Book Title: Vachanamrut 0943 PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/331069/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 943 પરમનિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. મોરબી, શ્રાવણ વદ 7, શુક્ર, 1956 જિનાય નમઃ પરમનિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે; તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વાત્મવીર્ય ગોપવ્યા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે. અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિએ એવા જ આશયથી સુનિયમિત વર્તનથી વર્તવા આજ્ઞા કરી છે. કાવિઠા આદિ જે સ્થળે તે સ્થિતિથી તમને અને સમાગમવાસી ભાઈઓ બાઈઓને ધર્મસુદ્રઢતા સંપ્રાપ્ત થાય, ત્યાં શ્રાવણ વદ 11 થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યત સ્થિતિ કરવી યોગ્ય છે. તમને અને બીજા સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિઃસંશયતા પ્રાપ્ત થાય, ઉત્તમ ગુણ, વ્રત, નિયમ, શીલ અને દેવગુરૂધર્મની ભક્તિમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદ્રઢતા કરવી યોગ્ય છે અને એ જ પરમ મંગળકારી છે. જ્યાં સ્થિતિ કરો ત્યાં તે તે સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિ સુદ્રઢ થાય અને અપ્રમત્તપણે સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજો. ૐ શાંતિઃ