________________
૮૮] મહીધર રાજાની સભામાં અતિવીર્ય રાજાના દ્વતનું આવવું. [ પર્વ ૭ મું ઉત્તરીય વાવડે કંઠયાશ રચી વડની શાખા સાથે બાંધીને તે પિતાના શરીરને લટકાવવા લાગી; તે વખતે “હે ભદ્ર! તું સાહસ કરીશ નહી, હું પોતેજ લક્ષમણ છું.' એમ બેલતા લક્ષમણે ત્યાં જઈ પાશ દૂર કરીને તેને નીચે ઉતારી. રાત્રિના શેષ ભાગે જ્યારે રામ સીતા જાગ્રત થયાં ત્યારે લમણે તે વનમાળાને સર્વ વૃત્તાંત તેમને જણાવ્યું. તત્કાળ વનમાળાએ લજજાથી મુખ ઢાંકી સીતા અને રામના ચરણકમળમાં નમસ્કાર કર્યો.
અહીં મહીધર રાજાની આ ઈંદ્રાણીએ રાજમહેલમાં જ્યારે વનમાળાને જોઈ નહિ ત્યારે કરણ સ્વરે પિકાર કર્યો, તેથી મહીધર રાજા વનમાળાને શોધવા માટે નીકળે. આમ તેમ ભકટતાં તેણે તે વનમાં વનમાળાને બેઠેલી જોઈ એટલે “આ રાજપુત્રીને ચેરને મારે” એમ બેલતા સૈનિકે શસ્ત્રો ઊંચા કરીને દેડડ્યા. તેને આવતાં જોઈ લક્ષમણુ ક્રોધથી ઊભા થયા, અને લલાટ પર ભ્રકુટીની જેમ તેણે પણ પણુછને ધનુષ્ય ઉપર ચડાવી. પછી શત્રુઓના અહંકારને હરી લે તે ટંકાર શબ્દ કર્યો. ટંકારના નાદથી જ કેટલાક સુભટો ક્ષેભ પામી ગયા, કેટલાક ત્રાસ પામ્યા અને કેટલાક પડી ગયા. માત્ર મહીધર રાજા એકલે આગળ ઊભે રહ્યો, તેણે લક્ષ્મણને જોયા એટલે તેમને ઓળખીને તે બે કે-“હે સૌમિત્રિ! ધનુષ ઉપરથી પણછ ઉતારી લે, મારી પુત્રીના પુણ્યથીજ તમે અહીં પ્રાપ્ત થયા છે.” તત્કાળ લક્ષ્મણે ધનુષ્ય ઉપરથી પણછ ઉતારી નાંખી, એટલે મહીધર રાજા સ્વસ્થ થશે. પછી ત્યાં રામને જોઈ રથમાંથી ઉતરીને તેણે પ્રણામ કર્યા અને કહ્યું કે-“તમારા ભાઈ લક્ષ્મણને માટે પ્રથમથી જ તેનાપર અનુરાગવાળી આ મારી પુત્રીને મેં પૂર્વે કપેલી હતી. મારા ભાગ્યને તેમને હમણા સમાગમ થયો છે. લક્ષ્મણ જેવા જામાતા અને તમારા જેવા સંબંધી મળવા બહુ દુર્લભ છે.” આ પ્રમાણે કહી મોટા સન્માનપૂર્વક મહીધર રાજા જાનકી, રામ અને લક્ષમણુને પોતાને ઘેર લઈ ગયે.
રામ વિગેરે ત્યાં રહેલા હતા તેવામાં એક દિવસ સભામાં બેઠેલા મહીધર રાજા પાસે અતિવીર્ય રાજાને દૂત આવીને કહેવા લાગ્યું કે-“નંદ્યાવર્ત પુર રાજા અતિવીર્ય જે વીર્યનો સાગર છે તેમણે ભરતરાજાની સાથે વિગ્રહ થવાથી તમને પિતાની સહાય કરવા બેલાવેલા છે. દશરથના પુત્ર ભરતરાજાના સૈન્યમાં ઘણું રાજાઓ આવેલા છે, તેથી મહાબળવાન અતિવીર્ય રાજાએ તમને તેડાવ્યા છે.” તે સમયે લમણે પૂછ્યું કે-“નંદાવર્તપુરના રાજા અતિવીર્યને ભરત રાજા સાથે વિરેાધ થવાનું કારણ શું છે?” દૂત બોલ્યો કે-“મારા સ્વામી અતિવીર્ય ભરતરાજા પાસેથી ભક્તિને ઈચ્છે છે, ભરત તેમની ભક્તિ કરતા નથી એ વિરોધનું કારણ છે.” તે સાંભળીને રામે દૂતને પૂછયું –“હે દૂત! અતિવીર્ય રાજાની સાથે યુદ્ધ કરવાને શું ભારત રાજા સમર્થ છે કે જેથી તે તેની સેવા કરવાને કબુલ કરતો નથી?' તે કહ્યું-“અતિવીર્ય ઘણા બળવાન છે અને ભરતરાજા પણ સામાન્ય નથી, તેથી તે બન્નેમાંથી કેન વિજય થશે તે સંશય છે. આ પ્રમાણે કહેતા હતને “હું સત્વર આવું છું” એમ કહીને મહીધર રાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org