Book Title: Vachanamrut 0752
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330878/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 752 લેશ્યા - જીવના કૃષ્ણાદિ દ્રવ્યની પેઠે વવાણિયા, ફાગણ વદ 11, રવિ, 1953 લેશ્યાઃ- જીવના કૃષ્ણાદિ દ્રવ્યની પેઠે ભાસ્યમાન પરિણામ. અધ્યવસાયઃ- વેશ્યા પરિણામની કંઈક સ્પષ્ટપણે પ્રવૃત્તિ. સંકલ્પઃ- કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો નિર્ધારિત અધ્યવસાય. વિકલ્પઃ- કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો અપૂર્ણ અનિર્ધારિત, સંદેહાત્મક અધ્યવસાય. સંજ્ઞાઃ- કંઈ પણ આગળ પાછળની ચિંતવનશક્તિવિશેષ અથવા સ્મૃતિ. પરિણામ:- જળના દ્રવણસ્વભાવની પેઠે દ્રવ્યની કથંચિત્ અવસ્થાંતર પામવાની શક્તિ છે, તે અવસ્થાતરની વિશેષ ધારા, તે પરિણતિ. અજ્ઞાન - મિથ્યાત્વસહિત મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય તો તે ‘અજ્ઞાન’. વિર્ભાગજ્ઞાનઃ- મિથ્યાત્વસહિત અતીન્દ્રિયજ્ઞાન હોય તે ‘વિર્ભાગજ્ઞાન'. વિજ્ઞાનઃ- કંઈ પણ વિશેષપણે જાણવું તે ‘વિજ્ઞાન'.