Book Title: Vachanamrut 0762
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330888/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 762 સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને સં. 1953 ૐ નમઃ સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમહિત છે. વીતરાગસન્માર્ગ તેનો સદુપાય છે. તે સન્માર્ગનો આ પ્રમાણે સંક્ષેપ છે : સમ્યક્રદર્શન, સમ્યફજ્ઞાન, અને સમ્યફચારિત્રની એકત્રતા તે “મોક્ષમાર્ગ’ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્વોની સમ્યફપ્રતીતિ થવી તે “સમ્યક્દર્શન’ છે. તે તત્વનો બોધ થવો તે ‘સમ્યકજ્ઞાન’ છે. ઉપાદેય તત્ત્વનો અભ્યાસ થવો તે ‘સમ્યફચારિત્ર' છે. શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વીતરાગપદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે. સર્વજ્ઞદેવ, નિર્ગથગરૂ અને સર્વજ્ઞોપદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્ત્વપ્રતીતિ પ્રાપ્ત થાય છે. સર્વ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, સર્વ મોહ અને સર્વ વીર્યાદિ અંતરાયનો ક્ષય થવાથી આત્માનો સર્વજ્ઞવીતરાગ સ્વભાવ પ્રગટે છે. નિર્ગથપદના અભ્યાસનો ઉત્તરોત્તર ક્રમ તેનો માર્ગ છે. તેનું રહસ્ય સર્વજ્ઞોપદિષ્ટ ધર્મ છે.