Book Title: Vachanamrut 0783 PS Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330909/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 783 શ્રી સોભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો મુંબઇ, અસાડ સુદ 4, શનિ, 1953 શ્રી સોભાગને નમસ્કાર શ્રી સોભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે સર્વ જીવ સુખને ઇચ્છે છે, પણ કોઇ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે. જન્મ, મરણ આદિ અનંત દુઃખનો આત્યંતિક ( સર્વથા ) ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઇચ્છા ઉત્પન્ન થયે જીવ જો સપુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે. તેવી સાચી ઇચ્છા પણ ઘણું કરીને જીવને પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તેવો સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ, અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે. મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્ય છે. પ્રત્યક્ષ સત્પરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષસંબંધી બધાં સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે, પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષજીવનું નિરંતર ચિત્ત વર્તે છે. સપુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તો કવચિત જ તે યોગ બને છે. વિરલા જ સપુરુષ વિચરે છે, તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે. તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તોપણ તેમાંથી વૃત્તિને મોળી પાડવા જે જીવ ઈચ્છે છે તે જીવ મોળી પાડી શકે છે, અને સન્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે. આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે, તે જીવોને સપુરુષોનો સમાગમ અને સાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સપુરુષનાં વચનનું અથવા સાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મોળી પાડવાનું અને સાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે, કેમકે જીવનો અનાદિ પ્રકૃતિભાવ તેથી જુદો છે; તોપણ જણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે, તે તેમ કરી શક્યા છે, માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ સર્વ મુમુક્ષુઓએ આ વાતનો નિશ્ચય અને નિત્ય નિયમ કરવો ઘટે છે, પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે.