Book Title: Yashovijay suriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf Catalog link: https://jainqq.org/explore/249125/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૨ ૧૯૩ ગુણા વડે શેાભી રહી અનેકાને પ્રેરણાનાં પીયૂષ પાતી રહી. અપ્રમત્તતાનો પૂજ્યશ્રીના ગુણ ઊડીને આંખે વળગે તેવા છે. તત્ત્વજ્ઞાન વડે અધ્યાત્મના અગાધ સમુદ્રમાં ડૂબકી મારી, તેમાં જ મસ્ત રહી જીવનારા એક અલગારી ધર્મપુરુષને સત્સંગ કરવા જેવા છે. ઇતિહાસનું વાચન અને લેખન, નાનાવિધ છ ંદોમાં સંસ્કૃત શ્લોકોનુ સર્જન; જિનમૂતિએ તથા પ્રાચીન શિલાલેખાનુ આકલન આદિ તેમના પ્રિય વિષયે રહ્યા છે. સમતારસનું અનેક જીવાને પાન કરાવનારા આ શાસનપ્રભાવક સૂરિદેવ સૌના વંદનાના અધિકારી છે. કહેવાય છે કે साधूनां दर्शनं पुण्य तीर्थभूता हि साधवः । तीर्थ फलितं कालेन - सद्यः साधुसमागमः ॥ તુ જ ફળ આપે છે. પાંચ અર્થાત્, તી તે અવસરે ફળે, પણ સાધુસમાગમ તે મહાત્રતાનું ચુસ્તપણે પાલન કરનારા આ સાધુએ ખરેખર તીર્થ સમાન છે. એવા એ સર્વિરને સ. ૨૦૪૫ના મહા સુદ પાંચમને શુભ દિને પૂ. આ. શ્રી હિમાંશુસૂરિજી મહારાજના વરદ હસ્તે વાવ મુકામે આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. તેએશ્રી દ્વારા સમયે સમયે શાસનનાં અનેક મંગલ કાર્યાં થતાં રહ્યાં છે. વ્યાખ્યાના, તપસ્વીઓનું બહુમાન, યાત્રાસ`ઘા, સ્વામીવાત્સલ્ય, ઉપધાન, ઉજમણાં, દીક્ષાપ્રસ`ગા આદિ તેઓશ્રીની નિશ્રામાં સતત ચાલુ જ હોય છે. પેાતાની જન્મભૂમિ અને ગુજરાતમાં ઠેર ઠેર વિહાર કરીને સદ્બેધની સરતા વહાવી છે. જૈનસાહિત્ય અને જૈન જ્ઞાનભંડારાને સમૃદ્ધ કરવામાં, એવી પ્રવૃત્તિએને પ્રેત્સાહિત કરવામાં તેઓશ્રીને અનન્ય ફાળે છે. સધવત્સલતા અને સાધર્મિક ભક્તિ માટેની ભાવના તેઓશ્રીના વ્યક્તિત્વમાં નીખરી આવે છે. ખરેખર, આવી વિભૂતિએ જિનશાસનનું ગૌરવ છે, ટિશ: વંદન હજો એવી વિભૂતિને ! શ્રુતભક્તિના મહાન પુરસ્કર્તા, ભક્તિમાર્ગના અનન્ય આરાધક, પૂ. આચાર્ય શ્રી ચશેાવિજયસૂરીશ્વરજી મહારાજ સાધુજીવનની સમાચારીના પાલનમાં સદાય સાગ અને સમયબદ્ધ રહેનારા પૂ. આચાર્ય દેવશ્રી યશે વિજયસૂરિજી મહારાજનું ત્યાગી વન અનેક ગુણાથી મહેકી રહ્યું છે. પૂજ્યપાદ બાપજી મહારાજના સમુદાયમાં ઉચ્ચતમ પદે બિરાજમાન પૂ. સૂરિવ ખરે જ વાત્સલ્ય અને પ્રસન્નતાની મૂર્તિ છે ! મહામહેપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજાના જ્ઞાનસારસૂત્રની ‘સમીરુ મનો ચર્ચાસ મધ્યસ્થો મહામુનિ પક્તિની જીવ ́ત કૃતિ અને ‘ચિત્ત પ્રસન્ને રે પૂજનફળ કહ્યું. એ પક્તિમાં આન ધનજી મહારાજાએ વીંધેલી-ચીધેલી ચિત્તપ્રસન્નતાની ઝળહળતી ઝાંખી કરાવતું વ્યક્તિત્વ આચાર્ય શ્રી યશવિજયસૂરિજી મહારાજ, ' > એટલે પૂ. * પ 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ 14 શાસનપ્રભાવક કે . વળ તેઓશ્રીને જન્મ સં. ૨૦૦૨ના મહા વદ ૧૩ને શુક્રવાર તા. ૧-૩-૧૯૪૬માં ઝીંઝુવાડામાં એક સંસ્કારી અને ધર્મનિષ્ઠ પરિવારમાં થયો હતો. બાળપણથી પૂર્ણિમાના ચંદ્ર જેવું પ્રસન્ન મુખકમળ અનેક જીવોના આકર્ષણનું કેન્દ્ર હતું. પિતા જયંતિલાલે અને માતા કંચનબહેને બાળકને ઉછેર પણ પૂરતા વાત્સલ્યભાવથી કર્યો. સમય જતાં તેઓ શ્રતભક્તિના મહાન પુરસ્કર્તા બન્યા. પૂજ્યશ્રીનું સંસારી નામ યશવંતભાઈ. બાળપણથી જ યશવંતભાઈનાં ધર્મપ્રીતિ, તપ–જપની આરાધના, અને જ્ઞાન ધ્યાનમાં રસ વધતા જ રહ્યા. એવામાં ગુરુદેવશ્રી આચાર્ય ભગવંત શ્રી કારસૂરિજી મહારાજની કૃપાદ્રષ્ટિએ યશવંતભાઈની ધર્મત પ્રજવલિત કરી અને સં. ૨૦૧૩ના મહા સુદ ૧૦ના દિવસે ઝીંઝુવાડામાં દીક્ષા લઈ પૂ. આ. શ્રી કારસૂરિજી મહારાજના વિનેય શિષ્ય યશોવિજયજી નામે જાહેર થયા. આગળ જતાં, પૂ. આ. શ્રી 3 કારસૂરિજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૪૨માં જૂના ડીસા મુકામે પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૪પના મહા સુદ પાંચમને દિવસે બનાસકાંઠા જિલ્લાના વાવ ગામે પૂ. આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. પ્રખર પ્રતિભાના ધારક, શાસનપ્રભાવક અને સૌજન્યશીલ વ્યક્તિત્વ ધરાવતા આ મહાપુરુષ સાચે જ નાનાવિધ શાસનકાર્યોથી સંયમજીવનની સુવાસ પ્રસરાવી રહ્યા છે. પૂજ્યશ્રીને અલ્પ પરિચય પણ આપણને પ્રસન્ન વદન, સમતાપૂર્ણ હૃદય અને નેહ નીતરતાં નયનની ત્રિવેણીમાં સ્નાન કરતાં હોઈએ એ અનુભવ કરાવી જાય છે. પૂ. ગુરુદેવશ્રીના ઉપશમભાવ અને સદાયનું સંગાથી મુક્ત હાસ્ય પૂજ્યશ્રીને તેઓના સાચા ઉત્તરાધિકારી જાણે ન હોય તેની પ્રતીતિ કરાવી જાય છે. ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી સતત વહી રહેલી ગુરુકૃપાના પૂજ્યશ્રી અનુપમ વાહક છે. ભક્તિયોગ એમને પ્રિયમાં પ્રિય યોગ છે. પ્રભુ પ્રત્યે પાંગરતી પૂજ્યશ્રીની ભક્તિધારામાં આપણે સહજપણે પરિપ્લાવિત થઈ ઊઠીએ છીએ. વિહારયાત્રામાં પણ સતત ચિંતન-મનન–સંક્લન-લેખન આદિ ચાલતાં જ હેય. યાત્રામાં વિહરતાં તેઓશ્રીનું દર્શન નયનરમ્ય હોય છે. સ્વ માટે વાપિ વાળ અને પર માટે યુનિ સુસુમ વ્યક્તિત્વને વરેલા છે. પૂજ્યશ્રીનાં પાવન પગલે તેઓશ્રીના પિતાશ્રી મુનિરાજ શ્રી જિનચંદ્રવિજયજી મહારાજ સુંદર સંયમસાધના કરી રહ્યા છે. તથા લઘુબંધુ વિદુવર્ય મુનિરાજ શ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ સંશોધનક્ષેત્રે હરણફાળ ભરી રહ્યા છે. માતુશ્રી સાધ્વીશ્રી કલ્પલતાશ્રીજી મહારાજ તરીકે વિચરી રહ્યા છે. તથા લઘુબંધુ રાજેન્દ્ર મુનિરાજ શ્રી રાજેશવિજયજી તરીકે સુંદર સંયમસાધના કરી રહ્યા છે. આમ, પિતાના કુટુંબીજને અને અન્ય અનેક પવિત્ર આત્માઓને પૂજ્યશ્રીએ સંયમમાર્ગ પ્રબોધ્યું છે. વર્તમાન જિનશાસનના સિતારા સમા આ આચાર્યદેવ શાના ગૂઢ અભ્યાસી છે. ઉચ્ચ કોટિના અધ્યાત્મચિંતક છે. આનંદઘન આત્માના એકનિષ્ઠ આરાધક છે. અગણિત અનુષ્કાના ઉપાસક છે. આવા મહાસમર્થ ધર્માત્માના વરદ હસ્તે શાસનનાં માંગલિક કાર્યો દીર્ઘ કાળ પર્યત થતાં રહે એ જ હાર્દિક અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને શત: વંદના 2010_04