SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬] રાવણે શાંતિનાથ પ્રભુની કરેલ સ્તુતિ [પર્વ ૭ મું એક સ્ત્રીને માટે પ્રાણસંશયમાં શા સારૂ પડે છે? રાવણે હણેલ લક્ષ્મણ એકવાર સજીવન થયા, પણ હવે ફરીવાર તે લક્ષ્મણ, તમે અને આ વાનરે શી રીતે જીવી શકશે? એકલે રાવણ આ બધા વિશ્વને હણવાને સમર્થ છે, માટે તેનું વચન સર્વથા માન્ય કરવું જોઈએ. ન માને તે તેનું પરિણામ વિચારો !” સામંતનાં આવાં વચન સાંભળી લક્ષ્મણ ક્રોધથી બોલી ઊઠ્યા–“અરે અધમ દૂત! હજુ સુધી રાવણ પિતાની અને બીજાની શક્તિને જાણ નથી. તેને સર્વ પરિવાર હણાયે અને બંધાયે, માત્ર તેની સ્ત્રીએ જ અશેષ રહી, તથાપિ તે હજુ સુધી સ્વમુખે પિતાનું પરાક્રમ બતાવ્યા કરે છે, તે તેની કેવી ધીઠતા! એક મૂળરૂપ મુશલ અવશેષ રહેલું હોય, અને અશેષ જટા (શાખા) છેદાયેલી હોય તેવા વડવૃક્ષની જેમ તે રાવણ હવે એક અંગે રહેલે છે, તે તે હવે કેટલીવાર રહી શકશે? માટે હવે તું સત્વર જા, અને રાવણને યુદ્ધ કરવા માટે મકલ, તેને મારવાને મારે ભુજ તૈયાર થઈ રહેલે છે.” આ પ્રમાણે લમણે આક્ષેપ કર્યો એટલે તેના ઉત્તરમાં સામંત બેલવા જતા હતા, તેવામાં તે વાનરેએ ઊઠી ગળે પકડીને તેને કાઢી મૂક્યો. સામતે રામ અને લક્ષ્મણનાં બધાં વચને રાવણને કહ્યાં. પછી રાવણે મંત્રીઓને પૂછયું કે-“કહો, હવે શું કરવું?” મંત્રીઓ બેલ્યા-“સીતાને અર્પણ કરવાં તેજ ઉચિત છે. તમે વ્યતિરેક ફળ તે જોઈ લીધું. હવે અન્વયર ફળ જુઓ. અન્વય અને વ્યતિરેકથી સર્વ કાર્યની પરીક્ષા થાય છે, માટે હે રાજા! તમે એકલા વ્યતિરેકમાં જ કેમ લાગ્યા રહો છે? અદ્યાપિ તમારા ઘણા બંધુઓ અને પુત્રો અક્ષત છે, તે સીતાને અર્પણ કરીને તેમની સાથે આ રાજ્યસંપત્તિવડે વૃદ્ધિ પામો.” મંત્રીઓના મુખથી આ પ્રમાણેની સીતાના અપર્ણની વાણી સાંભળીને જાણે મર્મમાં હણાયે હોય તેમ રાવણ અંતરમાં બહુજ દુભાયે અને ચિરકાળ સુધી વયમેવ ચિંતન કરવા લાગ્યું. પછી બહુરૂપા વિદ્યાને સાધવાને હૃદયમાં નિશ્ચય કરી કષાય શાંત કરી શાંતિનાથના ચૈત્યમાં ગયે. ભક્તિથી જેનું મુખ વિકાસ પામ્યું છે એવા રાવણે ઇદ્રની જેમ જળકળશાઓથી શ્રી શાંતિનાથને સ્નાત્ર કર્યું, અને ગોશીષચંદનથી વિલેપન કરીને દિવ્ય પુવડે પૂજા કરી. પછી શ્રી શાંતિનાથની આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી– દેવાધિદેવ, જગતના ત્રાતા અને પરમાત્મા રૂપ સેળમા તીર્થંકર શ્રી શાંતિનાથ પ્રભુને મારા નમસ્કાર હો. આ સંસારસમુદ્રથી તારનાર એવા હે શાંતિનાથ ભગવાન ! સર્વાર્થ સિદ્ધિના મંત્રરૂપ તમારા નામને પણ વારંવાર નમસ્કાર છે. હે પ્રભુ! જે તમારી અષ્ટપ્રકારી પૂજા કરે છે તેઓના હાથમાં અણિમા વિગેરે આઠે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે નેત્રોને ધન્ય છે કે જે પ્રતિદિન તમારૂં દર્શન કરે છે, તેનાથી પણ તે હૃદયને ધન્ય છે કે જે નેત્રના જોયેલા તમને ધારણ કરી રાખે છે. હે દેવ ! તમારા ચરણસ્પર્શથી પણ પ્રાણી નિર્મળ થાય છે. શું સ્પ ધી ૧. વિપરીત વર્યાનું ફળ. ૨. અનુકૂળ વત્યનું ફળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy