________________
૧૩૪ ] લકમણની મૂછ દૂર કરવા માટે વિશલ્યા પાસે જવું [ પર્વ ૭ મું રાજા મારો મામો હતો તે મારી ભૂમિમાં રહેતા હતા, છતાં તેના દેશમાં કે ગૃહમાં વ્યાધિ ઉત્પન્ન થયે નહિ; તેથી મેં વ્યાધિ નહિ થવાનું તેમને કારણ પૂછ્યું, એટલે દ્રોણમેઘે કહ્યું કે-“મારી પ્રિયંકરા નામે રાણી પૂર્વે રોગથી અત્યંત પીડાતી હતી, અન્યદા તેને ગર્ભ રહ્યો. તેના પ્રભાવથી તે વ્યાધિમુક્ત થઈ ગઈ અનુક્રમે વિશલ્યા નામે એક પુત્રીને તેણે જન્મ આગે. અન્યદા તમારા દેશની જેમ મારા દેશમાં પણ વ્યાધિને ઉપદ્રવ ઉત્પન્ન થતાં તે વિશલ્યાના સ્નાનજળથી સિંચન કરતાં લોકો નરેગી થઈ ગયા. એકદા સત્યભૂતિ નામે ચારણમુનિને મેં તેનું કારણ પૂછ્યું, એટલે તેમણે વિશલ્યાના પૂર્વ જન્મના તપનું એ ફળ છે એમ કહ્યું. વળી વિશેષમાં કહ્યું કે-આ વિશલ્યાના નાનજળથી ત્રણનું સંહણ, શલ્યને અપહાર અને વ્યાધિને ક્ષય થશે, તેમજ રામના અનુજ બંધુ લક્ષ્મણ તેના પતિ થશે.” તે મુનિની વાણીથી, સમ્યક્ જ્ઞાનથી અને અનુભવથી પણ તે વિશલ્યાના સ્નાનજળના પ્રભાવ વિષે મને નિશ્ચય થયેલ છે. આ પ્રમાણે કહીને મારા મામા દ્રોણમેઘે મને વિશલ્યાના સ્નાનનું જલ અર્પણ કર્યું, જેના સિંચનથી મારી ભૂમિ પણ નીરોગી થઈ ગઈ તેજ સ્નાનજલથી મેં તમને સિંચન કર્યો, જેથી તમે શક્તિશલ્યરહિત થઈ ગયા, તેમજ ક્ષણવારમાં તમારા ત્રણ પણ રૂઝાઈ ગયા.” આ પ્રમાણે મને અને ભરતને તેની ખાત્રી થયેલી છે, માટે પ્રાતઃકાળ થયા અગાઉ તે વિશલ્યાનું સ્નાનજળ લાવો. હવે સત્વર ઉતાવળ કરે. પ્રાતઃકાળ થઈ જશે તો પછી શું કરી શકશે ? શકટ વિખાઈ ગયા પછી ગણેશ શું કરી શકશે ?”
તે સાંભળી મે વિશલ્યાનું જ્ઞાન જળ લાવવાને માટે ભામંડલ, હનુમાન અને અંગદને સત્વર ભરતની પાસે જવા આજ્ઞા કરી. તેઓ પવનની જેવા વેગથી વિમાનમાં બેસીને અધ્યામાં આવી પહોંચ્યા. રાજમહેલની ઉપર ભરતને સુતેલા જોયા. ભરતને જગાડવા માટે તેઓએ આકાશમાં રહી ગાયન કરવા માંડયું. “રાજકાર્ય માટે કઈ પણ ઉપાયથી રાજાઓને ઉઠાડવા જોઈએ.” ગાયનના સ્વરથી ભરત જાગી ગયા, એટલે પિતાની પાસે નમસ્કાર કરતા ભામંડલ વિગેરેને દીઠા. અકસ્માતું રાત્રિએ આવવાનું કારણ પૂછવાથી તેમણે પોતાનું કાર્ય જણાવ્યું. “આપ્ત જનની આગળ આપ્ત જનને કાંઈ છૂપું રાખવાનું હોતું નથી.” પછી “મારા ત્યાં જવાથીજ તે કાર્ય સિદ્ધ થશે' એવું ધારીને ભરત તેમના વિમાનમાં બેસી કૌતુકમંગલ નગરે આવ્યા. ત્યાં ભરતે દ્રોણમેઘની પાસે વિશલ્યાની માગણી કરી, એટલે તેણે એક હજાર કન્યાઓ સહિત લક્ષ્મણ સાથે વિવાહ કરીને વિશલ્યાને આપી. પછી ભામંડલ વિગેરે ઘણા ઉતાવળા થઈ ભરતને અધ્યામાં મૂકીને પરિવાર સહિત વિશલ્યાને સાથે લઈ રામ પાસે પહોંચ્યા. પ્રજવલિત દીપકવાળા વિમાનમાં બેસીને આવતા ભામંડલને જોઈને સર્વ ક્ષણવાર તે સૂર્યોદયના ભ્રમથી ભય પામી ગયા; એવામાં તે ભામંડલે આવીને વિશલ્યાને લક્ષ્મણની પાસે મૂકી. તેણે લમણને કરસ્પર્શ કર્યો એટલે તત્કાળ યષ્ટિમાંથી સર્પિણ છટકીને નીકળે તેમ લક્ષ્મણના શરીરમાંથી મહાશક્તિ બહાર નીકળી. તે વખતે બાજ પક્ષી જેમ ચકલીને પકડે તેમ આકાશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org