Book Title: Vachanamrut 0816 PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330942/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 816 અમુક સગ્રંથો લોકહિતાર્થે પ્રચાર પામે તેમ કરવાની વૃત્તિ જણાવી મુંબઈ, કારતક વદ 5, 1954 તમારા લખેલા કાગળો મળ્યા છે. અમુક સગ્રંથો લોકહિતાર્થે પ્રચાર પામે તેમ કરવાની વૃત્તિ જણાવી તે લક્ષમાં છે. મગનલાલ વગેરેએ દર્શનની તથા સમાગમની આકાંક્ષા દર્શાવેલી તે કાગળો પણ મળ્યા છે. કેવળ અંતર્મુખ થવાનો સત્પરુષોનો માર્ગ સર્વદુઃખલયનો ઉપાય છે, પણ તે કોઇક જીવને સમજાય છે. મહતું પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયત કાળના ભયથી ગૃહીત છે; ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે. ૐ