Book Title: Vipul ane Vijan Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201039/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 156 બોધ કથાઓ ૩૯. વિપુલ અને તિન પ્રતિષ્ઠાનપુરના જંગલમાં એક પ્રખ્યાત વનવાસી સંન્યાસી રહેતા હતા. તેઓ ભવિષ્યના બનાવો વિષે કહી શકતા હતા. ઘણી વખત ગામના લોકો તેની આજુબાજુ ભેગા થઈ જતા અને તેમના જીવનમાં હવે શું બનવાનું છે તે પૂછતા. જો કે તે સંન્યાસી હંમેશા તેમની જિજ્ઞાસાને સંતોષી શકતા નહિ. તે સંન્યાસી લોકોથી બચવા જંગલમાં ખૂબ દૂર ગયા. બે મિત્રો - વિપુલ અને વિજન – પ્રતિષ્ઠાનપુરના જંગલમાં ભૂલા પડ્યા. અંધારું થવાને લીધે તેમને મોતનો ડર લાગવા માંડ્યો. આશ્રય માટે આજુબાજુ જોવા લાગ્યા. મોડી રાતે તેમને દૂર એક ઝૂંપડી દેખાઈ અને ગભરાતા ગભરાતા ત્યાં પહોંચ્યા. તેમણે ઝૂંપડીમાં ડોકિયું કર્યું અને જોયું તો સંન્યાસી ધ્યાનમાં બેઠેલા હતા. તેમણે માન્યું કે આ એ જ સંન્યાસી લાગે છે જે તેમના ભવિષ્યકથન માટે જાણીતા છે. તેઓ તેમનું ધ્યાન પૂરું થાય તેની રાહ જોઈને બેસી રહ્યા. અને પછી જંગલમાં ભૂલા પડ્યાનો આખો બનાવ કહ્યો. સંન્યાસીએ તેમની વાત સાંભળી અને તેમને ખાવા માટે ફળફળાદિ આપ્યા. દયાળુ સંન્યાસીએ તેમને આરામ કરવા કહ્યું. બીજે દિવસે સવારે તે સંન્યાસીએ તેમના એક શિષ્યને તેઓને ગામનો રસ્તો બતાવવા મોકલ્યા. વિપુલ અને વિજને જતાં જતાં બે હાથ જોડીને સંન્યાસીને પોતાનું ભવિષ્ય કથન કહેવા વિનંતી કરી. સંન્યાસીએ ખૂબ જ નમ્રતાથી જણાવ્યું કે ભવિષ્ય જાણવું એ ડહાપણભર્યું નથી. વળી કોઈવાર ભવિષ્યકથન ખોટું પણ પડે. છતાં બંને મિત્રોએ ખૂબ જ આગ્રહ કર્યો એટલે સંન્યાસીએ તેમનું ભવિષ્ય કહ્યું. તેમણે વિપુલ સામે જોયું અને કહ્યું કે એકાદ વર્ષમાં તું રાજા બનીશ. જ્યારે વિજન સામે જોઈને કહ્યું કે એ જ સમય દરમિયાન કોઈ ક્રૂર માણસના હાથે તારું મોત થશે. ઋષિ મુનિને પોતાના ભવિષ્ય વિશે પૂછતા વિપુલ અને વિશ્વન જૈન થા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ વિપુલ અને વિજન કુદરતી રીતે જ જંગલની બહાર નીકળતાં વિપુલ આનંદથી પાગલ થઈ ગયો જ્યારે વિજન ખૂબ જ નિરાશ અને ખિન્ન થઈ ગયો. શહેરમાં પાછા આવ્યા બાદ વિપુલ ઉદ્ધતાઈથી વર્તવા લાગ્યો, અને બધાંને કહેવા લાગ્યો કે જો તમે કોઈ અશિષ્ટ વર્તન કરશો તો જ્યારે હું રાજા થઈશ ત્યારે તમારું માથું છુંદી નાંખીશ. ગામના બધા જ લોકો તેનાથી ગભરાવા લાગ્યા. તે સમય દરમિયાન શિક્ષક બનેલો વિજન તેનો સમય ભક્તિભાવથી પ્રાર્થના કરવામાં તથા સમાજના કામોમાં પસાર કરવા લાગ્યો. તે બધા પ્રત્યે ખૂબ જ નમ્ર રહેતો અને ઉદાસીમાંથી બહાર આવવા પ્રયત્ન કરતો. તે મોતથી ગભરાતો ન હતો. હવે પોતાની જાતને નસીબને ભરોસે રાખી હતી. વિજાના સાાં કર્મો અને વિપુલના ખોટા કર્મો તેમના ભાવિને બદલી નાંખે છે છ મહિના પછી વિપુલ વિજનને પોતાના મહેલ માટે જગ્યા પસંદ કરવા મદદ કરવા જણાવ્યું. તેઓ કોઇ ઉજજડ પ્રદેશને જોઈ તપાસી માપતા હતા તે દરમિયાન વિપુલને અનાયાસે સોનાના સિક્કા ભરેલો ચરુ મળ્યો. તે ખૂબ જ આનંદમાં આવી ગયો અને વિજનને કહ્યું આ સિક્કાથી પોતે તાજ ખરીદશે. તરત જ તે ચરુ ઝૂંટવી લેવા ઝાડની ઘટા પાછળથી લૂંટારાઓ કૂદી પડ્યા. વિજન પોતાના મિત્રને છોડાવવા ગયો. લૂંટારાઓએ કટારથી તેના પર હુમલો કર્યો. વિજન બચાવ કરવાની યુક્તિઓ જાણતો હોવાથી લૂંટારાઓને ભગાડી મૂક્યા. પણ લૂંટારાઓ તેના ખભા પર કટારનો ઘા કરતા ગયા. પોતાને બચાવ્યો તેથી આભારવશ થઈ વિપુલ ચરુમાંથી અડધા ભાગના સિક્કા વિજનને આપવાનું નક્કી કર્યું. પણ વિજને નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું મોત નજીક છે. તેથી સોનાની મારે કોઈ જરૂર નથી. વિપુલે મળેલા ધનને ગમે તેમ ખાવા-પીવામાં વેડફવા માંડ્યું. એક આખું વર્ષ પસાર થઈ ગયું પણ ન તો વિપુલ રાજા થયો કે ન તો વિજન મર્યો. બંને મિત્રો પાછા જંગલમાં તે વનવાસી સંન્યાસી પાસે ખુલાસો માંગવા ગયા. સંન્યાસી ધ્યાનમાં હતા. તેમણે વિપુલને કહ્યું, “તારા જૈન કથા સંગ્રહ 157 Page #3 -------------------------------------------------------------------------- ________________ બોધ કથાઓ વર્ષ દરમિયાનના વિચાર્યા વગરના કાર્યોથી તારું ભાગ્ય બદલાઈ ગયું. જે તાજ તારા માટે જ નિર્માયો હતો તે કેવળ જમીનમાંથી મળેલા સોનાનો ચરુ બનીને રહી ગયો.” તેણે વિજનને કહ્યું, “તારી પ્રાર્થનાઓ, માનવતા અને ધર્મ પ્રત્યેના વિશ્વાસને કારણે તારું ભાગ્ય પણ બદલાઈ ગયું જે ખૂનીને હાથે તારું મોત થવાનું હતું તે નાના સરખા ઘાથી પૂરું થઈ ગયું. બંને મિત્રો પોતાના કાર્યો તથા તેના પરિણામનો વિચાર કરતાં જિંદગીનો હેતુ સમજીને ગામમાં પાછા ફર્યા. દરેકના ભાગ્યન્ને તેમનું કર્મ ચલા છે. અથવા આ જન્મમાં કેં પાછલા કોઈ જન્મમાં કરેલા સાશં કાર્યો અને ઉમદા બચાવ્સ તમારા કર્મને ચલાવૈ છે. પોતાનું માત્ર જાણીને દવપુલ તથા બજને તેમનું વર્તન બદલી નાંખ્યું એક ના વર્તણૂંક ખરાબ થઈ તો બીજાની સાન્ન થઈ. ઉદ્ધતાઈ અને ભૌતિક વસ્તુઓ પ્રત્યેના રાગને કારણે ત્રપુરાના ખરાબ કમ બંદ્યાયા. જેથી તેની અવળી ગત થઈ. સામે પક્ષે માનવતા, પ્રાર્થના અને દૈવી તત્વમાં શ્વાસને કારણે જનના સારાં કમો બંદ્યાયા. જેને લીધે તેનું ભાવિ સારું બળ્યું. આપણે સહુ સા? વર્તણૂંક દ્વાણ વર્તમાન તથા ભવિષ્યને ઉજળું છે? શકાઍ. 158 જૈન કથા સંગ્રહ