Book Title: Vachanamrut 0944 PS Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/331070/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 944 ભાઈ કલાભાઈ તથા ત્રિભોવન આદિ મુમુક્ષુઓ મોરબી, શ્રાવણ વદ 10, 1956 ભાઈ કલાભાઈ તથા ત્રિભોવન આદિ મુમુક્ષુઓ, સ્તંભતીર્થ. આજે ‘યોગશાસ્ત્ર' ગ્રંથ ટપાલમાં મોકલવાનું થયું છે. શ્રી અંબાલાલની સ્થિતિ સ્તંભતીર્થ જ થવાનો યોગ બને તો તેમ, નહીં તો તમે અને કીલાભાઈ આદિ મુમુક્ષુઓના અધ્યયન અને શ્રવણ-મનન અર્થે શ્રાવણ વદ 11 થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યત સુવ્રત, નિયમ અને નિવૃત્તિપરાયણતાના હેતુએ એ ગ્રંથનો ઉપયોગ કર્તવ્ય છે. પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે. હે આર્યો ! હાલ તે પ્રમત્તભાવને ઉલ્લાસિત વીર્યથી મોળો પાડી, સુશીલ સહિત, સદ્ભુતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો. હાલ નિત્યપ્રતિ પત્રથી નિવૃત્તિપરાયણતા લખવી યોગ્ય છે. અંબાલાલને પત્ર પ્રાપ્ત થયું હશે. અત્રથી સ્થિતિનો ફેરફાર થશે અને અંબાલાલને જણાવવા યોગ બનશે તો આવતી કાલ સુધીમાં બનવા યોગ્ય છે. બનતાં સુધી તારથી ખબર આપવાનું થશે.