Book Title: Vachanamrut 0807 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330933/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 807 શરીરાદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર મુંબઈ, ભાદ્રપદ વદિ 0)), રવિ, 1953 શરીરાદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગંબરવૃત્તિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ ન થઇ શકે, તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા યોગ્ય નથી. તેમ જ વસ્ત્રનો આગ્રહ કરી દિગંબરવૃત્તિનો એકાંત નિષેધ કરી વસ્ત્ર મૂર્છાદિ કારણોથી ચારિત્રમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી. દિગંબર અને શ્વેતાંબરપણું દેશ, કાળ, અધિકારીયોગે ઉપકારનો હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્ય તેમ પ્રવર્તતાં આત્માર્થ જ છે. “મોક્ષમાર્ગપ્રકાશમાં વર્તમાન જિનાગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે, તે નિષેધ કર્તવ્ય નથી. વર્તમાન આગમમાં અમુક સ્થળો વધારે સંદેહનાં સ્થાન છે, પણ સપુરુષની દ્રષ્ટિએ જોતાં તેનું નિરાકરણ થાય છે, માટે ઉપશમદ્રષ્ટિએ તે આગમો અવલોકન કરવામાં સંશય કર્તવ્ય નથી.