SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૪ ] ચંદ્રગતિને પ્રાપ્ત થયેલ જનકને પુત્ર [ ૬૫ અનુરાગ ઉત્પન્ન થયે. રાજપુત્ર કુંડલમંડિતે તેનું હરણ કર્યું, પરંતુ પિતાના ભયથી તે કેઈ દુર્ગા દેશમાં એક પલ્લી (નેહડ) કરીને તેની સાથે રહ્યો. અતિસુંદરીના વિરહથી પિંગલ ઉન્મત્ત થઈને પૃથ્વી પર ભમવા લાગે. એક વખતે ભમતાં ભમતાં આર્યગુપ્ત નામના આચાર્ય તેના જવામાં આવ્યા. તેમની પાસેથી ધર્મ સાંભળીને તેણે દીક્ષા લીધી, પણ તેણે અતિસુંદરીને પ્રેમ જરા પણ છેડ્યો નહિ. પેલે કુંડલમંડિત પલ્લીમાં રહ્યો સત શ્વાનની જેમ છળ કરીને દશરથ રાજાની ભૂમિને લુંટવા લાગ્યા. બાલચંદ્ર નામને એક સામંત દશરથ રાજાની આજ્ઞાથી તેને ભૂલાવે ખવરાવી, પકડી બાંધીને તેમની પાસે લઈ આવ્યો. કેટલેક કાળે દશરથ રાજાએ કુંડલમંડિતને પાછળ છોડી મૂક્યો. “જયારે શત્રુ દીન અને ક્ષીણ થઈ જાય ત્યારે મોટા પુરૂષને કેપ શમી જાય છે.” પછી કુંડલમંડિત પિતાના રાજ્યને માટે પૃથ્વી પર ભમવા લાગ્યા. અન્યદા મુનિચંદ્ર નામના કેઈ મુનિ પાસેથી ધર્મ સાંભળીને તે શ્રાવક થશે. રાજ્યની ઈચ્છાએ મૃત્યુ પામીને તે મિથિલા નગરીમાં જનક રાજાની સ્ત્રી વિદેહાના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયે. પેલી સરસા જે ઈશાન દેવલોકમાં દેવી થઈ હતી તે એક પુરોહિતની વેગવતી નામે પુત્રી થઈ તે તે ભવમાં દીક્ષા લઈ મૃત્યુ પામીને બ્રાદેવલેકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને વિદેહા રાણીના ઉદરમાં કંડલમંડિતના જીવની સાથેજ પુત્રીપણે ઉત્પન્ન થઈ. સમય આવતાં વિદેહાએ પુત્ર અને કન્યાના યુગલને જન્મ આપે. તેજ સમયે પેલા પિંગલ મુનિ મૃત્યુ પામીને સૌધર્મ કપમાં દેવતા થયા, તેણે અવધિજ્ઞાનથી પિતાને પૂર્વભવ જે. એટલે પિતાના પૂર્વભવના વૈરી કુંડલમંડિતને જનક રાજાના પુત્રરૂપે જન્મતે દીઠે. પૂર્વ જન્મના વૈરથી કેપ કરીને તેને જન્મતાંજ હરી લીધું. પછી તેણે વિચાર્યું કે “આને શિલાતળ ઉપર અફળાવી હણી નાખુ? પણ ના, મેં પૂર્વભવે દુષ્ટ કર્મ કરેલું, તેનું ફળ મેં અનેક ભવમાં ચિરકાળ અનુભવેલું છે, દેવગે મુનિપણું પ્રાપ્ત કરી હું આટલી ભૂમિકા સુધી આવ્યો છું; તે આ બાળકની હત્યા કરીને પાછો અનંતભવ પરિભ્રમણ કરનારો શા માટે થાઉં?” આ પ્રમાણે વિચારી તે દેવે કુંડલાદિક આભૂષણેવડે તે બાળકને શણગારી, પડતા નક્ષત્રની કાંતિના મને આપતા તે બાળકને ઉપાડીને વૈતાત્યગિરિની દક્ષિણ શ્રેણીમાં રથનપુર નગરના નંદને ધ્યાનમાં શય્યા પર મૂકે તેમ હળવેથી મૂક્યો. આકાશમાંથી પડતી તે બાળકની કાંતિને જોઈને આ શું થયું? એમ સંભ્રમ પામેલે ચંદ્રગતિ રાજા તેના પડવાને અનુસારે નંદન વનમાં ગયે. ત્યાં દિવ્ય અલંકારે ભૂષિત તે બાળકને તેણે દીઠે. તરતજ તે અપુત્ર વિદ્યાધરપતિ ચંદ્રગતિએ તેને પુત્રપણે માનીને ગ્રહણ કર્યો, અને રાજમહેલમાં આવીને પિતાની પ્રિયા પુષ્પવતીને અર્પણ કર્યો. પછી નગરમાં આવી આઘેષણ કરાવી કે “આજે ગુઢગર્ભા દેવી પુષ્પવતીએ એક પુત્રને જન્મ આપે છે.” રાજાએ અને નગરજનેએ તેને જન્મોત્સવ કર્યો. પ્રથમના ભામંડલના સંબંધથી તેનું નામ ભામંડલ પાડયું. * કાંતિસમૂહ. C - 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy