Book Title: Vachanamrut 0825 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330951/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 825 આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મોરબી, માહ સુદ 4, બુધ, 1954 આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે; સદ્ભુત અને સત્સમાગમ. પ્રત્યક્ષ સપુરુષોનો સમાગમ કવચિત્ કવચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદ્દષ્ટિવાન હોય તો સઋતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સપુરુષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે, કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયાયેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમયોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સઋતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સદ્ભુતનો પરિચય છે.