Book Title: Vachanamrut 0748 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330874/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 748 જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય ન વવાણિયા, ફાગણ સુદ 4, રવિ, 1953 જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. તેમને શિક્ષા એટલે ઉપદેશ દઈ સુધારવા કરવાનું હવે મૌન રાખી, મળતા રહી કામ નિર્વાહવું એ જ યોગ્ય છે. જાણ્યા પહેલાં ઠપકો લખવો તે ઠીક નહીં. તેમ ઠપકાથી અલ આણી દેવી મુશ્કેલ છે. અક્કલનો વરસાદ વરસાવવામાં આવે છે, તોપણ આ લોકોની રીતિ હજી રસ્તો પકડતી નથી. ત્યાં શો ઉપાય ? તેમના પ્રત્યે કંઈ બીજો ખેદ આણવાથી ફળ નથી. કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યફ (સારું) સમજાય એમ ન બને. માટે એમનો દોષ શું વિચારવો ?