Book Title: Vachanamrut 0942 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/331068/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 942 કદાપિ જો નિવૃત્તિમુખ્ય સ્થળની સ્થિતિના મોરબી, શ્રાવણ વદ 5, બુધ, 1956 કદાપિ જો નિવૃત્તિમુખ્ય સ્થળની સ્થિતિના ઉદયનો અંતરાય પ્રાપ્ત થયો તો હે આર્ય ! સદા સવિનય એવી પરમ નિવૃત્તિ, તે તમે શ્રાવણ વદ 11 થી ભાદ્રપદ સુદ પૂર્ણિમા પર્યત એવી રીતે સેવજો કે સમાગમવાસી મુમુક્ષુઓને તમે વિશેષ ઉપકારક થાઓ અને તે સૌ નિવૃત્તિભૂત સનિયમોને સેવતાં સાસ્ત્ર અધ્યયનાદિમાં એકાગ્ર થાય, યથાશક્તિ વ્રત, નિયમ, ગુણના ગ્રહણકર્તા થાય. શરીરપ્રકૃતિમાં સબળ અશાતાના ઉદયથી જો નિવૃત્તિમુખ્ય સ્થળનો અંતરાય જણાશે તો અત્રેથી ‘યોગશાસ્ત્રનું પુસ્તક તમારા અધ્યયન મનનાદિ અર્થે ઘણું કરી મોકલવાનું થશે; જેના ચાર પ્રકાશ બીજા મુમુક્ષુભાઈઓને પણ શ્રવણ કરાવતાં પરમ લાભનો સંભવ છે. હે આર્ય ! અલ્પાયુષી દુષમકાળમાં પ્રમાદ કર્તવ્ય નથી, તથાપિ આરાધક જીવોનો તદ્ધતુ સુદ્રઢ ઉપયોગ વર્તે આત્મબલાધીનતાથી પત્ર લખાયું છે. ૐ શાંતિઃ