________________
૮૨].
સિંહદર ને વાકર્ણ વચ્ચે કરાવેલ સંધિ. [પર્વ ૭ મું પ્રતિજ્ઞા લીધી છે, માટે તમે વજકર્ણ ઉપર કે૫ કરો નહિ. રાજા ભરતનું શાસન તમારે માન્ય કરવા યોગ્ય છે, કારણ કે એ ભરત રાજા સમુદ્રાંત પૃથ્વી ઉપર શાસન કરનાર છે.” આવાં લક્ષમણુનાં વચન સાંભળી સિંહદર ક્રોધથી બે-એ ભરત રાજા કેણ છે? કે જે વાકર્ણના પક્ષમાં રહી વાતુલ થઈને મને આ પ્રમાણે કહેવરાવે છે. તે સાંભળતાં જ લક્ષ્મણનાં નેત્ર કોપથી લાલ થઈ ગયાં. અને હોઠ ફરકવા લાગ્યા. તે બેલ્યા-મૂઢ! તું ભરત રાજાને જાણતા નથી ? લે, હવે તેને તે સત્વર ઓળખાવું. ઊઠ, યુદ્ધ કરવાને સર્વ રીતે તૈયાર થા. ચંદનઘોની જેમ તું હજુ મારી ભુજારૂપ વાથી તાડિત થ નથી.” તે સાંભળતાં જ ભસ્મથી ઢંકાયેલા અગ્નિને સ્પર્શ કરવાને બાળક તૈયાર થાય તેમ સિંહદર રાજા સૈન્ય સહિત લક્ષમણને હણવાને તૈયાર થયે. લક્ષમણ પોતાની ભુજાથી કમળના નાળવાની જેમ હાથીનું બંધસ્થાન (ખીલે) ઉખેડીને દંડ ઉંચે કરી રહેલા યમરાજની જેમ તે આલાનથંભવડે શત્રુઓને મારવા લાગ્યા. પછી એ મહાભુજે ઉછાળો મારીને હાથી ઉપર બેઠેલા સિંહેદરને પશુની જેમ તેના જ વસ્ત્રવડે કંઠમાંથી બાંધી લીધે. દશાંગપુરના લેકે આશ્ચર્યથી જોઈ રહ્યા, અને લક્ષમણ સિંહદરને ગાયની જેમ ખેંચીને રામની પાસે લઈ ગયા. રામને જેઈ સિંહદરે નમસ્કાર કરીને કહ્યું-“હે રઘુકુળનાયક! તમે અહીં આવ્યા છે, તે મારા જાણવામાં આવ્યું નહતું. અથવા હે દેવ! મારી પરીક્ષાને માટે તમે આ કર્યું હશે, પણ જો તમે બળ બતાવવા તત્તર થાઓ તે પછી અમારે જીવવાથી સર્યું, અર્થાત અમે જીવી શકીએ જ નહીં. હે નાથ ! મારા આ અજ્ઞાત દેષને ક્ષમા કરો, અને જે કર્તવ્ય હોય તે બતાવે. કેમકે શિષ્ય ઉપર ગુરૂની જેમ સેવક ઉપર સ્વામીને કેપ માત્ર શિક્ષાને માટે જ હોય છે.” રામે કહ્યું – “વાકર્ણની સાથે સંધિ કરે.” તે વાણીને સિંહદરે તથતિ (તેમજ) કહીને સ્વીકારી લીધી.
પછી રામચંદ્રની આજ્ઞાથી વાજીકર્ણ ત્યાં આવ્યો, અને વિનયથી રામની આગળ ઊભે રહી અંજલિ જેડીને બે-“સ્વામી શ્રી ઋષભદેવના વંશમાં તમે બલભદ્ર અને વાસુદેવ ઉત્પન્ન થયા છે, એમ અમે સાંભળ્યું હતું. આજે સારા ભાગે તમારા બન્નેના અમને દર્શન થયા છે. ચિરકાળે તમે ઓળખવામાં આવ્યા છે. તમે બંને મહાભુજ સર્વ ભરતાદ્ધના નાથ છે. હું અને બીજા રાજાઓ તમારાજ કિંકરે છીએ. હે નાથ! આ મારા પ્રભુ સિંહદરને છેડી મૂકે, અને હવેથી તેને એવી શિક્ષા આપો કે જેથી તે બીજાને નહિ પ્રણામ કરવાના મારા દઢ અભિગ્રહને સદા સહન કરે. “અહંત દેવ અને સાધુ ગુરૂ વિના બીજાને નમસ્કાર કર નહીં' એ દઢ અભિગ્રહ પ્રીતિવર્લ્ડન નામના મુનિ પાસે મેં ગ્રહણ કરેલ છે.” બ્રગુટીની સંજ્ઞાથી સિંહોદરે રામની તે વાત સ્વીકારી, એટલે સૌમિત્રિએ-લક્ષમણે મુક્ત કરેલે સિંહદર રાજા વજકર્ણને આલિંગન દઈને મ.- પછી તેણે રામની સાક્ષીએ પરમ પ્રીતિથી પિતાનું અધ રાજ્ય સહેદર બંધુની જેમ વાકર્ણને આપ્યું. દશાંગપુરના રાજા વાકણે ઉજયિનીના રાજા સિંહોદર પાસેથી શ્રીધરાનાં કુંડળ માગી લઈને વિદંગને આપ્યાં. વાકણે પિતાની આઠ કન્યાઓ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org