Book Title: Vachanamrut 0925 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/331051/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 925 આર્ય મુનિવરોને અર્થે અવિક્ષેપપણું સંભવિત છે. વવાણિયા, વૈશાખ વદ 0)), સોમ, 1956 આર્ય મુનિવરોને અર્થે અવિક્ષેપપણું સંભવિત છે. વિનયભક્તિ એ મુમુક્ષુઓનો ધર્મ છે. અનાદિથી ચપળ એવું મન સ્થિર કરવું. પ્રથમ અત્યંતપણે સામું થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. ક્રમે કરીને તે મનને મહાત્માઓએ સ્થિર કર્યું છે, શમાવ્યું-ક્ષય કર્યું એ ખરેખર આશ્ચર્યકારક છે.