યા. તેમના અનંગ લવણુ અને મદનાંકુશ એવાં નામ પાડવાં. મોટા મનવાળા વજ ધ રાજા પેાતાને પુત્ર થાય તે કરતાં પશુ અધિક હ પામ્યા, અને તેણે તેમના જન્મ અને નામના મહાત્સવે કર્યાં. ધાત્રીઓએ લાલિત કરાતા અને લીલાથી દુલલિત એવા તે બંને ભાઈ એ ભૂચર અશ્વિનીકુમારેાની જેમ અનુક્રમે વધવા લાગ્યા. એમ કરતાં કરતાં એ મહાભુજ માળ કલાગ્રહણુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.or
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy