Book Title: Vachanamrut 0842 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330968/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 842 ઘણું કરીને મંગળવારને દિવસે તમારો લખેલો કાગળ કાવિઠા, શ્રાવણ વદ 12, શનિ, 1954 ૐ નમઃ શુભેચ્છા સંપન્ન, શ્રી વવાણિયા. ઘણું કરીને મંગળવારને દિવસે તમારો લખેલો કાગળ એક મુંબઈ મળ્યો હતો. બુધવારની રાત્રિએ મુંબઈથી નિવૃત્ત થઈ ગુરૂવારે સવારે આણંદ આવવાનું બન્યું હતું, અને તે જ દિવસે રાત્રિના આશરે અગિયાર વાગ્યે અત્રે આવવું થયું. અહીં દશથી પંદર દિવસ પર્યત સ્થિતિ થવાનો સંભવ છે. તમારી વૃત્તિ હાલ સમાગમમાં આવવા વિષે જણાવી, તે વિષે તમને અંતરાય જેવું થયું. કેમકે આ પત્ર પહોંચશે તે પહેલાં પર્યુષણનો પ્રારંભ લોકોમાં થયો ગણાશે. જેથી તમે આ તરફ આવવાનું કરો તો ગુણઅવગુણનો વિચાર કર્યા વગર મતાગ્રહી માણસો નિંદે, અને તેવું નિમિત્ત ગ્રહણ કરી ઘણા જીવોને તે નિંદા દ્વારાએ પરમાર્થપ્રાપ્તિ થવાનો અંતરાય ઉત્પન્ન કરે, જેથી તેમ ન થાય તે અર્થે તમારે હાલ તો પર્યુષણમાં બહાર ન નીકળવા સંબંધી લોકપદ્ધતિ સાચવવી યોગ્ય છે. ‘વૈરાગ્યશતક', ‘આનંદઘન-ચોવીશી’, ‘ભાવનાબોધ આદિ પુસ્તકો તમે તથા મહેતાજી વાંચવા વિચારવાનું કરીને જેટલો બને તેટલો નિવૃત્તિનો લાભ મેળવજો. પ્રમાદ અને લોકપદ્ધતિમાં કાળ સર્વથા વૃથા કરવો તે મુમુક્ષુ જીવનું લક્ષણ નથી. બીજા શાસ્ત્રોનો યોગ બનવો કઠણ છે, એમ જાણી ઉપર જણાવેલાં પુસ્તકો લખ્યાં છે. જે પુસ્તકો પણ વિશેષ વિચારવા યોગ્ય છે. માતુશ્રી તથા પિતાશ્રીને પાયલાગણપૂર્વક સુખવૃત્તિમાં છે એમ જણાવશો. અમુક વખત જ્યારે નિવૃત્તિને અર્થે કોઈ ક્ષેત્રે રહેવાનું થાય છે, ત્યારે ઘણું કરીને કાગળ પત્ર લખવાની વૃત્તિ ઓછી રહે છે, આ વખતે વિશેષ ઓછી છે, પણ તમારો કાગળ એવા પ્રકારનો હતો કે જેનો ઉત્તર ન મળવાથી શું કારણથી આમ બન્યું છે તે તમને ન જણાય. અમુક સ્થળે સ્થિતિ થવા વિષે ચોક્કસ નહીં હોવાથી મુંબઈથી કાગળ લખવાનું બન્યું નહોતું.